ભારતે (India) ઓસ્ટ્રેલિયાને (Australia) તેની જ ઘરતી ઉપર 2-1થી હરાવીને એક નવો ઈતિહાસ રચ્યો છે. બ્રિસબેન ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે પરાજ્ય આપ્યો છે. ચાર ટેસ્ટ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતે બે ટેસ્ટ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ છે. પહેલી મેચમાં કેપ્ટન વિરાટ કોહલી હતો જે મેચ ભારત હાર્યુ હતું. અને વિરાટ કોહલી મેટરનીટી લિવ ઉપર ભારત પરત ફર્યો હતો. બાકીની ત્રણેય મેચમાં સુકાની અંજક્ય રહાણેએ હતા. અંજ્કિય રહાણેની કેપ્ટનશીપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને બે મેચમાં હરાવ્યુ હતુ. તો એક મેચ ડ્રો કરી હતી.
ચાર મેચની સિરીઝમાં પહેલી મેચ ઓસ્ટ્રેલિયા જીત્યુ હતું. બીજી ટેસ્ટ મેચ ભફારત જીત્યુ હતું. ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો કરી હતી. જ્યારે ચોથી ટેસ્ટમેચ ભારતે જીતીની શ્રેણી ઉપર કબજો જમાવ્યો. ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં ત્રણ મેચનુ પ્રતિનિધત્વ અંજ્કિય રહાણેએ કરીને ભારતની ભવ્ય જીત અપાવી હતી. ઓસ્ટ્રેલિયામાં તેને જ તેની ઘરતી પર હરાવનારા સુકાનીઓમાં અંજ્કિય રહાણેએ પોતાનું નામ નોંધાવી દીધુ છે.
વિરાટ કોહલી વિનાની ટીમે પણ ઓસ્ટ્રેલિયામાં દમદાર પ્રદર્શન કરીને, વિરાટ સિવાય ટીમમાં કોઈ દમ નથી કેમ કહેનારા ક્રિકેટ પંડિતોને ખોટા પાડ્યા છે.