IND vs SA: વિરાટ કોહલી અને આર અશ્વિન ઇતિહાસ રચશે ! ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પાસે પણ નવો રેકોર્ડ બનાવવાની તક

|

Dec 20, 2021 | 9:44 PM

ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 8000 રન પૂરા કરવાથી માત્ર 199 રન જ દૂર છે. કોહલીના નામે હાલમાં 97 ટેસ્ટ મેચોમાં 7801 રન છે.

IND vs SA: વિરાટ કોહલી અને આર અશ્વિન ઇતિહાસ રચશે ! ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પાસે પણ નવો રેકોર્ડ બનાવવાની તક
R Ashwin, Cheteshwar Pujara, Virat Kohli (file photo)

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ (Team India) પોતાની તમામ મેચ પ્રેક્ષકો વિના રમવાની છે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં (South Africa) અત્યાર સુધી એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી અને આ વખતે તેની પાસે ઈતિહાસ રચવાની તક છે. માત્ર ટીમ જ નહીં પરંતુ ખેલાડીઓ પાસે પણ ઈતિહાસ રચવાની તક છે. તેમાંથી કેપ્ટન વિરાટ કોહલી (Captain Virat Kohli), ચેતેશ્વર પૂજારા (Cheteshwar Pujara), રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin)અને અજિંક્ય રહાણે (Ajinkya Rahane) જેવા દિગ્ગજ ખેલાડીઓ પાસે દક્ષિણ આફ્રિકામાં નવા રેકોર્ડ (New records) બનાવવાની તક છે. ચાલો તેમના રેકોર્ડ્સ પર એક નજર કરીએ.

ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 8000 રન પૂરા કરવાથી માત્ર 199 રન જ દૂર છે. કોહલીના નામે હાલમાં 97 ટેસ્ટ મેચોમાં 7801 રન છે. જો કોહલી ટેસ્ટ સિરીઝની ત્રણેય મેચ રમશે તો તેના નામે 100 ટેસ્ટ પણ થઈ જશે. વિરાટનું બેટ દક્ષિણ આફ્રિકામાં ઘણું બોલે છે. તેણે દક્ષિણ આફ્રિકામાં 55.80ની એવરેજથી 558 રન બનાવ્યા છે, જેમાં 2 સદીનો સમાવેશ થાય છે. વિરાટ જો દક્ષિણ આફ્રિકામાં સદી ફટકારશે તો તે તેની 71મી આંતરરાષ્ટ્રીય સદીની હશે.

પૂજારા અને રહાણે 1000 રન પૂરા કરશે
મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને ભૂતપૂર્વ વાઇસ-કેપ્ટન અજિંક્ય રહાણે ભલે સારા ફોર્મમાં ન હોય પરંતુ તેઓ બંને પાસે પણ દક્ષિણ આફ્રિકામાં પોતાનો આગવો વિક્રમ રચવાની સારી એવી તક છે. બંને ક્રિકેટરો પાસે સાઉથ આફ્રિકા સામે 1000 ટેસ્ટ રન પૂરા કરવાની તક છે. પૂજારાએ દક્ષિણ આફ્રિકા સામે 14 ટેસ્ટમાં 758 રન બનાવ્યા છે, જ્યારે રહાણેએ 748 રન બનાવ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રવિચંદ્ર અશ્વિન ડેલ સ્ટેઈનની ધરતી પર તેનો રેકોર્ડ તોડશે
અશ્વિન પાસે દક્ષિણ આફ્રિકામાં વિકેટ ક્ષેત્રે મોટો રેકોર્ડ બનાવવાની પણ તક છે. અશ્વિને અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 427 વિકેટ ઝડપી છે. આગામી ટેસ્ટ શ્રેણી દરમિયાન, તે રિચર્ડ હેડલી, રંગના હેરાથ અને કપિલ દેવ જેવા દિગ્ગજોને પાછળ છોડી શકે છે. અશ્વિન પાસે સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેનની 439 વિકેટને પાછળ છોડવાની તક છે. જો તે સિરીઝમાં 13 વિકેટ મેળવી લેશે તો તે સ્ટેઈનની ધરતી પર ડેલ સ્ટેઈન પાછળ છોડી દેશે.

આ પણ વાંચોઃ

IND vs SA: ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સાઉથ આફ્રિકા ક્રિકેટે લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચોઃ

ગુજરાતમાં મંગળવારે 8960 ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામ જાહેર થશે, સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત

Next Article