Ind vs Aus ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા શ્રેષ્ઠ વિકલ્પઃ શોએબ અખ્તર 

|

Nov 18, 2020 | 11:52 PM

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પુર્વ સ્પિડ સ્ટાર શોએબ અખ્તરનુ માનવુ છે કે ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝમાં રોહિત શર્માને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ સોંપવી જોઇએ. મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલીની ગેરહાજરી દરમ્યાન હંમેશા ટીમને ફ્રંન્ટ લીડ કરતો રહ્યો છે.   હવે શોએબ અખ્તરનુ માનવુ છે કે, ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝમાં એક શાનદાર […]

Ind vs Aus ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્મા શ્રેષ્ઠ વિકલ્પઃ શોએબ અખ્તર 

Follow us on

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પુર્વ સ્પિડ સ્ટાર શોએબ અખ્તરનુ માનવુ છે કે ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝમાં રોહિત શર્માને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ સોંપવી જોઇએ. મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલીની ગેરહાજરી દરમ્યાન હંમેશા ટીમને ફ્રંન્ટ લીડ કરતો રહ્યો છે.

 

હવે શોએબ અખ્તરનુ માનવુ છે કે, ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝમાં એક શાનદાર તક છે કે રોહિતને ટેસ્ટની કેપ્ટનશીપ સોંપવામાં આવે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ટીમ ઇન્ડિયાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી કાંગારુ ટીમ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમીને ભારત પરત ફરી જનાર છે. જોકે ત્યાર બાદ વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે મોજુદ હશે. જોકે અખ્તરને લાગી રહ્યુ છે કે વિરાટની ગેરહાજરી દરમ્યાન રોહિત શર્માએ ટેસ્ટ ટીમની આગેવાની કરવી જોઇએ.

 

વન ડે અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની ઘાતક બોલીંગ કરીને મશહૂર થયેલા શોએબ અખ્તરનુ માનવુ છે કે, વિરાટ કોહલી વર્ષ 2010 થી લગાતાર ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમી રહ્યો છે. તેણે શર્માને એક ફોર્મેટમાં કેપ્ટનશીપ સોંપવાના અંગે વિચાર કરવો જોઇએ.

શોએબ અખ્તરે કહ્યુ છે કે, જો વિરાટ કોહલી થાકેલી સ્થિતી અનુભવતા હોય તો તેણે રોહિત શર્માને એક ફોર્મેટમાં કેપ્ટન બનાવવાના અંગે વિચાર કરવો જોઇએ. મેં તેના ચહેરા પર આઇપીએલ દરમ્યાન થકાન જોઇ હતી. રોહિત શર્મા આમ પણ ભારતીય ટીમની કેપ્ટનશીપ નિભાવવા માટે પુરી રીતે તૈયાર છે.

આપને એ પણ જણાવી દઇએ કે રોહિત શર્માની આગેવાનીમાં આઇપીએલ 2020માં મુંબઇ ઇન્ડિયન્સ પાંચમી વખત વિજેતા બની શકી છે. બસ તેની આ સફળતાને લઇને ક્રિકેટના નિષ્ણાંતો પણ આઇપીએલ પુર્ણ થઇ ત્યાર થી રોહિતને કેપ્ટનના રુપમાં આગળ વધતો જોવા લાગ્યા છે.

 

જેમકે ભારતીય ટીમની ટી-20 ફોર્મેટ ના કેપ્ટન તરીકે પણ તેની માંગ ને વધારવા લાગ્યા છે. જોકે આ અંગે અગાઉ પણ આજ પ્રકારની વાતો ઉઠી હતી, પરંતુ વિરાટ કોહલી કે બીસીસીઆઇ તરફ થી કોઇ જ પ્રતિક્રિયા સામે નથી આવી શકી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article