IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડ સામે 6 વિકેટે 156 રન કર્યા, ઓપનીંગ જોડી નિષ્ફળ રહી

|

Mar 16, 2021 | 9:05 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં T20 શ્રેણીની આજે ત્રીજી મેચ રમાઈ રહી છે.

IND vs ENG: ભારતે ઈંગ્લેન્ડ સામે 6 વિકેટે 156 રન કર્યા, ઓપનીંગ જોડી નિષ્ફળ રહી
Virat Kohli-Hardik Pandya

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં T20 શ્રેણીની આજે ત્રીજી મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. ભારતે બેટીંગની શરુઆત નબળી કરી હતી અને જેને લઈને ભારત ફરી એકવાર ઈંગ્લેન્ડ સામે મર્યાદિત સ્કોર કર્યો હતો. વિરાટ કોહલી (Virat Kohli)એ ચોથા ક્રમે બેટીંગ માટે આવીને ઈનીંગને સંભાળી હતી. ઋષભ પંત (Rishabh Pant) લયમાં રમવા દરમ્યાન જ રન આઉટ થયો હતો. ઈંગ્લેન્ડનો માર્ક વુડ (Mark Wood) બોલીંગ આક્રમણ કરીને ભારતીય બેટ્સમેનો પર ભારે રહ્યો હતો. કોહલી 77 રન કરીને અણનમ રહ્યો હતો.

 

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ભારતની બેટીંગ ઈનીંગ
ભારતીય ટીમે ત્રીજી ઓવરમાં જ 7 રનના સ્કોર પર જ ઓપનર કેએલ રાહુલની વિકેટ ગુમાવી હતી. કેએલ રાહુલ ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો, તે સતત બીજીવાર શૂન્યમાં વિકેટ ગુમાવી બેઠો હતો. માર્ક વુડે તેને ક્લીન બોલ્ડ કરી પેવેલીયન પરત મોકલ્યો હતો. ત્યારબાદ રોહિત શર્મા પણ ઝડપથી વિકેટ ગુમાવી બેઠો હતો. તેણે પાંચમી ઓવરમાં માર્ક વુડના બોલ પર જોફ્રા આર્ચરને કેચ આપી બેસતા વિકેટ ગુમાવી હતી. રોહિત શર્માએ 15 રન કર્યા હતા. આમ 20 રન સ્કોર પર જ ભારતે 2 વિકેટ ગુમાવી દીધી હતી.

 

ઈશાન કિશન પણ 4 રન કરીને આઉટ થતાં એક સમયે ભારતે 24 રનના સ્કોર પર જ 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આમ ભારતીય બેટીંગ લાઈન દબાણની સ્થિતીમાં આવી ચુકી હતી. વિરાટ કોહલીએ ચોથા ક્રમે મેદાનમાં આવીને સ્થિતીને સંભાળી હતી. કોહલીએ શરુઆતમાં રક્ષણાત્મક રમત દાખવ્યા બાદ, આક્રમક બેટીંગ કરી હતી. કોહલીએ 46 બોલમાં 77 રન ફટકાર્યા હતા. તેણે 4 છગ્ગા અને 8 ચોગ્ગા લગાવ્યા હતા. ઋષભ પંતે પણ 25 રન કરીને તેને સાથ આપવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તે રન આઉટ થયો હતો. હાર્દિક પંડ્યાએ નોટઆઉટ 17 રન કર્યા હતા.

 

ઈંગ્લેન્ડની બોલીંગ

માર્ક વુડે આજે ઈંગ્લેન્ડ તરફથી જબરદસ્ત દેખાવ કર્યો હતો. તેણે બંને ભારતીય ઓપનરોને ઝડપથી પેવેલિયન પરત મોકલ્યા હતા. તેણે 4 ઓવર દરમ્યાન 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. કેએલ રાહુલને વુડે શૂન્ય પર જ ક્લીન બોલ્ડ કરી દીધો હતો. જ્યારે રોહિત શર્મા અને શ્રેયસ ઐયરને પણ કેચ આઉટ કરાવી વિકેટ ઝડપી હતી. ક્રિસ જોર્ડને 4 ઓવરમાં એક ઓવર મેઈડન કરી હતી, તેને 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદે પણ કસીને બોલીંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 26 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ હાથ લાગી શકી નહોતી. જોફ્રા આર્ચર પણ 4 ઓવર માં 32 રન આપ્યા હા, જોકે તેને પણ વિકેટ મેળવવામાં સફળતા મળી શકી નહોતી.

Published On - 8:57 pm, Tue, 16 March 21

Next Article