IND vs ENG: મોટેરા ટેસ્ટ પહેલા વિરાટ કોહલી પરસેવે રેબઝેબ થયો, ઇંગ્લેંડને પડકાર આપતી તસ્વીરો શેર કરી

|

Feb 21, 2021 | 8:36 AM

ચેન્નાઇમાં શરુઆતની બે ટેસ્ટ બાદ ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની શ્રેણી હાલમાં 1-1 થી બરાબરી પર છે. બંને ટીમો વચ્ચેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં રમાનારી છે. આ મેચ ડે નાઇટ ટેસ્ટ મેચ રમાનારી છે. બંને ટીમો જે મેચની તૈયારીઓમાં લાગી ચુકી છે.

IND vs ENG: મોટેરા ટેસ્ટ પહેલા વિરાટ કોહલી પરસેવે રેબઝેબ થયો, ઇંગ્લેંડને પડકાર આપતી તસ્વીરો શેર કરી
વિરાટ કોહલી હંમેશા પોતાની શાનદાર બેટીંગનો શ્રેય ફિટનેશને આપે છે.

Follow us on

ચેન્નાઇમાં શરુઆતની બે ટેસ્ટ બાદ ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની શ્રેણી હાલમાં 1-1 થી બરાબરી પર છે. બંને ટીમો વચ્ચેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં રમાનારી છે. આ મેચ ડે નાઇટ ટેસ્ટ મેચ રમાનારી છે. બંને ટીમો જે મેચની તૈયારીઓમાં લાગી ચુકી છે. વિરાટ કોહલી (Virat Kohli) એ પિંક બોલ ટેસ્ટ (Pink Ball Test) પહેલા જ પોતાની કેટલીક તસ્વીરોને સોશિયલ મિડીયા પર શેર કરી છે. સાથે જ એક તરફ થી ઇંગ્લેંડની ટીમને પડકાર પણ આપી દીધો છે કે, ટીમ ઇન્ડીયા (Team India) સિરીઝમા લીડ મેળવવા માટે તૈયાર છે.

આમ તો કોહલી એ અનેક વાર સોશિયલ મિડીયા પર પોતાની ફિટનેશનો વિડીયો શેર કરતો રહે છે. તેણે હાલમાં જ પોતાના વર્ક આઉટની તસ્વીરો શેર કરી છે અને બતાવ્યુ કે સફળતાનુ રાઝ આખરે શુ છે. વિરાટ ની બેટીંગ અને ફીલ્ડીંગના અભ્યાસ ની સાથે સાથે પોતાની ફિટનેશ પર પણ ખાસ ધ્યાન આપે છે. તે માટે તે કલાકો સુધી જીમમાં પરસેવો વહાવે છે.

વિરાટ કોહલીએ સોશિયલ મિડીયા પર પોતાના વર્કઆઉટના ફોટો શેર કર્યો હતો. જેમાં અનેક રીતની એક્સરસાઇઝ કરતો નજરે ચઢ્યો હતો. તેણે લખ્યુ હતુ, કે લગાતાર કોશિશ જ કામિયાબીની ચાવી છે. હંમેશાની માફક ફેન્સને તેની આ તસ્વીરો ખૂબ પસંદ આવી રહી છે. પહેલી તસ્વીરમાં વિરાટ ઓવરહેડ પ્રેસ એકસરસાઇઝ કરતો જોવા મળે છે. જેમાં તે બારબેલ રોડને પોતાના કોલર બોન પાસે ઉઠાવ્યો છે. બીજી તસ્વીરમાં તે ખૂબ જ શાંત અને ફોકસ નજરે આવી રહ્યો છે. આ ઉપરાંત ત્રીજી તસ્વીરમાં તે એબ રોલર સાથે જોવા મળી રહ્યો છે. વિરાટ કોહલી હંમેશા પોતાની શાનદાર બેટીંગનો શ્રેય ફિટનેશને આપે છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

https://twitter.com/imVkohli/status/1362800188851556353?s=20

વિરાટ કોહલી ને ક્રિકેટની દુનિયામાં પોતાની ફિટનેશને માટે જાણીતો છે. તેણે ટીમ ઇન્ડીયામાં ફિટનેશના સ્તરને વધારવા માટે મહત્વનો રોલ નિભાવ્યો છે. ચેન્નાઇમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડીયાએ ઇંગ્લેંડને 317 રનની કારમી હાર આપી હતી. આ મેચની બીજી ઇનીંગમાં કેપ્ટન કોહલીએ અશ્વિન સાથે મળીને 96 રનની ભાગીદારી રમત રમી હતી. આ દરમ્યાન કોહલીએ 149 બોલમાં 62 રન બનાવ્યા હતા.

Next Article