IND vs PAK: ભારતે સતત બીજી વખત પાકિસ્તાનને હરાવ્યું, મેચ 4-3થી જીતી, એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બ્રોન્ઝ મેળવ્યો

|

Dec 22, 2021 | 5:54 PM

ACT 2021: એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં જાપાન સામે અણધાર્યા પરાજય બાદ ભારતીય ટીમે આજે પુનરાગમન કર્યું અને બ્રોન્ઝ મેડલ જીત્યો. બંને ટીમો અગાઉ ગ્રુપ રાઉન્ડમાં સામસામે આવી હતી. ભારતે તે મેચ જીતી હતી.

IND vs PAK: ભારતે સતત બીજી વખત પાકિસ્તાનને હરાવ્યું, મેચ 4-3થી જીતી, એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં બ્રોન્ઝ મેળવ્યો
Indian hockey team defeated Pakistan.

Follow us on

એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની (Asian Hockey Champions Trophy) સેમીફાઈનલમાં જાપાન (Japan)સામે હાર બાદ ભારતીય ટીમે આજે પાકિસ્તાન (Pakistan) સામેની બ્રોન્ઝ મેડલ મેચમાં જોરદાર ફોર્મ દાખવીને વાપસી કરી હતી. ટીમ ઈન્ડિયાએ (Team India) ત્રીજા સ્થાન માટેની મેચમાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું હતું.અને બ્રોન્ઝ મેડલ (Bronze medal)પોતાના નામે કરી લીધો છે.

 

પ્રથમ ક્વાર્ટરમાં હરમનપ્રીતનો શાનદાર ગોલ
હરમનપ્રીતે મેચની બીજી મિનિટે શાનદાર ગોલ કર્યો હતો. ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો. આના પર હરમનપ્રીતે ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. જોકે, પાકિસ્તાને 10મી મિનિટે બાઉન્સ બેક કર્યું અને કાઉન્ટર એટેકમાં અફરાઝે શાનદાર ગોલ કર્યો. આ ગોલ સાથે સ્કોર 1-1ની બરાબરી પર આવી ગયો હતો.

બીજા ક્વાર્ટરમાં મેચ બરાબરી પર રહી હતી.
બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમને અનેક પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ ટીમ તેનો ફાયદો ઉઠાવી શકી નહીં. 22મી મિનિટે હરમનપ્રીતના શોટને પાકિસ્તાની ગોલકીપરે આસાનીથી રોકી દીધો હતો. આ સિવાય આકાશદીપ સિંહે પણ પાકિસ્તાની ડિફેન્સ પર વળતો હુમલો ચાલુ રાખ્યો હતો. જોકે તે ગોલ કરી શક્યો નહોતો. બીજા ક્વાર્ટરના અંતની થોડી સેકન્ડ પહેલા પેનલ્ટી કોર્નરને કારણે મેચ થોડીવાર માટે સ્થગિત કરવામાં આવી હતી.

ફિલ્ડ રેફરી ચુકાદો આપવામાં અસમર્થ હતા. આ પછી ટીવી રેફરીને ચુકાદો સંભળાવવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, ટીવી રેફરીએ નિર્ણયને બદલી નાખ્યો હતો અને હાફ ટાઈમ બાદ સ્કોર 1-1થી બરાબર થઈ ગયો હતો. ભારતે હવે બ્રોન્ઝ જીતવા માટે આગામી 30 મિનિટમાં શાનદાર રમત બતાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

ત્રીજા ક્વાર્ટરમાં ભારત-પાકિસ્તાનનો ગોલ
ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં પાકિસ્તાન તરફથી આક્રમક રમત દાખવવામાં આવી હતી. પાકિસ્તાનના અબ્દુલ રાણાએ પેનલ્ટી કોર્નર પરથી ગોલ કરીને પોતાની ટીમને 2-1ની સરસાઈ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરની સમાપ્તિની થોડી મિનિટો પહેલાં, ભારતે પણ શાનદાર વળતો હુમલો કર્યો. સુમિતે ભારત માટે બીજો ગોલ ફટકાર્યો અને સ્કોર 2-2થી બરાબર કરી દીધો. ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં સ્કોર 2-2ની બરાબરી પર હતો.

આ પણ વાંચોઃ

ICC Rankings: ન્યુઝીલેન્ડ સામે નિષ્ફળ રહેનાર વિરાટ કોહલી સાતમા ક્રમાકે ઘકેલાયો, રોહીત શર્મા પાંચમાં નબંરે યથાવત, બોલરોમાં આર અશ્વિન બીજા નંબરે

આ પણ વાંચોઃ

PAPER LEAK : પોલીસે વધુ ચાર આરોપીની અટકાયત, મુખ્ય આરોપીની ધરપકડ બાદ અન્યોના નામ ખુલ્યા, કુલ 18 આરોપીની અત્યારસુધી ધરપકડ

Published On - 5:20 pm, Wed, 22 December 21

Next Article