IND vs ENG: કૃણાલ પંડ્યાએ ડેબ્યુ મેચમાં જ ફિફટી ફટકારીને રેકોર્ડ નોંધાવ્યો, ડેબ્યૂટન્ટ તરીકે સૌથી ઝડપી ફીફટી

|

Mar 23, 2021 | 10:30 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની સિરીઝમાં પ્રથમ વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં કૃણાલ પંડ્યા (Krunal Pandya)ને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો હતો.

IND vs ENG: કૃણાલ પંડ્યાએ ડેબ્યુ મેચમાં જ ફિફટી ફટકારીને રેકોર્ડ નોંધાવ્યો, ડેબ્યૂટન્ટ તરીકે સૌથી ઝડપી ફીફટી
Krunal Pandya

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની સિરીઝમાં પ્રથમ વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં કૃણાલ પંડ્યા (Krunal Pandya)ને ડેબ્યુ કરવાનો મોકો મળ્યો હતો. કૃણાલ પંડ્યાએ પોતાની ડેબ્યુ વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં એક ખાસ વિશ્વ વિક્રમ (World Record) નોંધાવ્યો છે. કૃણાલ પંડ્યાએ 26 બોલમાં અર્ધ શતક લગાવ્યુ હતુ. આ સાથે જ તેણે પોતાની ડેબ્યુ મેચમાં જ સૌથી ઝડપી અર્ધશતક ફટકારનારો ખેલાડી બની ગયો છે. કૃણાલે ફીફટી ફટકારતા જ બેટને સૌ પહેલા આકાશ તરફ ઉંચું કરીને પોતાના પિતાને યાદ કર્યા હતા. થોડાક સમય અગાઉ જ કૃણાલ અને હાર્દિક (Hardik Pandya)ના પિતાનું અવસાન થયુ હતુ. કૃણાલ પંડ્યાએ 31 બોલમાં 58 રન બનાવીને અણનમ રહ્યો હતો.

 

તેણે કે એલ રાહુલ સાથે મળીને શતકીય ભાગીદારી નોંધાવી હતી. ભારતે 205 રનના સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ 50 ઓવરમાં પાંચ વિકેટ પર 317 રનનો સ્કોર ઈંગ્લેન્ડ સામે ખડક્યો હતો. કેએલ રાહુલે અણનમ 43 બોલમાં 62 રન કર્યા હતા.આ બંને ખેલાડીઓ ઉપરાંત શિખર ધવને પણ 98 રનની ઈનીંગ રમી હતી. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ 56 રનની ઈનીંગ રમી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

https://twitter.com/pandey_sauhard/status/1374334372426309633?s=20

 

ભારતની શરુઆત ખૂબ ધીમી રહી હતી. રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ 15 ઓવરમાં 64 રન કર્યા હતા. રોહિતે 28 રન બનાવીને વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલીને શિખર ધવન સાથે મળીને રનની ગતીને વધારી હતી. વિરાટ કોહલી અને શિખર ધવન વિકેટ બાદ શ્રેયસ ઐયર પણ સસ્તામાં આઉટ થયો હતો. તેણે માત્ર 6 રન બનાવ્યા હતા, હાર્દિક પંડ્યા પણ ખાસ કંઈ કર્યુ નહોતુ. જો કે ત્યારબાદ કે એલ રાહુલ અને કૃણાલ પંડ્યાએ મળીને ટીમ ઈન્ડીયાને 300 રનની પાર પહોંચાડ્યુ હતુ.

 

 

આ પણ વાંચો: IND vs ENG: ઈંગ્લેન્ડ 251 રનમાં ઓલઆઉટ, ભારતનો પ્રથમ વન-ડેમાં 66 રને શાનદાર વિજય

Next Article