IND vs ENG: બીજી ટેસ્ટમાં ઇંગ્લેંડ સામે રમી શકે છે અક્ષર પટેલ, સ્વસ્થ થઇ નેટ પર પરત ફર્યો

|

Feb 11, 2021 | 10:58 AM

ઇંગ્લેંડ (England) સામેની ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) માં ભારતીય ટીમના ખેલાડી અક્ષર પટેલ (Akshar Patel) ઇજા ને લઇને બહાર થઇ ગયો હતો. તેના સ્થાને શાહબાઝ નદિમ (Shahbaz Nadeem) ને સ્થાન આપવામાં આવ્યુ હતુ, જે ખૂબ મોંઘો સાબિત થયો હતો. શાહબાઝ નદિમની બોલીંગ કાંઇક ખાસ રહી નહોતી, મેચ બાદ તેની પર ચર્ચાઓ પણ થઇ હતી.

IND vs ENG: બીજી ટેસ્ટમાં ઇંગ્લેંડ સામે રમી શકે છે અક્ષર પટેલ, સ્વસ્થ થઇ નેટ પર પરત ફર્યો
શરુઆતની ટેસ્ટ મેચના પહેલા જ અક્ષર પટેલને ઇજા પહોચીં હોવાની જાણકારી સામે આવી હતી.

Follow us on

ઇંગ્લેંડ (England) સામેની ચેન્નાઇ ટેસ્ટ (Chennai Test) માં ભારતીય ટીમના ખેલાડી અક્ષર પટેલ (Akshar Patel) ઇજા ને લઇને બહાર થઇ ગયો હતો. તેના સ્થાને શાહબાઝ નદિમ (Shahbaz Nadeem) ને સ્થાન આપવામાં આવ્યુ હતુ, જે ખૂબ મોંઘો સાબિત થયો હતો. શાહબાઝ નદિમની બોલીંગ કાંઇક ખાસ રહી નહોતી, મેચ બાદ તેની પર ચર્ચાઓ પણ થઇ હતી. સમાચારોના મુજબ અક્ષર પટેલ હવે આગળની મેચમાં રમતો જોવા મળી શકે છે. સામાન્ય ઇજા બાદ હવે તે ઠીક થઇ ગયો હોવાની જાણકારી મળી રહી છે.

સમાચારોના મુજબ અક્ષર પટેલ ઘુંટણની સામાન્ય ઇજામાંથી સ્વસ્થ થવાને લઇને હવે નેટ્સ પર પરત ફર્યો છે. તે હવે આગામી ટેસ્ટ મેચમાં ભારતની અંતિમ ઇલેવન (playing XI) માં સામેલ થઇ શકે છે. અક્ષર પટેલના આવવાથી શાહબાઝ નદિમને ટીમની બહાર કરવામાં આવી શકે છે. નદિમનુ પ્રદર્શન સંતોષજનક રહ્યુ નહોતુ.

શરુઆતની ટેસ્ટ મેચના પહેલા જ અક્ષર પટેલને ઇજા પહોચીં હોવાની જાણકારી સામે આવી હતી. જેને લઇને આખરે શાહબાઝ નદિમને તેના સ્થાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. જે નિર્ણય ટીમ માટે ખોટો સાબિત થયો હતો. કુલદિપ યાદવના રહેવા છતા પણ શાહબાઝ નદિમને ટીમમાં સમાવાતા સવાલો ઉભા થયા હતા. નદિમે ત્રણ વિકેટ જરુર ઝડપી હતી, પરંતુ ટીમ ઇંગ્લેંડે ખૂબ રન પણ કર્યા હતા. નદિમે બંને પારીઓમાં કુલ 233 રન ખર્ચ કર્યા હતા. ઇંગ્લેંડની ટીમના મોટા સ્કોરમાં નદિમની બોલિંગને પણ જવાબદાર માનવામાં આવી રહ્યુ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બોલીંગ બાદ નદિમ બંને પારીઓમાં શૂન્ય પર જ આઉટ થયો હતો. નદિમની આ રમતને લઇને એ પણ ચર્ચા ફરી ઉભી થઇ કે કુલદિપ યાદવને ટીમમાં નહી સમાવવાની ભુલ કેમ કરી. તેને સામેલ કરવો જોઇતો હતો. અક્ષર પટેલના આવવા થી એક વાર ફરી થી કુલદિપ યાદવે બહાર બેસવુ પડશે. જોકે આ તમામ બાબતો સમય આવવા પર જ સ્પષ્ટ થશે.

Next Article