ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈંગ્લેન્ડ સામેની આખી સિરીઝમાંથી બહાર થયો દિગ્ગજ ખેલાડી

ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈંગ્લેન્ડ સામેની આખી સિરીઝમાંથી બહાર થયો દિગ્ગજ ખેલાડી

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ હાર મેળવ્યા બાદ ભારતીય ટીમ (INDIA TEAM) માટે એક વધુ ખરાબ સમાચાર સામે આવ્યા છે.

Charmi Katira

| Edited By: Kunjan Shukal

Feb 11, 2021 | 4:42 PM

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પ્રથમ હાર મેળવ્યા બાદ ભારતીય ટીમ (INDIA TEAM) માટે એક વધુ ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ દિગ્ગજ ખેલાડીને ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાંથી (TASTE SERIES) બહાર કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને(RAVINDRA JADEJA) ઈંગ્લેન્ડ સામેની આખી ટેસ્ટમાંથી બહાર કરી દીધો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત જાડેજાની ઈંગ્લેન્ડ સામે અમદાવાદમાં છેલ્લી બે ટેસ્ટ મેચમાં ફિટ થઈને પરત ફરી શકે છે. આ કારણોસર બેંગ્લોરની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં તેની ફિટનેસ પર પણ નજર રાખવામાં આવી હતી, પરંતુ હવે ઈંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝમાં તેની વાપસી થવાની સંભાવના સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રવિન્દ્ર જાડેજા સિડની ટેસ્ટના અંગૂઠામાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને બ્રિસ્બેન ટેસ્ટમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે રિપોર્ટ અનુસાર જાડેજા ઈંગ્લેન્ડ સામેની ચાર મેચની ટેસ્ટ સિરીઝમાંથી સંપૂર્ણ રીતે બહાર કરવામાં આવ્યો છે. જાડેજાએ ચેન્નઈમાં ઈંગ્લેન્ડ સામે 2016માં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

આ દરમિયાન ભારતીય ટીમ ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટમાં 227 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં વિરાટ કોહલીની કેપ્ટન પસંદગી અંગે ઘણા સવાલો ઉભા થયા હતા. કેટલાક પૂર્વ ક્રિકેટરોએ શાહબાઝ નદિમને સ્પિનર ​​કુલદીપ યાદવની જગ્યાએ તક આપવામાં આવતા હોવાનો વિરોધ કર્યો હતો. જણાવી દઈએ કે, રવિન્દ્ર જાડેજાએ ભારતીય ટીમ માટે 51 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 36.18ની સરેરાશથી 1,954 રન બનાવ્યા છે. તેના નામે 1 સદી અને 15 અડધી સદી છે. આ ફોર્મેટમાં જાડેજાએ 220 વિકેટ પણ લીધી છે.

આ પણ વાંચો: UTTARAKHAND: ઋષિગંગા નદીમાં અચાનક વધ્યું જળસ્તર, ચમોલીમાં રાહત અને બચાવ કાર્ય બંધ કરવું પડ્યું

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati