IND vs ENG: રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ પાસે લીડ્સ ટેસ્ટમાં કપિલ દેવના આ રેકોર્ડને તોડવાનો છે મોકો

|

Aug 22, 2021 | 5:30 PM

અહીં વાત છે ટીમ ઇન્ડીયાના રોહિત શર્મા (Rohit Sharma) અને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah)ની. જ્યારે આ બે ખેલાડીઓ ત્રીજી ટેસ્ટમાં ઉતરશે ત્યારે તેમની સામે કપિલ દેવ (Kapil Dev) નો રેકોર્ડ હશે, જેને તેઓ તોડવા ઇચ્છશે.

IND vs ENG: રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ પાસે લીડ્સ ટેસ્ટમાં કપિલ દેવના આ રેકોર્ડને તોડવાનો છે મોકો
Jasprit Bumrah, Virat Kohli, Rohit Sharma

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે 5 ટેસ્ટ મેચોની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ લીડ્સ (Leeds) માં 25 ઓગષ્ટે રમાનારી છે. ભારત સિરીઝમાં હાલમાં 1-0 થી આગળ છે. જોકે અહીં વાત ટીમ ઇન્ડીયાની હાર અને જીતની નહી, પરંતુ રોહિત શર્મા (Rohit Sharma) અને જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) ની થઇ રહી છે. આ બંને ખેલાડી જ્યારે ત્રીજી ટેસ્ટમાં ઉતરશે તો તેમની સામે કપિલ દેવ (Kapil Dev) નો એ રેકોર્ડ હશે, જેને તેઓ પોતાના નામે કરવા ઇચ્છશે.

હવે તમે કહેશો કે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવનો એવો રેકોર્ડ શું છે. જે હિટમેન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બંને તોડવા તેની પાછળ છે. તો અમે તમને જણાવી દઈએ કે અહીં તે એક રેકોર્ડની વાત નથી. પરંતુ ભૂતપૂર્વ ઝડપી બોલરના બે રેકોર્ડની વાત થઇ રહી છે. તેમાંથી એક રેકોર્ડ ટેસ્ટ ક્રિકેટમાં સિક્સર સાથે સંબંધિત છે. જ્યારે બીજો રેકોર્ડ સૌથી ઝડપી 100 ભારતીય વિકેટ લેનાર ભારતીય ઝડપી બોલર તરીકેની છે.

એક સિક્સર લગાવતા જ રોહિત શર્મા કપિલ દેવથી આગળ નિકળી જશે

કપિલદેવે 131 ટેસ્ટની 184 ઇનિંગ્સમાં 2831 રન બનાવ્યા છે. જેમાં 61 સિક્સરનો સમાવેશ થાય છે. સૌથી વધુ સિક્સર ફટકારનારા ભારતીયોમાં તે સેહવાગ, ધોની અને સચિન પછી ચોથા નંબરે છે. રોહિત શર્મા પણ 41 ટેસ્ટની 70 ઇનિંગ્સમાં 61 સિક્સર ફટકારીને કપિલ દેવના આંકને સમાંતર છે. હવે આવી સ્થિતિમાં જો તે લીડ્સ ટેસ્ટમાં વધુ એક છગ્ગો ફટકારશે, તો તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ભારતીયોમાં કપિલ દેવને પાછળ છોડી દેશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કપિલ દેવના રેકોર્ડથી માત્ર 5 વિકેટ દુર છે બુમરાહ

કપિલ દેવ ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટ લેનાર સૌથી ઝડપી ભારતીય બોલર છે. તેણે આ કમાલ 25 ટેસ્ટમાં કર્યો હતો. જસપ્રિત બુમરાહ પાસે હવે કપિલ દેવનો આ રેકોર્ડ તોડવાની સોનેરી તક છે, જેનાથી તે માત્ર 5 વિકેટ દૂર છે. બુમરાહે અત્યાર સુધીમાં 22 ટેસ્ટમાં 95 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં જો તે લીડ્સમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં 5 વિકેટ લેશે તો કપિલ દેવનો રેકોર્ડ તૂટી જશે. જો બુમરાહ લીડ્સમાં આ પરાક્રમ ન કરી શકે, તો તેને ઓવલ ખાતે રમાનારી ચોથી ટેસ્ટમાં પણ આ તક મળશે.

 

આ પણ વાંચોઃ Hardik Pandya: હાર્દિક પંડ્યા IPL 2021 અને T20 વિશ્વકપમાં બોલીંગ કરશે ? ભારતીય કોચ દ્વારા આવ્યું અપડેટ

આ પણ વાંચોઃ Raksha Bandhan : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રક્ષાબંધનનો તહેવાર આ રીતે ઉજવી રહ્યા છે, જુઓ Photos

Next Article