IND vs ENG: હાર્દિક પંડ્યાનો ડાઈવ લગાવી કેચ કરતો વીડિયો થયો વાયરલ, મોટેરામાં પ્રેકટીસ દરમ્યાન કેચ કર્યો હતો

|

Feb 28, 2021 | 6:01 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ચોથી અને અંતિમ મેચ અમદાવાદ (Ahmedabad)માં રમાનારી છે.

IND vs ENG: હાર્દિક પંડ્યાનો ડાઈવ લગાવી કેચ કરતો વીડિયો થયો વાયરલ, મોટેરામાં પ્રેકટીસ દરમ્યાન કેચ કર્યો હતો
Hardik Pandya

Follow us on

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ચોથી અને અંતિમ મેચ અમદાવાદ (Ahmedabad)માં રમાનારી છે. આગામી ચાર મેચથી અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ (Narendra Modi Stadium) ખાતે મેચ રમાશે. ત્રીજી ટેસ્ટ મેચમાં જીતીને ટીમ ઈન્ડીયા (Team India)ના ખેલાડી રિલેક્સ મુડમાં નજર આવી રહ્યા છે તો વળી હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ પોતાની રમત પર ખૂબ મહેનત કરી રહ્યો છે. હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહી છે, તે હવામાં લાંબી છલાંગ લગાવીને કેચ પકડતો હોવાનો વીડિયોમાં જોવા મળ્યો હતો.

 

હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડની સામે રમાઈ રહેલી ચારેય ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતીય ટીમનો હિસ્સો છે. પરંતુ તેને ચાર પૈકી રમાઈ ચુકેલ ત્રણમાંથી એક પણ મેચમાં અંતિમ ઈલેવનમાં રમવાનો મોકો મળ્યો નથી. ઓસ્ટ્રેલીયા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ઓલરાઉન્ડર ને તેની પીઠની સર્જરીને લઈને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નહોતો. હાર્દિક પોતાની ફિટનેસ અને રમત પર સતત કામ કરી રહ્યો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર અવાર નવાર શેર કરતો રહે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

https://twitter.com/Jitendar_Paviya/status/1365893880068014080?s=20

 

તાજેતરમાં જ હાર્દિકના પિતાનું નિધન થયુ હતુ. જેને લઈને તેણે થોડાક સમય અગાઉ પિતાને યાદ કરીને એક ખૂબ જ ભાવુક પોષ્ટ લખી હતી. ઓસ્ટ્રેલીયાની સામે રમાયેલી વન-ડે અને ટી20 શ્રેણીમાં પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. આગામી 12મી માર્ચથી ઈંગ્લેંડ સામે શરુ થતી T20 સિરીઝને લઈને ફેન્સને હાર્દિકની ધમાકેદાર ઈનીંગ જોવાની ઉત્કંઠા હશે.

 

આ પણ વાંચો: ICC: ટેસ્ટ રેન્કીંગમાં અશ્વિન ટોપ-3માં સામેલ, ત્રણ ભારતીયો ટોપ-10માં સામેલ

Next Article