INDvsAUS Tour: રોહિત શર્માને બહાર રાખવો પડી શકે છે ભારે, આટલો ખતરનાક રહ્યો છે ઓસ્ટ્રેલિયા સામેનો રેકોર્ડ

|

Nov 17, 2020 | 11:14 PM

રોહિત શર્માની ગણતરી મોર્ડન ક્રિકેટના મહાન ખેલાડીઓમાં થઈ રહી છે. વન-ડે અને ટી-20 ક્રિકેટમાં તો તેણે રેકોર્ડની લાઈન લગાવી દીધી છે. જો કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રોહિત શર્મા વન ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમનો હિસ્સો નથી. ટીમ ઈન્ડિયાને માટે તેની ગેરહાજરી ભારે પડી શકે છે. ત્રણ વન-ડે અને ટી-20ની સિરીઝમાં તેની જગ્યા મેળવવી […]

INDvsAUS Tour: રોહિત શર્માને બહાર રાખવો પડી શકે છે ભારે, આટલો ખતરનાક રહ્યો છે ઓસ્ટ્રેલિયા સામેનો રેકોર્ડ

Follow us on

રોહિત શર્માની ગણતરી મોર્ડન ક્રિકેટના મહાન ખેલાડીઓમાં થઈ રહી છે. વન-ડે અને ટી-20 ક્રિકેટમાં તો તેણે રેકોર્ડની લાઈન લગાવી દીધી છે. જો કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રોહિત શર્મા વન ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમનો હિસ્સો નથી. ટીમ ઈન્ડિયાને માટે તેની ગેરહાજરી ભારે પડી શકે છે. ત્રણ વન-ડે અને ટી-20ની સિરીઝમાં તેની જગ્યા મેળવવી અન્ય ખેલાડીઓ માટે કાંટાળા માર્ગ પર ચાલવા સમાન મુશ્કેલ કાર્ય છે. ઓસ્ટ્રેલિયા સામે તેની જ ધરતી પર રન બનાવવાનું રોહિતને આમ તો વધારે ફાવે છે. આ જોતા ભારતીય ટીમનું પલડુ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં નબળુ લાગી રહ્યુ છે. રોહિત શર્માએ વન ડે ક્રિકેટમાં 138 ઈનીંગમાં 58.11ની સરેરાશથી 7,148 રન બનાવ્યા છે. વન ડે ક્રિકેટમાં ઓછામાં ઓછી 50 ઈનીંગ પછી કોઈ પણ બેટ્સમેનની આટલી સરેરાશ નથી. રોહિત શર્મા બાદ ઈંગ્લેંડના જોની બેયરસ્ટો 50.19, હાશિમ અમલા 49.49 અને સચિન તેંદુલકર 48.29નું નામ આવે છે. રોહિત શર્મા ઓપનીંગ કરતા 92.26ની સ્ટ્રાઈક રેટથી રન બનાવે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

ભારતે જીતેલી મેચોમાં રોહિત શર્માની બેટીંગની એવરેજ જોવામાં આવે તો તે 70.14ની છે. આનાથી તે સાબિત થાય છે કે વર્તમાનમાં તે સૌથી મોટો મેચ વિનર ઓપનર છે. રોહિત શર્મા બાદ હાશિમ અમલા 65.02, દિલશાન 63.16, ચંદ્રપોલ 61.03 અને સચિન તેંદુલકર 60.73ની એવરેજ ધરાવે છે. રોહિતે ઈનીંગની ઓપનીંગ કરતા 27 સદી લગાવ્યા છે, જેમાં 21 સદી દરમ્યાનની મેચમાં ભારતને જીત મળી છે. વન ડે ક્રિકેટમાં રોહિત શર્માનો ઓસ્ટ્રેલિયાની સામે જબરદસ્ત રેકોર્ડ છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 40 ઈનીંગમાં આઠ સદીની મદદથી 2,208 રન બનાવ્યા છે. આ દરમ્યાનન તેની સ્ટ્રાઈક રેટ પણ 93.87ની રહી છે. ઓસ્ટ્રેલિયા સામે રોહિતની એવરેજ 61.33ની રહી છે. આ વન ડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે કોઈપણ બેટ્સમેનની સૌથી વધુ એવરેજ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એબી ડિવિલીયર્સ, વિરાટ કોહલી, ક્લાઈવ લોઈડ, ફાફ ડુ પ્લેસી અને વિવિયન રિચાર્ડસ જેવા મહાન બેટ્સમેનોથી પણ ખુબ આગળ એવરેજ ધરાવે છે. જો ઓસ્ટ્રેલિયામાં રોહિત શર્માની રમતની વાત કરીએ તો અહીયા તેણે 30 ઈનીંગમાં 90.58ની સ્ટ્રાઇક રેટ અને 53.12ની એવરેજથી 1,328 રન કર્યા છે. તેની એવરેજ ભારતીય બેટ્સમેનોમાં સૌથી વધુ છે. તે ઓસ્ટ્રેલિયાની ધરતી પરથી જ તેની સામે પાંચ સદી લગાવી ચુક્યો છે. ટી-20 ક્રિકેટમાં રોહિત રન બનાવવામાં પાછળ નથી. તે આ ફોર્મેટમાં ચાર સદી લગાવી ચુક્યો છે. આ મામલામાં પણ તે સૌથી આગળ છે. સાથે જ ટીમની જીતમાં રન બનાવવામાં રોહિત સૌથી આગળ છે. તેણે ભારતની જીત મેળવતી મેચમાં 2,152 રન બનાવ્યા છે. 25 વખત ટી20 ક્રિકેટમાં 50 કે તેનાથી વધારે રન બનાવ્યા છે. જેમાં 21 વાર ભારત જીત મેળવી ચુક્યુ છે.


રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article