AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: વિરાટ કોહલીને કુલદિપ યાદવ પર ભરોસો નથી, ચેન્નાઈ ટેસ્ટમાંથી બહાર રાખતા એક્સપર્ટ ઓપિનિયન

અક્ષર પટેલ (Akshar Patel) ઈજાગ્રસ્ત થવાને લઈને તે પ્રથમ બે ટેસ્ટ મેચ માટે બહાર થઈ ગયો છે. આવામાં કુલદિપ યાદવ (Kuldip Yadav) માટે સોનેરી મોકો હતો પરંતુ ચેન્નાઈ ટેસ્ટમાં ભારતની અંતિમ ઈલેવનમાં સ્થાન અપાયુ નહોતુ.

IND vs ENG: વિરાટ કોહલીને કુલદિપ યાદવ પર ભરોસો નથી, ચેન્નાઈ ટેસ્ટમાંથી બહાર રાખતા એક્સપર્ટ ઓપિનિયન
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 05, 2021 | 8:15 PM
Share

અક્ષર પટેલ (Akshar Patel) ઈજાગ્રસ્ત થવાને લઈને તે પ્રથમ બે ટેસ્ટ મેચ માટે બહાર થઈ ગયો છે. આવામાં કુલદિપ યાદવ (Kuldip Yadav) માટે સોનેરી મોકો હતો પરંતુ ચેન્નાઈ ટેસ્ટમાં ભારતની અંતિમ ઈલેવનમાં સ્થાન અપાયુ નહોતુ. કુલદિપ યાદવ સ્થાન માટે રાહ જોતો રહી ગયો અને શાહબાજ નદિમ અને વોશિંગ્ટન સુંદરને તક મળી ગઈ હતી. સવાલ એ પણ થવા લાગ્યા કે આવુ કેમ થઈ થયુ. એક તરફ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) મેચના એક દિવસ પહેલા જ પ્રેસ કોન્ફરન્સમાં એમ કહે છે કે, તે તેના તમામ ખેલાડીઓનું મનોબળ વધારવા ઈચ્છે છે. પરંતુ કુલદિપ યાદવ સાથે થયુ તે જોઈને કોઈ પણ તેની વાત બંધબેસતી હોય એમ લાગતી નથી.

કુલદિપ યાદવને મોકો નથી મળ્યો જ્યારે રવિન્દ્ર જાડેજા અને અશ્વિન બંને ટીમમાં હોય ત્યારે હજુ પણ નથી મોકો મળી રહ્યો, જ્યારે જાડેજા અને અક્ષર પટેલ ટીમની બહાર થઈ ગયા છે. ક્રિકબઝની સાથેની વાતચીતમાં ક્રિકેટ એક્સપર્ટ હર્ષા ભોગલે (Harsha Bhogle)એ પણ તેના માટે બે ત્રણ કારણો ગણાવ્યા હતા. તેમના મુજબ સૌથી મોટુ કારણ કુલદિપ યાદવ પર વિરાટ કોહલીનો ભરોસો નહીં હોવુ ગણાવ્યુ હતુ. હર્ષા ભોગલેએ કહ્યુ હતુ કે, અક્ષર પટેલ નહીં હોવાથી ટીમનો બેટીંગ ઓર્ડર ગરબડ થયો છે. અશ્વિનની બેટીંગ એટલી સારી નથી. એટલા માટે જ કેપ્ટને વોશિંગ્ટન સુંદરને સ્થાન આપ્યુ હોઈ શકે છે. કારણ કે બેટીંગ ઓર્ડર ઠીક રહે તો વળી શાહબાઝ નદિમને શામેલ કરવાનું કારણ પણ શ્રીલંકાના ઓર્થોડોક્સ સ્પિનર એમ્બુલ્ડિનિયાનું ઈંગ્લેન્ડ સામેનું પ્રદર્શન હોઈ શકે.

જોકે ભોગલેએ કહ્યુ હતું કે, કુલદિપની નજરથી જોવામાં આવે તો આખીય ઘટના મનોબળ તોડવા વાળી હોઈ શકે છે. એવુ લાગે છે કે કેપ્ટન વિરાટ કોહલીને કુલદિપ પર ભરોસો નથી. ભારતના દિગ્ગજ ક્રિકેટ કોમેન્ટેટરે કહ્યુ હતુ કે બ્રિસબેનમાં જે રીતે સુંદર અને શાર્દુલે બેટીંગ કરી હતી તેને જોઈને ભારત 8 નંબર સુધી પોતાની બેટીંગ બરકરાર રાખી શકે છે. તેમણે કહ્યુ હતુ કે કુલદિપને પ્લેઈંગ ઈલેવનથી બહાર રાખવામાં આવ્યો હતો. કારણ કે તેના હોવાથી ટીમનું બેલેન્સ બગડી શકે છે. ભોગલેનું માનવુ છે કે, અક્ષર ટીમમાં સામેલ હોત તો કુદલીપની જગ્યા બની શકી હોત.

આ પણ વાંચો: JAMNAGAR: ભાજપમાંથી રાજીનામું આપનાર પૂર્વ કોર્પોરેટર કરસન કરમુર હવે ‘આપ’ ના

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">