ઓસ્ટ્રેલીયા સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝ, લારા, સચિનના બે રેકોર્ડને વિરાટ કોહલી પોતાના નામે કરી શકે છે

ઓસ્ટ્રેલીયા સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝ, લારા, સચિનના બે રેકોર્ડને વિરાટ કોહલી પોતાના નામે કરી શકે છે

વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડીયા આજ થી ઓસ્ટ્રેલીયા સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝની શરુઆત કરશે. બંને વચ્ચે પ્રથમ મેચ એડિલેડમાં પિંક બોલ થી રમવામાં આવશે. કેપ્ટન કોહલીના માટે આ મેચ ખાસ બની રહેશે. કારણ કે ઓસ્ટ્રેલીયાના વર્તમાન પ્રવાસની તેમની આખરી મેચ હશે. આ મેચ બાદ તે પોતાના બાળકના જન્મને લઇને પૈતૃક રજા પર ભારત પરત […]

Avnish Goswami

| Edited By: Pinak Shukla

Dec 17, 2020 | 10:29 AM

વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડીયા આજ થી ઓસ્ટ્રેલીયા સામે ચાર ટેસ્ટ મેચની સીરીઝની શરુઆત કરશે. બંને વચ્ચે પ્રથમ મેચ એડિલેડમાં પિંક બોલ થી રમવામાં આવશે. કેપ્ટન કોહલીના માટે આ મેચ ખાસ બની રહેશે. કારણ કે ઓસ્ટ્રેલીયાના વર્તમાન પ્રવાસની તેમની આખરી મેચ હશે. આ મેચ બાદ તે પોતાના બાળકના જન્મને લઇને પૈતૃક રજા પર ભારત પરત ફરશે. કોહલી પાસે આ એક જ મેચમાં બે ઉપલબ્ધીઓ હાંસલ કરવાનો મોકો છે. એડિલેડમાં બ્રાયન લારા અને સચિન તેંદુલકર બંને દિગ્ગજોના રેકોર્ડને પોતાને નામ કીર શકવાની નજીક છે.

એડિલેડ ઓવલમાં કોઇ પણ મહેમાન ખેલાડીના બેટ થી સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ લારાને નામ છે. વેસ્ટઇન્ડીઝના દિગ્ગજ ક્રિકેટર બ્રાયન લારાએ આ મેદાન પર 610 રન બનાવ્યા હતા. કોહલી તેમના રેકોર્ડ થી માત્ર 179 રન જ પાછળ છે. કોહલીને એડિલેડ ઓવલમાં સૌથી વધારે રન બનાવનારા મહેમાન બેટ્સમેન બનવા માટે બે પારીમાં 179 નોંધાવવા પડશે. લારાએ અહી ચાર મેચ રમી હતી અને બે શતક સહિત કુલ 610 રન 76.25 ની સરેરાશ થી રન કર્યા હતા. આ મેદાન પર કોહલીના નામ ટેસ્ટ ક્રિકેટમાં 3 શતક છે.

આ ઉપરાંત કોહલી સચિન તેંદુલકર નો પણ એક રેકોર્ડ ને પોતાના નામે કરી શકે છે. તે માટે તેણે એક શતક લગાવવુ પડી શકે છે. યજમાન ઓસ્ટ્રેલીયા સામે સૌથી વધુ 6 સદી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે. તેણે ઓસ્ટ્ર્લીયામાં 53.2 ની સરેરાશ થી 1809 રન બનાવ્યા છે. જ્યારે કોહલીએ અહી 12 મેચમાં 6 સદી ફટકારી છે. તેણે 55.39 રનની સરેરાશ થી 1274 રન બનાવ્યા હતા. કોહલી એડિલેડ ટેસ્ટમાં એક શતક વધુ લગાવી શકે છે તો તે આ રેકોર્ડમાં પણ પોતાનુ નામ નોંધાવી શકે છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati