Ind vs Eng : રોહીત-ધવનની ઓપનિગ જોડીએ હેડન-ગિલક્રિસ્ટની ઓપનિગ જોડીને પાછળ છોડી

Niyati Trivedi

|

Updated on: Mar 29, 2021 | 12:44 PM

Ind vs Eng : શિખર ઘવન અને રોહીત શર્માની ઓપનિગ જોડીએ, ગઈકાલે ઈગ્લેન્ડ સામે પહેલી વિકેટ માટે કરેલી 107 રનની ભાગીદારીએ નવો વિક્રમ રચ્યો છે. ઓસ્ટ્રેલિયાની એક સમયની ઘુઆધાર ઓપનીગ જોડી ગણાતી એડમ ગીલક્રિસ્ટ અને હેડને કરેલી પહેલી વિકેટની ભાગીદારીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Ind vs Eng : રોહીત-ધવનની ઓપનિગ જોડીએ હેડન-ગિલક્રિસ્ટની ઓપનિગ જોડીને પાછળ છોડી
Rohit sharma and Shikhar Dhawan

Follow us on

Ind vs Eng :  શિખર ધવન અને રોહિત શર્માની ઓપનીગ જોડીએ એક ખાસ ઉપલબ્ધિ હાસલ કરી છે. ઇંગલેન્ડ વિરુધ્ધ ત્રીજી વન-ડેમાં રોહિત અને ધવને પહેલી વિકેટ માટે 103 રનની પાર્ટનરશિપ કરી. વન-ડેમાં ઓપનર તરીકે આ બંનેની આ 17મી શતકની પાર્ટનરશિપ છે. રોહિત-ધવને આ મામલે હેડન-ગિલક્રિસ્ટની ઓસ્ટ્રેલિયાયી જોડીને પાછળ છોડી દીધી છે.

ત્રીજી વન-ડેમાં ઇંગલેન્ડે ફરી એક વખત ટૉસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રિત કર્યુ.રોહિત શર્મા (37) અને શિખર ધવને (67) 103 રન જોડીને ભારતને શાનદાર જીત અપાવી છે. રોહિત-ધવનની જોડીના નામે 110 વખત પાર્ટનરશીપ થઇ છે અને 4978 રન થઇ ચૂક્યા છે. આ દરમ્યાન બંનેએ 15 શતક અને 17 અર્ધશતકની પાર્ટનરશિપ કરી છે.

મૈથ્યુ હેડન અને એડમ ગિલક્રિસ્ટની જોડીએ 114 વખતની પાર્ટનરશીપમાં   48.39ની એવરેજથી 5372 રન કર્યા હતા. આ દરમ્યાન હેડન-ગિલક્રિસ્ટે 16 સદી અને 29 અર્ધશતકની પાર્ટનરશીપ કરી છે. સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની સલામી જોડીએ વન-ડેમાં સૌથી વધારે શતકીય પાર્ટનરશીપ કરી છે. તેંડુલકર-ગાંગુલીની જોડીએ 136 વખત પાર્ટનરશીપ કરીને 49.32ની એવરેજથી 6609 રન બનાવ્યા છે. આ દરમ્યાન 21 શતકીય અને 23 અર્ધશતકીય પાર્ટનરશીપ કરી છે.

રોહિત શર્મા અને શિખર ધવનની જોડીએ ઓવરઓલ વન-ડે ક્રિકેટમાં 5000 રન પૂર્ણ કરી લીધા છે. આ ઉપલબ્ધિ હાસિલ કરવાવાળી આ સાતમી જોડી છે. બંનેએ હવે 112વખતની પાર્ટનરશીપમાં 45.25ની એવરેજથી 5,023રન બનાવ્યા છે.

વન-ડે + ઇન્ટરનેશનલમાં 5000 +રનની પાર્ટનરશીપ 

8227 સચિન તેંડુલકર -સૌરવ ગાંગુલી

5992 કુમાર સંગકારા- મહેલા જયવર્ધને

5475 તિલકરત્ને દિલશાન-કુમાર સંગકારા

5462 સનથ જયસૂર્યા- મર્વન અટ્ટાપટુ

5409 એડમ ગિલક્રિસ્ટ – મૈથ્યુ હેડન

5206 ગ્રૉડન ગ્રીનીઝ – ડેસમંડ હેન્સ

5023 રોહિત શર્મા – શિખર ધવન

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati