IND vs ENG: ઇંગ્લેન્ડના ખેલાડીઓની બેઇમાન કરતૂત, સ્પાઇક્સથી બોલને ખરાબ કરતા કેમરામાં ઝડપાયા!

|

Aug 15, 2021 | 10:03 PM

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે લોર્ડ્સ ટેસ્ટના ચોથા દિવસે રમત રોમાંચક ટર્નીગ પર પહોંચી ગઇ છે, ભારતે સસ્તામાં પોતાની બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ પુજારા અને રહાણે બંને પિચ પર જામી પડ્યા હતા.

IND vs ENG: ઇંગ્લેન્ડના ખેલાડીઓની બેઇમાન કરતૂત, સ્પાઇક્સથી બોલને ખરાબ કરતા કેમરામાં ઝડપાયા!
England players ball tampering

Follow us on

ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે લોર્ડઝ ટેસ્ટ (Lord’s Test) દરમ્યાન મોટો વિવાદ સર્જાય એમ લાગી રહ્યુ છે. મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડના ફિલ્ડર્સ બોલને શૂઝ ના સ્પાઇક્સ થી ખરાબ કરી રહ્યા હોય એવો વિડીયો સામે આવ્યો છે. મેચ દરમ્યાન ટીવી પર આ વિડીયો જોવા મળ્યો હતો. જોકે તે સ્પષ્ટ નથી થઇ શક્યુ કે, બોલ સાથે છેડછાડ કરનાર ખેલાડી કોણ હતુ. કારણ કે વિડીયોમાં માત્ર શૂઝ જ જોવા મળી રહ્યા છે.

જોકે તેમાં દેખાઇ રહ્યુ છે કે, પીળા સોલ ધરાવતા એક ખેલાડીએ શૂઝના નીચે બોલને દબાવ્યો હતો. હકીકતમાં બોલના સ્વિંગ માટે થઇ ને તેની સાથે છેડછાડ કરવામાં આવતી હોય છે. ઇંગ્લેન્ડ તરફ થી પણ જોકે આ જ પ્રકારની કોશિશ કરવામાં આવતી હોવાનુ દેખાયુ છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

ઇંગ્લેન્ડ ના ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે જોકે જાણકારી આપી હતી કે, વિડીયોમાં માર્ક વુડ અને રોરી બર્ન્સ છે. બ્રોડ ટેસ્ટ સિરીઝ થી બહાર થઇ ચુક્યો છે. તે લોર્ડઝ ટેસ્ટમાં કોમેન્ટ્રી કરી રહ્યો છે. તેણે બોલને શૂઝની નીચે દબાવવાની ઘટનાનો બચાવ પણ કર્યો હતો. તેણે ટ્વીટ કરીને એ પણ બતાવ્યુ કે, માર્ક વુડ બોલને રોરી બર્ન્સના પગની નીચે થી કાઢવા ઇચ્છતો હતો પરંતુ ચુકી ગયો હતો. આ બધુ એક્સીડેન્ટલી થયુ હતુ. તેણે સાથે જ કહ્યુ હતુ કે, ઘટનાના સ્ક્રિન શોટ લેવાના બદલે પુરો વિડીયો જોવામાં આવે.

મેટ રેફરી અને અંપાયર કરતા હોય છે બોલની તપાસ

દરમ્યાનમાં મેચના લાઇવ પ્રસારણ માટે કોમેન્ટ્રી કરી રહેલા હર્ષ ભોગલેએ કહ્યું કે, જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે. ત્યારે મેચ રેફરી અને અમ્પાયર બોલની તપાસ કરે છે. અને તે મુજબ કાર્યવાહી કરે છે. જો જરૂરી હોય તો, બોલ બદલાઈ જાય છે. પરંતુ બ્રોડે પણ ટ્વીટ કરીને આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

તેણે કહ્યું કે આ ત્યારે જ કરવામાં આવે છે, જ્યારે બોલ ખરાબ હોય. આ બિલકુલ એમ જ થતુ હોય છે, જ્યારે સિક્સર ફટકારાય અને બોલ જેમ પ્રેક્ષકોમાં જાય છે. જો કોઈ નુકસાન નથી, તો પછી તેને બદલવાની જરૂર કેમ છે. પરંતુએ પણ વાત છે કે, અમ્પાયરોએ ઇંગ્લેન્ડના ખેલાડીઓને ચેતવણી પણ આપી ન હતી.

આ પણ વાંચોઃ IND vs ENG: ના ફીફટી, ના શતક કે ના રેકોર્ડ છતાંય ચેતેશ્વર પુજારા માટે સ્ટેડિયમ ખુશીથી ઝૂમી ઉઠ્યુ

આ પણ વાંચોઃ IPL 2021: દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આવ્યા રાહતના સમાચાર, આ બંને ધુરંધર થઇ શકશે સામેલ

Next Article