AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN Breaking News : બાંગ્લાદેશે ભારતને 257 રનનો આપ્યો ટાર્ગેટ, તંજીદ-લિટન દાસે ફટકારી ફિફટી

મહમુદુલ્લાહે 46 રનની ઇનિંગ રમી અને ટીમના સ્કોરને 250 રનની નજીક પહોંચાડ્યો. મુશ્ફિકુર રહીમે 38 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી. કોહલીએ ત્રણ બોલમાં માત્ર બે રન આપ્યા હતા. પરંતુ કોહલી જે સ્થિતિમાં બોલિંગ કરવા આવ્યો તે ભારત માટે સારી નથી. જે ભારત માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.

IND vs BAN Breaking News : બાંગ્લાદેશે ભારતને 257 રનનો આપ્યો ટાર્ગેટ, તંજીદ-લિટન દાસે ફટકારી ફિફટી
IND vs BAN World Cup 2023 Image Credit source: PTI
| Updated on: Oct 19, 2023 | 6:16 PM
Share

Pune :  આજે ODI વર્લ્ડ કપ 2023ની 17મી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને તેણે અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ ત્રણમાંથી એક જીતી છે અને બેમાં હાર છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને આઠ વિકેટે 256 રન બનાવ્યા.

ટીમ ઈન્ડિયાને ODI વર્લ્ડ કપ 2023માં (World Cup 2023 ) સતત ચોથી જીત હાંસલ કરવા માટે 257 રનનો લક્ષ્યાંક છે. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે સૌથી વધુ 66 રન બનાવ્યા હતા. જ્યારે તંજીદ હસને 51 રનની ઇનિંગ રમી હતી.

મહમુદુલ્લાહે 46 રનની ઇનિંગ રમી અને ટીમના સ્કોરને 250 રનની નજીક પહોંચાડ્યો. મુશ્ફિકુર રહીમે 38 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.

6 વર્ષ પછી વિરાટ કોહલીની બોલિંગ

આ મેચમાં વિરાટ કોહલીએ લાંબા સમય બાદ બોલિંગ કરી હતી. આ પહેલા તેણે 31 ઓગસ્ટ 2017ના રોજ શ્રીલંકા સામે વનડેમાં બોલિંગ કરી હતી. ODIમાં પણ તેના નામે ચાર વિકેટ છે.તેણે T20માં પણ ચાર વિકેટ લીધી છે.આ મેચમાં તેણે વધારે રન આપ્યા નથી.

કોહલીએ ત્રણ બોલમાં માત્ર બે રન આપ્યા હતા. પરંતુ કોહલી જે સ્થિતિમાં બોલિંગ કરવા આવ્યો તે ભારત માટે સારી નથી. જે ભારત માટે ખૂબ જ ચિંતાનો વિષય છે.

ભારતની પ્લેઈંગ 11 :

શુભમન ગિલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશની પ્લેઈંગ 11 :

લિટ્ટન દાસ, તન્ઝીદ હસન, નજમુલ હુસેન શાંતો (કેપ્ટન), મેહિદી હસન મિરાઝ, તોહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, શૌરીફુલ ઇસ્લામ.

આ પણ વાંચો : IND vs BAN: રોહિત બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને આપશે તક, આ હશે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">