AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: જો રુટની રમત મજબુત હતી, તે બોલરોની જાળમાં ફસાય તેવી રમત નહોતો રમતોઃ ગાવાસ્કર

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીના પહેલા બે દિવસ મહેમાન ટીમના નામે હતા. પહેલા દિવસે સદી સાથે અણનમ રહેલા, ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Jo Root) એ બીજા દિવસે ડબલ સદી ફટકારી હતી. 218 રન બનાવીને તેની 100 મી ટેસ્ટ મેચને યાદગાર બનાવી.

IND vs ENG: જો રુટની રમત મજબુત હતી, તે બોલરોની જાળમાં ફસાય તેવી રમત નહોતો રમતોઃ ગાવાસ્કર
Sunil Gavaskar
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 07, 2021 | 9:48 AM
Share

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીના પહેલા બે દિવસ મહેમાન ટીમના નામે હતા. પહેલા દિવસે સદી સાથે અણનમ રહેલા, ઇંગ્લેંડના કેપ્ટન જો રુટ (Jo Root) એ બીજા દિવસે ડબલ સદી ફટકારી હતી. 218 રન બનાવીને તેની 100 મી ટેસ્ટ મેચને યાદગાર બનાવી. દરમ્યાન ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ નેતા સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) આ ઇંગ્લેડના કેપ્ટનની રમતને કોઇને જાળમાં ના ફસાય તેવી ગણાવી હતી.

ગાવસ્કરે એક કોલમમાં લખતા કહ્યું કે રૂટને તેની 100 મી ટેસ્ટમાં ડબલ સદી ફટકારતો નિહાળવો એ અદભૂત હતું. તે આત્મવિશ્વાસ સાથે તે ક્રીઝ પર ગયો તે પણ જોવા લાયક હતો. જો કોઈ બેટ્સમેન તેની છેલ્લી બે ટેસ્ટમાં સદી ફટકારી હોય તો તેનો આત્મવિશ્વાસ ભરપુર હોય છે. રુટ હવે મજબૂત હતો અને કોઈ પણ જાળમાં ન આવે તેવો. ઇંગ્લિશ કેપ્ટન શરૂઆતથી જ બેટની વચ્ચે બોલ રમી રહ્યો હતો. તે ગેપ શોધવા લાગ્યો હતો, જે તેની ટીમના ઓપનર કરીના શક્યા.

ત્રીજી વિકેટ માટે 200 રનની વિશાળ ભાગીદારી બુમરાહ દ્વારા યોર્કર બોલ સિબ્લી ને ફેંકવાની સાથે સમાપ્ત થઈ. સિબ્લીએ કેપ્ટનની જેમ ભાગીદારી રમત રમતા સ્માર્ટ બેટિંગ કરી. તેણે તેની ઉંચાઇનો ઉપયોગ કરીને ટર્ન લઇ રહેલા બોલને રમ્યો. જો ભારતે શ્રેણીમાં જીત સાથે શરૂઆત કરવી હોય તો પ્રથમ દાવમાં, ઇંગ્લેન્ડને 600 થી ઓછા સ્કોર પર રોકી દેવું પડશે. છેલ્લી વખત બંને ટીમો એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે સામ-સામે મળી હતી, ત્યારે પ્રથમ ઇનિંગ્સમાં 477 રન બનાવ્યા બાદ પણ ઇંગ્લેન્ડની ટીમ હારી ગઈ હતી.

ચેન્નાઇ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન જો રૂટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બીજા દિવસની રમતના અંત સુધી ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 8 વિકેટે 555 રન બનાવ્યા હતા. કેપ્ટન રૂટે 377 બોલમાં 218 રન બનાવ્યા. આ સિવાય ડોમ સિબ્લીએ 87 અને બેન સ્ટોક્સે 82 રન બનાવ્યા હતા.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">