Women’s T20 World Cup:16 વર્ષની શેફાલી વર્માએ ક્રિકેટ દિગ્ગજોના જીત્યા દિલ, સચિન- સેહવાગે કરી પ્રશંસા

ભારતના અને વિશ્વના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગે મહિલા ટીમની યુવા બેટ્સમેન શેફાલી વર્માની પ્રશંસા કરી છે. શેફાલી વર્માએ ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવેલા ટી-20 વિશ્વ કપમાં પોતાના હુનરથી લોકોને પ્રભાવિત કર્યા છે. આ 16 વર્ષની બેટ્સમેને ગુરુવારે ન્યૂઝીલેન્ડ વિરુધ્ધ મેચ રમી હતી. આ મેચમાં શેફાલીએ 34 બોલ પર 46 રન ફટકારી ટીમની જીતમાં મહત્વપૂર્ણ […]

Women’s T20 World Cup:16 વર્ષની શેફાલી વર્માએ ક્રિકેટ દિગ્ગજોના જીત્યા દિલ, સચિન- સેહવાગે કરી પ્રશંસા
Follow Us:
| Updated on: Feb 29, 2020 | 8:43 AM

ભારતના અને વિશ્વના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગે મહિલા ટીમની યુવા બેટ્સમેન શેફાલી વર્માની પ્રશંસા કરી છે. શેફાલી વર્માએ ઓસ્ટ્રેલિયામાં રમવામાં આવેલા ટી-20 વિશ્વ કપમાં પોતાના હુનરથી લોકોને પ્રભાવિત કર્યા છે. આ 16 વર્ષની બેટ્સમેને ગુરુવારે ન્યૂઝીલેન્ડ વિરુધ્ધ મેચ રમી હતી. આ મેચમાં શેફાલીએ 34 બોલ પર 46 રન ફટકારી ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ હતું. શેફાલીની આ ઈનિંગના દમ પર ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

https://twitter.com/TheShafaliVerma/status/1233261898851729408?s=20

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પોતાની ઈનિંગના કારણે શેફાલીને ‘મેન ઓફ ધ મેચ’ પસંદ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં તેણે વિશ્વ કપની ત્રણ મેચમાં કુલ 114 રન બનાવ્યા હતા. આ દરમિયાન યુવા ખેલાડીએ 172.72ની સ્ટ્રાઈક રેટથી સ્કોર બનાવ્યો હતો. વિશ્વ કપમાં આ પહેલા આટલી ઝડપી સ્ટ્રાઈક રેટમાં કોઈ બેટ્સમેને સ્કોર કર્યો નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શેફાલીએ શ્રેષ્ઠ ઈનિંગ રમી

સચિન તેંડુલકરે ટ્વીટ કરતા કહ્યું કે, વિશ્વ કપની સેમીફાઈનલ મેચમાં પહેલી ટીમ બનવા માટે મહાન કામ કર્યુ છે. આ એક રોમાંચક મેચ હતી, જેમાં આપણે દબાણની સ્થિતીમાં સારુ કર્યુ. શેફાલી વર્માને બીજી મહાન ઈનિંગ રમતા જોઈ સારુ લાગ્યું. ત્યારે શેફાલીએ જવાબ આપતા કહ્યું કે, હું ટીમના માટે મારુ યોગદાન આપતી રહીશ. તમારા શબ્દો અને સર્પોટ માટે ખૂબ ખૂબ આભાર.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શેફાલી વર્મા રોકસ્ટાર છે

ત્યારે વિરેન્દ્ર સેહવાગે ટ્વીટ કરતા કહ્યું કે, ‘વાહ ભાઈ વાહ’ છોકરીઓએ દબાણમાં શ્રેષ્ઠ રમત રમતા ન્યુઝલેન્ડને હરાવી ટી-20 વિશ્વ કપ સેમીફાઈનલમાં જગ્યા બનાવી. શેફાલી વર્મા રોકસ્ટાર છે. છોકરીઓનું કામ જોઈને આનંદ આવી રહ્યો છે. શેફાલીએ વિરેન્દ્ર સેહવાગનો આભાર વ્યકત કરતા કહ્યું કે તમારા શબ્દો માટે અને તમારો સર્પોટ જ કાફી છે મારા માટેસ ધન્યવાદ સર.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">