AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ચેન્નાઇની પિચ પર હવે લોકલ બોયઝ પર આવતીકાલ માટે આશા, હજુ 321 રનથી દુર

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દીવસની રમત ખતમ થઇ ગઇ છે. ત્રીજા દિવસની રમત સમાપ્ત થવા પર ભારતે 6 વિકેટે 257 રન પર પ્રથમ પારીમાં બનાવ્યા છે. જોકે હજુ પણ ઇંગ્લેંડ થી 321 રન દુર છે.

IND vs ENG: ચેન્નાઇની પિચ પર હવે લોકલ બોયઝ પર આવતીકાલ માટે આશા, હજુ 321 રનથી દુર
ચોથા દિવસે લોકલ હિરોથી મોટી પારી અને ભાગીદારીની આશા રહેશે.
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 07, 2021 | 9:43 PM
Share

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દીવસની રમત ખતમ થઇ ગઇ છે. ત્રીજા દિવસની રમત સમાપ્ત થવા પર ભારતે 6 વિકેટે 257 રન પર પ્રથમ પારીમાં બનાવ્યા છે. જોકે હજુ પણ ઇંગ્લેંડથી 321 રન દુર છે. ત્રીજા દિવસે લોકલ બોયઝ ગણાતા અશ્વિન (Ashwin) અને વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ક્રિઝ પર અણનમ રહ્યા હતા. અશ્વિન 8 રન બનાવીને અને સુંદર 33 રન બનાવીને રમતમાં છે. ભારતને હવે ચોથા દિવસે લોકર હિરોથી મોટી પારી અને ભાગીદારીની આશા રહેશે. આ બંને બેટ્સમેન ચોથા દિવસે જેટલી વાર રમશે એનાથી ભારત માટે મેચમાં વાપસીની રાહ સરળ બની રહેશે.

આ પહેલા ભારતે આજે ઇંગ્લેંડએ બાકી બચેલી બે વિકેટ પહેલા કલાકમાં જ ઝડપી લીધી હતી. ત્રીજા દિવસે ઇંગ્લેંડે બે વિકેટ ગુમાવવા સાથે 23 રન જોડ્યા હતા. ટીમનો સ્કોર આમ ઇંગ્લેંડે 578 રને પહોંચ્યો હતો. ઇંગ્લેંડ એ બીજા દિવસે પોતાનો સ્કોર 8 વિકેટે 555 રનથી આગળ વધાર્યો છે.

ઇંગ્લેંડ ના 578 રનના જવાબમાં મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડીયા (Team India) ની પ્રથમ પારી સારી રહી નહોતી. અહી સુધી કે તેના ટોપ ઓર્ડરના 4 બેટ્સમેનોએ વધારે કંઇ કર્યુ નહોતુ. ઓપનિંગ વિકેટ માટે રોહિત શર્મા અને શુભમન ગીલ ફક્ત 19 રન જ જોડી શકી હતી. ઓપનીંગ જોડીને જોફ્રા આર્ચરએ તોડી નાંખી હતી. તેણે 6 રનના વ્યક્તિગત સ્કોર પર જ રોહિત શર્માને આઉટ કરી દીધો હતો. ત્યાર બાદ શુભમન ગીલ અને ચેતેશ્વર પુજારા વચ્ચે ભાગીદારી બનવા લાગી હતી પરંતુ તેને પણ જોફ્રાએ તોડી દીધી. ગીલ 29 રન બનાવીને જ શિકાર બની ગયો હતો.

ગીલના ગયા બાદ વિરાટ કોહલી એ મુશ્કેલ સ્થિતીને બહાર લાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ ક્રિઝ પર 65 મિનીટ અને 48 બોલ રમવા બાદ ફક્ત તે 11 રન જ બનાવી શક્યો હતો. વિરાટ ને ઇંગ્લેંડના સ્પિનર ડોમ બેઝે તેને શિકાર બનાવ્યો હતો. બેઝ વિરાટની વિકેટ મળવાથી ખુશ હતો પરંતુ અજીંક્ય રહાણેની વિકેટ મળવાથી તેની ખુશી બેવડાઇ ગઇ હતી. આગળની ઓવરમાં જ તેણે રહાણેની વિકેટ ઝડપી હતી.

ભારતની ચાર વિકેટ પડી ચુકી હતી, સ્કોર બોર્ડ પર રન જોડ્યા હતા માત્ર 73 રન. પુજારા એક છેડા પર અડીખમ રહ્યો હતો, તેને બીજે છેડેથી સહારો નહોતો મળી રહ્યો. એવામાં તેનો સાથ નિભાવવા માટે ઋષભ પંતે જવાબદારી નિભાવી હતી. પંત અને પુજારાએ સાથે મળીને પાંચમી વિકેટ માટે 119 રન જોડ્યા હતા. ભારતનો સ્કોર આમ 200 ની પાર પહોંચી ગયો હતો. આ દરમ્યાન બંને બેટ્સમેનોએ પોતાના અર્ધ શતક પુરા કર્યા હતા.

જ્યારે ભારતના માટે બધુ જ સારુ થવા લાગ્યુ તો ઇંગ્લેંડનો બેઝ ફરી એકવાર ત્રાતકટતા પુજારાને 73 રન બનાવીને શિકાર કર્યો હતો. પુજારાના જવા બાદ પંત પણ વધારે સમય ટકી શક્યો નહોતો. તે 9 રન માટે જ પોતાનુ શતક ચુકી ગયો હતો. 91 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. પંતનો શિકાર પણ ડોમ બેઝ એ કર્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">