AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: આજે ચેન્નાઇમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ, બંને ટીમો ફોર્મમાં

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે આજથી ચાર ટેસ્ટ મેચની સિરીઝ શરુ થઇ રહી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ આજે ચેન્નાઇમાં શરુ થનારી છે. જ્યારે અંતિમ બંને ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે.

IND vs ENG: આજે ચેન્નાઇમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ, બંને ટીમો ફોર્મમાં
ભારતીય ટીમ ને ચેન્નાઇ ટેસ્ટ માટે ફેવરીટ ટીમ તરીકે જોવામં આવે છે.
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 05, 2021 | 8:13 AM
Share

ભારત અને ઇંગ્લેંડ (India vs England) વચ્ચે આજથી ચાર ટેસ્ટ મેચની સિરીઝ શરુ થઇ રહી છે. સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ આજે ચેન્નાઇમાં શરુ થનારી છે. જ્યારે અંતિમ બંને ટેસ્ટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઇન્ડીયા (Team India) ઓસ્ટ્રેલીયાને તેના ઘરમાં જ 2-1 થી ટેસ્ટ શ્રેણી જીતી ચુક્યુ છે. જ્યારે ઇંગ્લેંડ હાલમાં જ શ્રીલંકાને 2-0 થી હરાવી ચુક્યુ છે. આમ બંને ટીમોના હોંસલા બુલંદ છે અને બંને ટીમો આજથી શરુ થતી ટેસ્ટમાં લય સાથે પ્રદર્શન રજૂ કરશે. ભારતીય ટીમને ચેન્નાઇ ટેસ્ટ માટે ફેવરીટ ટીમ તરીકે જોવામં આવે છે, જોકે ઇંગ્લેંડના પણ વિદેશ પ્રવાસના રેકોર્ડ પણ સારા રહ્યા છે.

પેટરનિટી લીવ પરથી વિરાટ કોહલી (Virat Kohli) પરત ફરીને ટીમ સાથે જોડાઇ ગયો છે. ઓસ્ટ્રેલીયા સામે ત્રણ ટેસ્ટ મીસ કર્યા બાદ વિરાટ કોહલી આજે કેપ્ટનશીપની નિયમીતતા સંભાળશે. કોહલીના આગમન સાથે ભારતીય બેટીંગ લાઇન હવે ખૂબ જ સંતુલીત લાગી રહી છે. ઓસ્ટ્રેલીયામાં શાનદાર દેખાવ કરનારા શુભમન ગીલ રોહીત શર્મા સાથે રમતા જોવા મળી શકે છે. ઋષભ પંત પણ ફરીથી વિકેટકીપીંગ કરતો જોવા મળી શકે છે.

ભારતીય બોલીંગ આક્રમણ પણ આ સમયે ખૂબ જ મજબુત લાગી રહ્યુ છે. જસપ્રિત બુમરાહ સાથે ઇશાંત શર્મા અને મહંમદ સિરાજ બંને વિકલ્પ મજબુત છે. રવિન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં વોશીંગ્ટન સુંદર અને અક્ષર પટેલ પણ સારા વિકલ્પ મોજૂદ છે. ચૈન્નાઇની પીચને ધ્યાને રાખીને ત્રણ સ્પિનર ટીમમાં સામેલ રહી શકે છે.

ઇંગ્લેંડની ટીમને જોકે મેચ પહેલા જ મોટો ઝ઼ટકો લાગ્યો છે. તેના ટોપ ઓર્ડર બેટ્સમેન જેક ક્રાઉલી ઇજા પામ્યો છે. તે પ્રથમ બે ટેસ્ટ માટે ટીમની બહાર થઇ ગયો છે. તેના સ્થાન પર ઓલી પોપને સામેલ કરવામાં આવ્યો છે. ઇંગ્લેંડની બેટીંગ મોટે ભાગે કેપ્ટન જો રુટ અને બેન સ્ટોક્સ પર નિર્ભર કરશે. ભારતને ચેન્નાઇ ના મેદાન પર ટક્કર આપવા માટે રોરી બર્ન્સ અને અન્ટ ટોપ ઓર્ડરે પણ પ્રદર્શન શ્રેષ્ઠ દાખવવુ પડશે.

સંભવિત પ્લેઇંગ ઇલેવન

ભારતઃ રોહિત શર્મા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજીંક્ય રહાણે, ઋષભ પંત, વોશિંગ્ટન સુંદર/અક્ષર પટેલ, આર અશ્વિન, કુલદિપ યાદવ, ઇશાંત શર્મા/મહંમદ સિરાજ અને જસપ્રિત બુમરાહ.

ઇંગ્લેંડઃ રોરી બર્ન્સ, ડોમ સિબલી, જો રુટ, ડેન લોરિન્સ/ઓલી પોપ, બેન સ્ટોક્સ, જોસ બટલર, મોઇન અલી, જોફ્રા આર્ચર, જેક લીચ, ડોમ બેસ, જેમ્સ એંડરસન/સ્ટુઅર્ટ બ્રોડ

g clip-path="url(#clip0_868_265)">