IND vs AUS: ઓસ્ટ્રેલિયાની જબરદસ્ત ધુલાઈ, અય્યર અને ગિલની સદી, સૂર્યા-રાહુલની તોફાની ફીફટી, 400 રનનુ વિશાળ લક્ષ્ય ખડક્યુ
India vs Australia 2nd ODI Match 1st Inning Report Today: શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે શાનદાર સદી ઈંદોરમાં નોંધાવી હતી. બંનેએ 200 રનની ભાગીદારી રમત વડે વિશાળ સ્કોરનો પાયો રચી દીધો હતો. બાદમાં કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવે તોફાની રમત વડે કાંગારુ બોલર્સને પરેશાન કરી દીધા હતા. આમ ઓસ્ટ્રેલિયા સામે વિશાળ લક્ષ્ય ખડક્યુ હતુ.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે વિશ્વકપ પહેલા વનડે સિરીઝ ભારતમાં ઘર આંગણે રમાઈ રહી છે. મોહાલીમાં પ્રથમ વનડે મેચમાં ભારતની શાનદાર જીત બાદ બીજી મેચ ઈન્દોરના હોલકલર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમનુ સુકાન સ્ટીવ સ્મિથ સંભાળી રહ્યો છે. સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. આમ ભારતીય ટીમને બેટિંગ માટે મેદાને પ્રથમ ઉતરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. કાંગારુ સુકાનીનો દાવ શુભમન ગિલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ અને સૂર્યકુમારે ઉલટો કરી દેતી બેટિંગ કરી હતી. નિર્ધારિત 50 ઓવરમાં ભારતે 5 વિકેટ ગુમાવીને 399 રન નોંધાવ્યા હતા.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર બાયપાસ માર્ગ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો, અકસ્માતો સર્જાતા હોવાને લઈ સર્કલ બનાવવા કરી માંગ, જુઓ Video
અય્યર અને ગિલે શાનદાર બેટિંગ કરતા સદી નોંધાવી હતી. બંનેએ ચોગ્ગા અને છગ્ગા વાળી બેટિંગ કરીને ઓસ્ટ્રેલિન બોલર્સની ખબર લઈ નાંખી હતી. ઈંદોરની બેટિંગ પીચનો પૂરો લાભ ઉઠાવતા ભારતીય બેટર્સે મોટો સ્કોર ઓસ્ટ્રેલિયા સામે ખડકી દીધો હતો.
ગિલ અને અય્યરની સદી
ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડી ઝડપથી તૂટી જતા જ કાંગારુ છાવણીમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. પરંતુ ભારતીય રસીકોને અસલી મોજ શ્રેયસ અય્યર અને શુભમન ગિલની જોડીએ લાવી દીધી હતી. બંનેએ શાનદાર બેટિંગ કરતા વિશાળ ભાગીદારી નોંધાવી હતી. ભારતે પ્રથમ વિકેટ માત્ર 16 રનના સ્કોર પર જ ગુમાવી દીધી હતી. ઋતુરાજ ગાયકવાડ માત્ર 8 રન નોંધાવીને હેઝલવુડનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ ગિલ અને અય્યરે બાજી સંભાળતા 200 રનની ભાગીદારી રમત રમી હતી. ગિલે 97 બોલનો સામનો કરીને 104 રન નોંધાવ્યા હતા. તેણે 4 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અય્યરે 90 બોલમાં 105 રન નોંધાવ્યા હતા. અય્યરે 3 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા.
ઈશાન કિશને પણ તોફાની રમતની શરુઆત કરી હતી. ઈશાન કિશને 2 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકારવા સાથે જ 18 બોલમાં 31 રન ફટકાર્યા હતા. તે એડમ ઝંપાનો શિકાર થતા પરત ફર્યો હતો. ઈશાન બાદ કેએલ રાહુલ અને સૂર્યકુમારે બાજી સંભાળતા સ્કોરબોર્ડ ઝડપથી ફેરવ્યુ હતુ. કેએલ રાહુલે અડધી સદી નોંધાવી હતી, તેણે શાનદાર અડધી સદી 35 બોલમાં જ 3 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી પુરી કરી હતી.
Indore Centurions from today
Special batting display from these two
Describe their partnership in one word ✍️#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/ol1PvHa72r
— BCCI (@BCCI) September 24, 2023
સૂર્યાના 4 સળંગ છગ્ગા
સૂર્યાએ પણ સળંગ ચાર છગ્ગા ફટકારીને ઈંદોરમાં તોફાન મચાવી દીધુ હતુ. ભારતીય બેટિંગ ઈનીંગની 44મી ઓવર લઈને કેમરન ગ્રીન આવ્યો હતો. ગ્રીનની ઓવરમાં સૂર્યકુમાર યાદવે શરુઆતના ચારેય બોલ પર સળંગ છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ છગ્ગો ડીપ બેકવર્ડ સ્ક્વેર લેગ પર, બીજો છગ્ગો ફાઈન લેગ પર, ત્રીજો છગ્ગો ડીપ એક્સ્ટ્રા કવર પર અને ચોથો છગ્ગો ડીપ મિડ વિકેટ પર ફટકાર્યો હતો. પાંચમા બોલ પર સૂર્યાએ સિંગલ રન લીધો હતો. જે ફુલ પર ફ્લીક કરીને સિંગલ લીધો હતો.
6⃣6⃣6⃣6⃣
The crowd here in Indore has been treated with Signature SKY brilliance! #TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/EpjsXzYrZN
— BCCI (@BCCI) September 24, 2023
તોફાની રમત વડે સૂર્યાએ અડધી સદી નોંધાવી હતી. તેણે તોફાની બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલરોને લાચાર કરી દીધા હતા. 37 બોલમમાં 73 રન અણનમ નોંધાવતા 6 છગ્ગા અને 6 ચોગ્ગા સૂર્યાએ જમાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બોલરોએ વિશ્વકપ પહેલા જ ધુલાઈ કરીને તેમનો આત્મવિશ્વાસ તોડવા રુપ બેટિંગ ભારતીય બેટર્સે કરી હતી. જેમાં સૂર્યાએ સૌથી વધારે પરેશાન કરી દીધા હતા. ભારત તરફથી આજે સૌથી વધુ છગ્ગા સૂર્યાએ જમાવ્યા હતા. ભારતે ઓસ્ટ્રેલિયા સામે સૌથી મોટો અત્યાર સુધીનો વનડે સ્કોર નોંધાવ્યો હતો. ભારતે 41મી ઓવરના પ્રથમ બોલ પર જ 300 રનના સ્કોરને વટાવ્યો હતો.
