IND vs ENG: રોહિત શર્માએ ચોથી મેચ દરમ્યાન T20 ક્રિકેટમાં આ ખાસ ઉપલબ્ધી હાંસલ કરી, જાણો

|

Mar 18, 2021 | 8:21 PM

ટીમ ઈન્ડીયા (Team India)ના ઉપકપ્તાન રોહિત શર્મા (Rohit Sharma)એ ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ચોથી T20 મેચમાં ખાસ ઉપલબ્ધી હાંસલ કરી છે.

IND vs ENG: રોહિત શર્માએ ચોથી મેચ દરમ્યાન T20 ક્રિકેટમાં આ ખાસ ઉપલબ્ધી હાંસલ કરી, જાણો
Rohit Sharma

Follow us on

ટીમ ઈન્ડીયા (Team India)ના ઉપકપ્તાન રોહિત શર્મા (Rohit Sharma)એ ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ચોથી T20 મેચમાં ખાસ ઉપલબ્ધી હાંસલ કરી છે. રોહિત શર્માએ T20 ક્રિકેટમાં પોતાના 9,000 રન પુરા કર્યા છે. આ સાથે જ ભારત તરફથી રમતા આમ કરનારો તે બીજો ખેલાડી છે. હિટમેન રોહિત શર્મા અગાઉ 9,000 રનના આંકને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)એ પાર કર્યો છે. રોહિત શર્મા 12 રન કરીને જોફ્રા આર્ચરના બોલ પર આઉટ થયો હતો.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

T20 ક્રિકેટમાં અત્યાર સુધીમાં વિશ્વના 8 બેટ્સમેનો 9 હજાર રન બનાવી શક્યા છે. ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યુ હતુ. ભારતની ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં બે બદલાવ કર્યા હતા. ઈશાન કિશનના સ્થાન પર સૂર્યકુમાર યાદવને ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે યુઝવેન્દ્ર ચહલના સ્થાન પર રાહુલ ચાહર રમી રહ્યો છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈંગ્લેન્ડ પાંચ મેચોની T20 શ્રેણીમાં 2-1થી આગળ છે. ભારતે સિરીઝમાં બની રહેવા માટે આ મેચને જીતવી જરુરી છે.

 

આ પણ વાંચો: IND vs ENG: આંકડા જોઈને ટીમમાં ખેલાડીને પસંદ કરવો અને બહાર કરવાની રમતને લઈને સહેવાગે આપી આવી સલાહ

Next Article