Hardik Pandya: હાર્દિક પંડ્યા IPL 2021 અને T20 વિશ્વકપમાં બોલીંગ કરશે ? ભારતીય કોચ દ્વારા આવ્યું અપડેટ

હાર્દિક પંડ્યા (Hardik Pandya) છેલ્લા 2 વર્ષથી પીઠની સમસ્યાથી પીડાઇ રહ્યો છે. જેને લઇને તે નિયમીત રુપે બોલીંગ કરવાથી દુર રહે છે, જેનુ નુકશાન ટીમ ઇન્ડીયા (Team India)એ ઉઠાવવુ પડી રહ્યુ છે.

Hardik Pandya: હાર્દિક પંડ્યા IPL 2021 અને T20 વિશ્વકપમાં બોલીંગ કરશે ? ભારતીય કોચ દ્વારા આવ્યું અપડેટ
Hardik Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 4:27 PM

UAE માં IPL 2021 અને ત્યારબાદ T20 વિશ્વકપ (ICC T20 World Cup 2021) રમાનાર છે. જેને લઇને વિશ્વભરના ખેલાડીઓ BCCI ના આયોજન હેઠળની ટૂર્નામેન્ટમાં રમશે. ખેલાડીઓ પણ IPL દરમ્યાન વિશ્વકપને લઇને તૈયારીઓ કરી લેશે. આ દરમ્યાન સૌથી વધારે નજર હાર્દિક પંડ્યા (Hardik Pandya) પર રહી શકે છે. હાર્દિક પંડ્યા બેટીંગના મામલામાં કેટલાક સમયથી સફળ નથી રહ્યો. જ્યારે બોલીંગના મામલામાં હવે NCA ના કોચ પારસ મહામ્બ્રે (Paras Mhambrey) એ આશા દર્શાવી છે.

તેઓનુ માનવુ છે કે, હાર્દિક પંડ્યા નિયમીત બોલીંગ કરી શકશે. શ્રીલંકાથી પરત ફરવા બાદ હાર્દિક પંડ્યા નેશનલ ક્રિકેટ એકડમીમાં અન્ય ખેલાડીઓ સાથે ફિટનેશનમાં જોડાયો હતો. જયા તેનુ નિરીક્ષણ કરી રહેલા બોલીંગ કોચ મહામ્બ્રે એ આશા દર્શાવી છે. તેમની માનવું છે કે, હાર્દિક પંડ્યા જલ્દીથી નિયમીત બોલીંગ કરી શકશે.

તેઓએ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે, હાર્દિકના મામલામાં અમે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. હું એ વાતને લઇને દબાણ નહી આપુ કે કેટલી ઓવર બોલીંગ કરવી છે. તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે, કે કેટલુ જોર નાંખવાની જરુર છે. અમે ધીરે ધીરે તેને તૈયાર કરવાનો રહેશે. વિશ્વકપ આવનાર છે અને અમે જાણીએ છીએ કે, તે આપણાં માટે કેટલી મહત્વની ભૂમિકા નિભાવશે. માટે જ તેનો કાર્યભાર યોગ્ય રીતે મેનેજ કરવો જરુરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

IPL માં બોલીંગનો ભરોસો

ભારતીય ટીમની સાથે શ્રીલંકા પ્રવાસ પર મહામ્બ્રે પણ ગયા હતા. તેઓએ સાથે જ એ પણ કહ્યુ કે, IPL દ્વારા ખ્યાલ આવશે કે હાર્દિક બોલીંગ માટે કેટલો તૈયાર છે. તેઓ કહ્યુ, જે પ્રકારે હું જોઇ રહ્યો છુ કે, મને લાગે છે કે તે IPL માં બોલીંગ કરશે. આઇપીએલ પ્રથમ પગલુ છે. કદાચ ફ્રેન્ચાઇઝી નક્કી કરશે કે તેને કેવી રીતે ઉપયોગ કરવો છે, તેનાથી ઘણાં ખરાં અંશે નક્કી થશે કે, વિશ્વકપ માટે તૈયારી કેવી છે.

શ્રીલંકા પ્રવાસ પર નાંખી હતી કેટલીક ઓવર

હાર્દિક પંડ્યા હાલમાં જ ટીમ ઇન્ડીયા સાથે શ્રીલંકા પ્રવાસે ગયો હતો. જ્યાં તેણે વન ડે અને T20 સિરીઝમાં હિસ્સો લીધો હતો. હાર્દિક પંડ્યાએ તે સિરીઝમાં કેટલીક ઓવર બોલીંગ કરી હતી. જોકે તેની પીઠની સમસ્યાને લઇને ખતરો ખૂબ રહ્યો હતો.

આ પહેલા હાર્દિકે પાછળના વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર અને બાદમાં માર્ચમાં ઇંગ્લેન્ડ સામે ઘરેલુ સિરીઝમાં કેટલીક ઓવર કરી હતી. જોકે ત્યાર બાદ તેની ફીટનેસની સમસ્યા સામે આવી હતી. ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી અનેકવાર કહી ચુક્યા છે કે, હાર્દિકને બોલીંગ કરવાનુ સંતુલન આવડે છે. એવામાં હાર્દિક પુરી કોશિષમાં લાગ્યો છે.

આ પણ વાંચોઃ Raksha Bandhan : ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ રક્ષાબંધનનો તહેવાર આ રીતે ઉજવી રહ્યા છે, જુઓ Photos

આ પણ વાંચોઃ FIA: હૈદરાબાદમાં f4 રેસિંગ ચેમ્પિયનશીપનુ આજે ઉદ્ઘાટન, ભારતમાં કાર રેસને લોકપ્રિય બનાવવા પ્રયાસ, વધુ ચાર શહેરમાં યોજાશે સ્પર્ધા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">