IND vs ENG: ઈંગ્લેન્ડ 251 રનમાં ઓલઆઉટ, ભારતનો પ્રથમ વન-ડેમાં 66 રને શાનદાર વિજય

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની સિરીઝમાં પ્રથમ વન ડે આંતરરાષ્ટ્રીય મેચ પુણે (Pune)માં રમાઈ રહી છે. પ્રથમ બેટીંગ કરીને ટીમ ઈન્ડીયા (Team India)એ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરી હતી.

IND vs ENG: ઈંગ્લેન્ડ 251 રનમાં ઓલઆઉટ, ભારતનો પ્રથમ વન-ડેમાં 66 રને શાનદાર વિજય
Team India
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 23, 2021 | 9:46 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની સિરીઝમાં પ્રથમ વન ડે આંતરરાષ્ટ્રીય મેચ પુણે (Pune)માં રમાઈ રહી છે. પ્રથમ બેટીંગ કરીને ટીમ ઈન્ડીયા (Team India)એ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતેને પ્રથમ બેટીંગ કરવા માટે નિમંત્રણ આપ્યુ હતુ. ભારતે 5 વિકેટ ગુમાવીને 50 ઓવરના અંતે 317 રન કર્યા હતા. શિખર ધવને (Shikhar Dhawan) 98 રનની રમત રમી હતી, જ્યારે કૃણાલ પંડ્યા (Krunal Pandya)એ ધુંઆધાર રમત રમીને અર્ધશતક લગાવ્યુ હતુ. ભારતે મેચને જબરદસ્ત રીતે બોલીંગ પ્રદર્શન કરીને જીત મેળવી છે. આમ ભારત વન ડે શ્રેણીમાં 1-0થી આગળ થઈ ચુક્યુ છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ઈંગ્લેન્ડની બેટીંગ ઈંગ્લીશ ટીમની ઓપનરોએ ધુંઆધાર શરુઆત કરી હતી. શરુઆતની 15 ઓવરમાં જ ભારતીય બોલરોને જાણે કે એક રીતે ધુલાઈ કરતી બેટીંગ કરી હતી. ઈંગ્લેન્ડના ઓપનરોએ 14.2 ઓવરમાં જ 135 રનની ભાગીદારી રમત રમી હતી. પ્રથમ વિકેટ ઓપનર જેસન રોયના સ્વરુપમાં ઈંગ્લેન્ડે ગુમાવી હતી. ત્યારબાદ બેન સ્ટોકની પણ વિકેટ ઝડપથી ગુમાવતા એક સમયે મજબુત સ્થિતીમાં આવી ચુકેલુ ઈંગ્લેન્ડ લડખડાવા લાગ્યુ હતુ. જેસન રોયે 35 બોલમાં 46 રન બનાવ્યા હતા.

જ્યારે જોની બેયરીસ્ટોએ 66 બોલમાં 94 રન કર્યા હતા. તેણે 7 છગ્ગા લગાવ્યા હતા, જ્યારે 6 ચોગ્ગા લગાવ્યા હતા. કેપ્ટન ઈયોન મોર્ગન પણ 22 રન કરીને આઉટ થયા હતા. આમ ઈંગ્લેંડનો મિડલ ઓવર એક બાદ એક નિષ્ફળ જવા લાગતા જ ઈંગ્લીશ ટીમ જીતની બાજીને હાથમાંથી સરકતી જોવી પડી હતી અને આખરે ઓલઆઉટ થવાની નોબત આવી હતી.

ભારતની બોલીંગ ડેબ્યુ કરનાર ઝડપી બોલર કૃષ્ણા પ્રસિધ્ધાએ શરુઆતમાં તો ખૂબ રન લુટાવ્યા હતા. પરંતુ બાદમાં તેણે કરકસર ભરી બોલીંગ કરીને એક મેઈડન ઓવર સાથે 54 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરે પણ મિડલ ઓર્ડરને ઉખાડતી બોલીંગ કરી હતી, તેણે 3 વિકેટ ઝડપી હતી. કૃણાલ પંડ્યાએ 1 વિકેટ ઝડપી હતી. તેણે પણ શરુઆતમાં ખૂબ રન લુટાવ્યા હતા અને તે બાદમાં શાનદાર બોલીંગ કરી દર્શાવી હતી. ભૂવનેશ્વર કુમારે શરુઆતથી જ કરકસર ભરી બોલીંગ કરી હતી અને તેણે 9 ઓવરમાં માત્ર 30 રન આપ્યા હતા. તેને 2 વિકેટ ઝડપી હતી.

ભારતીય બેટીંગ

ભારતે બેટીંગ માટે મેદાને ઉતરતા જ મક્કમતા પૂર્વક ઈંગ્લેન્ડ સામે સ્કોર બોર્ડને આગળ વધ્યુ હતુ. શિખર ધવન બે રન માટે શતક ચૂક્યો હતો. તેણે એક શાનદાર રમત દર્શાવી હતી. પ્રથમ વિકેટ માટે ટીમ ઈન્ડીયાના ઓપનરો રોહિત શર્મા અને શિખર ધવને 64 રનની ભાગીદારી 15 ઓવર દરમ્યાન કરી હતી. ભારતે ઓપનર રોહિત શર્માના સ્વરુપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. રોહિત શર્મા 42 બોલમાં 28 રન કરીને બેન સ્ટોક્સના બોલ પર બટલરના હાથે કેચ આઉટ થયો હતો.

ત્યારબાદ ત્રીજા ક્રમે વિરાટ કોહલી મેદાને આવતા ધવન અને કોહલીએ સ્કોર બોર્ડને ફરતુ રાખ્યુ હતુ, બંનેએ 105 રનની ભાગીદારી રમત રમીને ઈંગ્લેન્ડના બોલરોને સંઘર્ષની સ્થિતીમાં મુકી દીધા હતા. કોહલીએ 56 રન રમીને માર્ક વુડના બોલ પર વિકેટ ગુમાવી હતી. શ્રેયસ ઐયર 6 રન કરીને આઉટ થયો હતો. એક સમયે સ્કોરબોર્ડ ઝડપથી ફરતુ હતુ, પરંતુ કોહલી, ઐયાર અને શિખર ધવનની વિકેટો પડતા ધીમુ પડ્યુ હતુ. શિખર ધવન 98 રન બનાવીને બેન સ્ટોક્સના બોલ પર કેપ્ટન ઈયોન મોર્ગનના હાથે કેચ આઉટ ઝડપાયો હતો.

ડેબ્યુ મેચમાં જ કૃણાલ પંડ્યાએ પોતાના સમાવેશને પુરવાર કરતી રમત રમી હતી. કૃણાલે આવીને ધીમા પડેલા સ્કોરને ઝડપથી આગળ વધારી 26 બોલમાં 50 રન ફટકાર્યા હતા. T20માં ફ્લોપ રહેલા કેએલ રાહુલે પણ 4 છગ્ગા સાથે શાનદાર બેટીંગ કરીને અર્ધશતક ફટકાર્યુ હતુ. કૃણાલ પંડ્યા 58 અને રાહુલ 62 રન સાથે અણનમ રહ્યા હતા.

ઈંગ્લેન્ડની બોલીંગ

શરુઆતમાં ઈંગ્લેન્ડની ટીમને વિકેટ મેળવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. બોલરોએ આ માટે સતત પ્રયાસ બાદ પ્રથમ વિકેટ 16 ઓવરની શરુઆતમાં મેળવી શકાઈ હતી. જો કે ત્યારબાદ પણ બીજી વિકેટને મેળવવા માટે આટલી જ લાંબી રાહ જોવી પડી હતી. બેન સ્ટોક્સ ઈંગ્લેન્ડ તરફથી સફળ બોલર રહ્યો હતો. તેણે 8 ઓવર કરીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. શિખર ધવન અને રોહિત શર્માને પણ તેણે પેવેલિયન મોકલ્યા હતા. માર્ક વુડે 2 વિકેટ ઝડપી હતી. બેન સ્ટોક્સ અને સેમ કુરને કરકસર ભરી બોલીંગ કરી હતી.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">