IND vs ENG: ભારતને 36નો આંકડો યાદ કરાવ્યો, તો જો રુટને 58ના આંકડાથી વળતો જવાબ આપ્યો, જાણો

|

Feb 24, 2021 | 9:44 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં રમાનારી છે. બુધવાર થી ત્રીજી ટેસ્ટ ની રમત શરુ થશે, ત્રીજી ટેસ્ટ મેચમાં બધાની નિગાહે એ વાત પર ટકી રહેશે કે, પિંક બોલનો સામનો કઇ રીતે બંને ટીમો કરશે.

IND vs ENG: ભારતને 36નો આંકડો યાદ કરાવ્યો, તો જો રુટને 58ના આંકડાથી વળતો જવાબ આપ્યો, જાણો

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં રમાનારી છે. બુધવાર થી ત્રીજી ટેસ્ટ ની રમત શરુ થશે, ત્રીજી ટેસ્ટ મેચમાં બધાની નિગાહે એ વાત પર ટકી રહેશે કે, પિંક બોલનો સામનો કઇ રીતે બંને ટીમો કરશે. જો રુટ (Joe Root) એ ગત સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન અંતિમ પિંક બોલ ટેસ્ટ (Pink Ball Test) માં ટીમ ઇન્ડીયા 36 રન પર ઓલ આઉટ થયાની વાતને યાદ કરાવી હતી. જોક હવે તેને લઇને બીજા દિવસે જો રુટના આ નિવેદન પર ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પલટવાર કર્યો હતો.

કોહલીએ કહ્યુ હતુ કે, એડિલેડમાં ઓસ્ટ્રેલીયા સામે પુરી ટીમ 36 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. જે એક અનુભવ હતો, તેને દાગ નથી સમજવામાં આવતો. એક સત્રમાં ઓલઆઉટ થતા પહેલા તેમની ટીમ એ પહેલા બે દિવસ સારી ક્રિકેટ રમી હતી. તેમણે કહ્યુ હતુ કે, આ રીતે ઇંગ્લેંડ પણ પોતાની પાછળની પિંક બોલ ટેસ્ટમાં 58 રન કરીને આઉટ થઇ હતી. અમદાવાદમાં તેના થી કોઇ ફર્ક નથી પડનારો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ચાર મેચોની ટેસ્ટ સિરીઝ હાલમાં 1-1 થી બરાબરી પર છે. ત્રીજી ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ના રુપ થી પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારત જો ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં પહોંચવા માંગતુ હોય તો, કોઇ પણ સંજોગોમાં આ સિરીઝ જીતવી જરુરી છે.

Next Article