IND vs NZ: રાંચીમાં યોજાનારી મેચના આયોજન પર સંકટ ટળ્યું, ઝારખંડ હાઈકોર્ટે મેચ રદ કરવાની અરજીને ફગાવી દીધી

|

Nov 19, 2021 | 11:42 AM

રાંચીમાં રમાનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી મેચ પર જે કાળા વાદળો છવાયેલા હતા તે હવે દૂર થઈ ગયા છે અને હવે આ મેચ રમવા પર કોઈ ખતરો નથી.

IND vs NZ: રાંચીમાં યોજાનારી મેચના આયોજન પર સંકટ ટળ્યું, ઝારખંડ હાઈકોર્ટે મેચ રદ કરવાની અરજીને ફગાવી દીધી
Cricket Stadium

Follow us on

IND vs NZ:ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં તે હાલમાં યજમાન દેશ સાથે ત્રણ મેચની T20 શ્રેણી રમી રહી છે. સિરીઝની પ્રથમ મેચ જયપુરના સવાઈમાન સિંહ સ્ટેડિયમ (Sawaiman Singh Stadium)માં રમાઈ હતી જેમાં ભારતનો વિજય થયો હતો. હવે બીજી મેચ શુક્રવારે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (Jharkhand State Cricket Association)સ્ટેડિયમમાં રમાવાની છે.

આ મેચના આયોજન પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા હતા. આ મેચને રદ કરવા માટે ઝારખંડ હાઈકોર્ટ (jharkhand high court)માં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે વિનંતી કરી હતી કે, જો મેચ રદ ન થાય તો પણ કોરોના રોગચાળા (Corona epidemic)ને ધ્યાનમાં રાખીને માત્ર 50 ટકા દર્શકોને જ પ્રવેશ આપવામાં આવે. આ પીઆઈએલને ઝારખંડ હાઈકોર્ટે ગુરુવારે જ કોઈ નિર્દેશ આપ્યા વિના ફગાવી દીધી હતી.

અરજીકર્તાએ ભારત અને ન્યુઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની બીજી T20 મેચમાં સો ટકા દર્શકોના પ્રવેશ પર પ્રતિબંધની માંગ કરી હતી. આ એક આંતરરાષ્ટ્રીય મુદ્દો હોવાથી અને ક્રિકેટ મેચની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાથી મુખ્ય ન્યાયાધીશ ડૉ.રવિ રંજન અને ન્યાયમૂર્તિ સુજીત નારાયણ પ્રસાદની ડિવિઝન બેન્ચે કોઈપણ નિર્દેશ આપ્યા વિના અરજીને ફગાવી દીધી હતી.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

અરજદારે આ વાત કહી હતી

ઝારખંડ હાઈકોર્ટના એડવોકેટ ધીરજ કુમારે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના JSCA સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેની શ્રેણીની બીજી T20 મેચમાં દર્શકો માટે 100% બેઠકો ખોલવા સામે ઝારખંડ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે રાજ્યના મંદિરો, તમામ અદાલતો અને અન્ય કચેરીઓ પણ કોરોના સંક્રમણને લઈને 50 ટકા સ્ટાફ સાથે કામ કરી રહી છે, ત્યારે રાજ્ય સરકારે કયા નિયમ હેઠળ 100 ટકા ક્ષમતાવાળા ક્રિકેટ સ્ટેડિયમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે? અરજીમાં મેચ સ્થગિત કરવાની અથવા 100 ટકા ક્ષમતાવાળા સ્ટેડિયમના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. એડવોકેટે અરજી પર વહેલી સુનાવણી માટે કોર્ટમાં વિશેષ વિનંતી પણ કરી હતી.

ભારતનું લક્ષ્ય શ્રેણી કબજે કરવાનું છે

ભારતે જયપુરમાં પ્રથમ મેચ પાંચ વિકેટે જીતીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે ભારત રાંચીમાં રમાનાર બીજી મેચ જીતીને શ્રેણી કબજે કરવાનો પ્રયાસ કરશે. તે જ સમયે, ન્યુઝીલેન્ડની ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં 1-1થી વાપસી કરીને શ્રેણીમાં રહેવા ઈચ્છશે.

આ પણ વાંચો : IND vs NZ: વિરાટ કોહલીએ આરામ પળો માણવાની મોટી કિંમત ચુકવવી પડશે, નંબર વન નો મહત્વનો રેકોર્ડ પડ્યો ખતરામાં

Next Article