AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: કોહલીનો ખુલાસો, ઈંગ્લેન્ડ સામેની રણનિતીક ટીમ મિટીંગમાં પણ ખેડૂત આંદોલનનો મુદ્દો ચર્ચાયો

ખેડૂત આંદોલન (farmer protest) હાલના સમયમાં ભારત સહિત પુરા વિશ્વમાં હવે ચર્ચાનો વિષય બની ગયો છે. બોલીવુડથી લઈને ક્રિકેટ સુધીના તમામ દિગ્ગજ ખેલાડીઓએ, વિદેશી હસ્તીઓ દ્વારા આંદોલનને લઈને કરાતા ટ્વીટ પર નારાજગી દર્શાવી રહ્યા છે.

IND vs ENG: કોહલીનો ખુલાસો, ઈંગ્લેન્ડ સામેની રણનિતીક ટીમ મિટીંગમાં પણ ખેડૂત આંદોલનનો મુદ્દો ચર્ચાયો
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 04, 2021 | 11:57 PM
Share

ખેડૂત આંદોલન (farmer protest) હાલના સમયમાં ભારત સહિત પુરા વિશ્વમાં હવે ચર્ચાનો વિષય બની ગયો છે. બોલીવુડથી લઈને ક્રિકેટ સુધીના તમામ દિગ્ગજ ખેલાડીઓએ, વિદેશી હસ્તીઓ દ્વારા આંદોલનને લઈને કરાતા ટ્વીટ પર નારાજગી દર્શાવી રહ્યા છે. દેશના આંતરિક મામલામાં દખલ દેવાને લઈને ફટકાર લગાવતી નારાજગી વ્યક્ત થવા લાગી છે. સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને વિરાટ કોહલી (Virat Kohli)એ પણ દેશને એક જૂટ રહેવા માટે અપીલ કરી હતી.

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. ત્યારે આ દરમ્યાન વિરાટ કોહલીએ બતાવ્યુ હતુ કે, ટીમ મિટીંગ (Team Meeting) દરમ્યાન પણ ખેલાડીઓએ ખેડૂત આંદોલનને લઈને ચર્ચા કરી હતી. વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા કહ્યુ હતુ કે, દેશમાં ચાલી રહેલી તમામ બાબતો પર અમે ટીમની બેઠકમાં ચર્ચા કરી હતી. તમામે પોત પાતાની વાત રાખી હતી કે તેમણે શુ કરવુ છે. એટલુ જ છે કે, સંક્ષેપમાં વાત થઈ હતી, જેના બાદમાં ટીમ અને મેચને લઈને રણનિતી પર વાત કરવામાં આવી હતી.

પોપ સ્ટાર રિહાનાના ટ્વીટ બાદ વિરાટ કોહલીએ ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, અસહમતીના સમયમાં એકજૂટતા બનાવી રાખશો. ખેડૂત દેશના અભિન્ન અંગ છે અને મને વિશ્વાસ છે કે બધા પક્ષો વચ્ચે સહમતિથી કોઈ હલ નિકળી આવશે. કોહલી ઉપરાંત સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી સહિત અનેક ક્રિકેટરોએ જેને લઈને ટ્વીટ કર્યુ હતું.

ભારતમાં પાછલા કેટલાક સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે. નવા કૃષિ કાયદાને લઈને આ આંદોલન ચાલી રહ્યુ છે. ગત 26 જાન્યુઆરીએ ખેડૂતોએ નવી દિલ્હીમાં ટ્રેકટર રેલી યોજી હતી. જે દરમ્યાન હિંસા પણ થઈ હતી. દિલ્હીમાં અનેક સ્થળે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવી પડી હતી. આ પુરા મામલામાં પોપ સ્ટાર રિહાના, સ્વિડીશ જલવાયુ પરિવર્તન કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કર્યુ હતુ.

આ પણ વાંચો: Farmers Protest: ખેડૂત નેતા રાકેશ ટિકૈતની આંદોલનને તીવ્ર બનાવવા માટે નવી ફોર્મ્યુલા

g clip-path="url(#clip0_868_265)">