Ind vs Eng: ચોથી ટેસ્ટની પ્લેંઈંગ ઇલેવનમાં ખાસ કોઇ બદલાવ નહી, બુમરાહનાં ખાલી સ્થાન પર સિરાજને તક

|

Mar 04, 2021 | 9:37 AM

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ સિરીઝની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં આજે રમાઇ રહી છે. આ પહેલા બંને ટીમોએ પોતાની પ્લેયીંગ ઇલેવન (Playing XI) નુ એલાન ટોસ ઉછાળવાની સાથે જ કરી દીધુ હતુ.

Ind vs Eng: ચોથી ટેસ્ટની પ્લેંઈંગ ઇલેવનમાં ખાસ કોઇ બદલાવ નહી, બુમરાહનાં ખાલી સ્થાન પર સિરાજને તક
ઇંગ્લેંડ એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી છે.

Follow us on

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચેની ટેસ્ટ સિરીઝની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદમાં આજે રમાઇ રહી છે. આ પહેલા બંને ટીમોએ પોતાની પ્લેયીંગ ઇલેવન (Playing XI) નુ એલાન ટોસ ઉછાળવાની સાથે જ કરી દીધુ હતુ. ભારતીય ટીમમાં જસપ્રિત બુમરાહ (Jaspreet Bumrah) ની ખાલી પડેલા સ્થાનને મહંમદ સિરાજ (Mohammad Siraj) ને લઇને ભરવામાં આવ્યુ છે. જ્યારે ઇંગ્લેંડની ટીમમાં પણ બે બદલાવ કરવામાં આવ્યા છે. ઇંગ્લેંડની ટીમમાંથી જોફ્રા આર્ચર (Joffra Archer) અને બ્રોડ ને બહાર રખાયા છે. ઇંગ્લેંડ એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી છે.

ચાર ટેસ્ટ મેચોની શ્રેણીમાં ભારત હાલમાં 2-1 થી આગળ છે. ભારતીય ટીમે જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમવી હશે તો, ચોથી ટેસ્ટમાં હારને તેણે ટાળવી પડશે. માત્ર ડ્રો સાથે જ ટીમ ઇન્ડીયા ફાઇનલ મેચમાં સ્થાન બનાવી શકશે. એટલે કે અમદાવાદની મેચ થી લોર્ડઝની ટીકીટ મેળવી શકશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જોવામાં આવે તો ભારતીય ટીમ એ ચોથી ટેસ્ટ મેચમાં કોઇ બદલાવ કર્યો નથી. માત્ર બુમરાહની રજાને લઇને ખાલી પડેલા સ્થાનને ભરપાઇ કર્યુ છે. બુમરાહ એ પોતાના વ્યક્તિગત કારણ દર્શાવીને બીસીસીઆઇ થી અંતિમ ટેસ્ટ મેચમાં થી રજા માંગી હતી. તેની રજાને બીસીસીઆઇ એ મંજૂર રાખી હતી અને જેને લઇને ટીમમાં તેનુ સ્થાન ખાલી પડ્યુ હતુ. જોકે આશા હતી કે બુમરાહના સ્થાન પર ઉમેશ યાદવને સ્થાન મળી શકે છે, પરંતુ કેપ્ટન કોહલીએ સિરાજના વર્તમાન ફોર્મ પર દાવ લગાવ્યો છે.

ભારતીય ટીમઃ રોહિત શર્મા શુભમન ગીલ, વિરાટ કોહલી (કેપ્ટન), ચેતેશ્વર પુજારા, અજીંક્ય રહાણે, ઋષભ પંત, આર અશ્વિન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર. ઇશાંત શર્મા અને મહંમદ સિરાજ.

 

Next Article