AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ક્વોરન્ટાઇ હેઠળ રુમમાં પુરાઇ રહેલા ખેલાડીઓ તાલીમ માટે મેદાનમાં પહોંચ્યા

ઇંગ્લેંડ સામે 4 મેચોની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમે (Team India) અંતિમ તૈયારીઓ સોમવારે સાંજ થી શરુ કરી દીધી છે. ચેન્નાઇમાં હોટલમાં ક્વોરન્ટાઇ થયેલી ટીમ પ્રથમ વાર એમએ ચિદમ્બરમ સ્ટેડીયમ (MA Chidambaram Stadium) માં હળવી તાલીમ શરુ કરી હતી.

IND vs ENG: ક્વોરન્ટાઇ હેઠળ રુમમાં પુરાઇ રહેલા ખેલાડીઓ તાલીમ માટે મેદાનમાં પહોંચ્યા
Team India
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 01, 2021 | 11:25 PM
Share

ઇંગ્લેંડ સામે 4 મેચોની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમે (Team India) અંતિમ તૈયારીઓ સોમવારે સાંજથી શરુ કરી દીધી છે. ચેન્નાઇમાં હોટલમાં ક્વોરન્ટાઇ થયેલી ટીમ પ્રથમ વાર એમએ ચિદમ્બરમ સ્ટેડીયમ (MA Chidambaram Stadium) માં હળવી તાલીમ શરુ કરી હતી. ભારતીય ટીમએ સોમવારે સાંજના સમયે પોતાનુ નિર્ધારિત ક્વોરન્ટાઇન પુર્ણ કર્યુ હતુ અને ટીમના તમામ ખેલાડીઓનો કોરોના રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો. જેના બાદ ટીમને શરુઆતની ટ્રેનીંગની છુટ મળી હતી. ઇંગ્લેંડ (England) ની ટીમને પણ મંગળવારથી તાલીમ માટેની મંજૂરી મળી ગઇ છે.

બીસીસીઆઇ એ એક નિવેદન પણ આ અંગે જારી કરી ને બતાવ્યુ હતુ કે, ભારતીય ટીમએ ચેન્નાઇમાં સોમવારે પોતાની ક્વોરન્ટાઇન અવધી પૂર્ણ કરી દીધી છે. નિયમીત અંતરાલ પર તેમના કોરોના અંગે ત્રણ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા, જે નેગેટીવ આવ્યા હતા. સોમવારે સાંજે પોતાની પ્રથમ આઉટડોર સેશનની શરુઆત કરી હતી. મંગળવારથી નેટ્સ ટ્રેનીંગ શરુ કરશે.

ટીમ ઇન્ડીયાના તમામ સ્ટાર ખેલાડીઓ ચિદંમબરમ સ્ટેડીયમમાં પ્રેકટીશ કરી હતી. ભારતીય સ્ટેડીયમમાં એક વર્ષની રાહ જોયા બાદ ટીમ ઇન્ડીયાના ખેલાડી જોવા મળ્યા હતા. આ પહેલા ગત માર્ચ માસમાં સાઉથ આફ્રિકા સામે વન ડે મેચ દરમ્યાન ટીમના ખેલાડી મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ તે મેચ રમી શકાઇ નહોતી.

આ દરમ્યાન ઇંગ્લેંડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડએ પણ તેના ખેલાડીઓને કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હોવાની જાણકારી આપી હતી. જે ટેસ્ટ રવિવારે કરવામાં આવ્યો હતો. ઇંગ્લીંશ ટીમ મંગળવારે પોતાની ટ્રેનીંગની શરુઆત કરશે, જોકે ટીમના ત્રણ ખેલાડી બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને રોરી બર્નસે એક દિવસ અગાઉ થી જ ટ્રેનીંગ કરી ચુક્યા છે.

g clip-path="url(#clip0_868_265)">