ઓસ્ટ્રેેલિયા સામે ચાલ્યો ધોનીનો સિક્સર જાદુ, પહેલી વન ડેમાં ભારતનો 6 વિકેટે વિજય, સીરીઝમાં 1-0 ની લીડ મેળવી
ભારત અને ઓસ્ટ્રલિયાની વચ્ચે રમાયેલી હૈદરાબાદ ખાતેની પહેલી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને પાંચ મેચોની વન-ડે સીરીઝમાં 1-0થી લીડ મેળવી છે. ભારતને મળેલા 237 રનના ટાર્ગેટના જવાબમાં ભારતે 48.2 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 240 રન કરી જીત મેળવી. બંને વચ્ચે બીજી વન-ડે 5 માર્ચના રોજ નાગપુરમાં રમાશે. આ પણ વાંચો : […]
ભારત અને ઓસ્ટ્રલિયાની વચ્ચે રમાયેલી હૈદરાબાદ ખાતેની પહેલી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને પાંચ મેચોની વન-ડે સીરીઝમાં 1-0થી લીડ મેળવી છે. ભારતને મળેલા 237 રનના ટાર્ગેટના જવાબમાં ભારતે 48.2 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 240 રન કરી જીત મેળવી. બંને વચ્ચે બીજી વન-ડે 5 માર્ચના રોજ નાગપુરમાં રમાશે.
આ પણ વાંચો : ઉનાળા પહેલાં જ સરકારે શરૂ કર્યો પાણીનો કાપ, ખેડૂતોને સિંચાઈ માટે નહીં મળે પાણી, રાજ્યના ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી
પ્રવાસી ટીમ ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ પસંદ કરી ઓસ્ટ્રેલિયાની ટીમને 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 236 રન કરી ભારતને જીત માટે 237 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન દેખાડ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ સૌથી વધારે 50 રન કર્યાં. આ સિવાય ગ્લેન મેક્સવેલે 40 રન કર્યાં.
MS Dhoni finishes it off in style.
Kedar Jadhav (81*) and MS Dhoni (59*) hit half-centuries as #TeamIndia win by 6 wickets and take a 1-0 lead in the 5 match ODI series #INDvAUS pic.twitter.com/HHA7FfEDjZ
— BCCI (@BCCI) March 2, 2019
ઉસ્માન ખ્વાજાએ 76 બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સકની મદદથી 50 રન કર્યાં, જ્યારે ગ્લેન મેક્સવેલે 51 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 40 રન કર્યાં. જ્યારે માર્કસ સ્ટોઇનિસે 37 રન કર્યાં. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી. તેમજ કેદાર જાધવે એક વિકેટ ઝડપી.
#INDvsAUS: India win the first ODI against Australia by 6 wickets in Hyderabad; take 1-0 lead in 5-match series
— Tv9 Gujarati (@tv9gujarati) March 2, 2019
ભારતની બેટિંગમાં વિરાટ કોહલી 44 રન બનાવી ઝમ્પાની ઓવરમાં એલબી આઉટ થયો હતો. ધવન ખાતુ ખોલાયા વિના આઉટ થયો હતો. રોહિત શર્મા 37 અને રાયડુ 13 રને આઉટ થતા ભારતે 99 રને ચોથી વિકેટ ગુમાવી હતી. આ પછી ધોની અને જાધવે અણનમ 141 રનની ભાગીદારી નોંધાવી ટીમને જીત અપાવી હતી. જાધવે 87 બોલમાં 9 ફોર અને 1 સિક્સર સાથે 81 રન બનાવ્યા હતા. ધોનીએ 72 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 59 રન બનાવ્યા હતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]