AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news : 15 ઓક્ટોબરને બદલે આ તારીખે રમાઈ શકે છે ભારત-પાકિસ્તાન મેચ! હજારો ચાહકો મુશ્કેલીમાં

IND VS PAK: વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મેચ રમાવાની છે, પરંતુ હવે આ શાનદાર મેચની તારીખ બદલાઈ શકે છે. જો આમ થશે તો હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ જશે.

Breaking news : 15 ઓક્ટોબરને બદલે આ તારીખે રમાઈ શકે છે ભારત-પાકિસ્તાન મેચ! હજારો ચાહકો મુશ્કેલીમાં
| Updated on: Jul 26, 2023 | 12:13 PM
Share

IND VS PAK: વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર આમને-સામને થશે. ICCના શેડ્યૂલ મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે ટક્કર થશે. પરંતુ હવે એવા અહેવાલો છે કે આ મેચની તારીખ બદલાઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત-પાકિસ્તાન મેચ હવે 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે યોજાઈ શકે છે.

આ પણ વાંચો : India vs West Indies: રોહિત શર્મા વનડે વિશ્વકપને ધ્યાને રાખી ઉતારશે ટીમ! જાણો કેવી હશે Playing 11

15 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને તે અમદાવાદમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત રાખવામાં આવતી હોય છે. હવે જો 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ પણ યોજાશે તો સુરક્ષા એજન્સીઓ માટે બંને સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવી આસાન નહીં હોય. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓએ BCCIને ભારત-પાકિસ્તાન મેચના શિડ્યુલમાં ફેરફાર કરવાની સલાહ આપી છે.

(ANI Twitter SOURCE)

હજારો ચાહકો મોટી મુશ્કેલીમાં!

હવે એવા અહેવાલો છે કે ભારત-પાકિસ્તાન મેચ હવે એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ શકે છે. પરંતુ જો આવું થાય તો હજારો ચાહકોને ઝટકો લાગી શકે છે. તમને જણાવી દઈએ કે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે એક લાખથી વધુ લોકો સ્ટેડિયમમાં પહોંચશે. જેમાંના ઘણા લોકો દેશના અન્ય ભાગો અથવા વિદેશમાંથી અમદાવાદ પહોંચશે. 15 ઑક્ટોબર મુજબ, લોકોએ રહેવા માટે તેમની ફ્લાઇટ્સ અને હોટલ બુક કરાવવી પડશે. હવે જો આ મેચની તારીખ બદલાશે તો તેમના બુકિંગનું શું થશે?

27મી જુલાઈના રોજ મળનારી બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે

દરમિયાન, BCCI સેક્રેટરી જય શાહે વર્લ્ડ કપનું આયોજન કરતા તમામ ક્રિકેટ એસોસિએશનોને પત્ર લખીને 27મી જુલાઈએ દિલ્હીમાં બેઠક માટે બોલાવ્યા છે. માનવામાં આવે છે કે આ બેઠકમાં ભારત-પાકિસ્તાન મેચ પર ચર્ચા થશે અને આ મેચની નવી તારીખ પણ અહીં નક્કી કરવામાં આવી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">