જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશનના ગ્રાન્ડ રિસેપ્શનના ફોટો આવ્યા સામે, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)એ તાજેતરમાં જ સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કર્યા છે.

  • Avnish Goswami
  • Published On - 18:07 PM, 19 Mar 2021
જસપ્રિત બુમરાહ અને સંજના ગણેશનના ગ્રાન્ડ રિસેપ્શનના ફોટો આવ્યા સામે, જુઓ
Jaspreet Bumrah and Sanjana Ganesan

ભારતીય ક્રિકેટ ટીમ (Team India)ના ઝડપી બોલર જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)એ તાજેતરમાં જ સ્પોર્ટસ એંકર સંજના ગણેશન (Sanjana Ganesan) સાથે લગ્ન કર્યા છે. ગત 15 માર્ચે ગોવા (Goa)માં સંજના અને જસપ્રિતના લગ્ન થયા હતા. કોરોના મહામારીને લઈને તેમના લગ્નપ્રસંગમાં માત્ર નજીકના સંબંધીઓ અને મિત્રોને જ સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જસપ્રિત બુમરાહે પોતાના લગ્નના રિસેપ્શનની તસ્વીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. બુમરાહ અને સંજનાના લગ્નનું રિસેપ્શન ગોવામાં જ સંપન્ન કરવામાં આવ્યુ હતુ.

 

જસપ્રિત બુમરાહે સંજના ગણેશનની સાથે રિસેપ્શનની કેટલીક તસ્વીરો શેર કરી હતી. સાથે જ પોતાના ફેન્સ તેમજ મિત્રોના તેમને મળેલા પ્રેમ અને પાઠવેલી શુભેચ્છાને લઈને આભાર માન્યો હતો. બુમરાહે લખ્યુ હતુ કે, પાછળના કેટલાક દિવસો મારા જીવનના શાનદાર દિવસ રહ્યા હતા. અમે આપના પ્રેમ અને શુભેચ્છાનો આભાર માનીએ છીએ, જે અમને આપના તરફથી મળ્યો.

 

 

View this post on Instagram

 

A post shared by jasprit bumrah (@jaspritb1)

આ પહેલા જસપ્રિત બુમરાહે પોતાની અને સંજનાના લગ્નની જાણકારી 15 માર્ચે સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને આપી હતી. બુમરાહે પોતાના લગ્ન માટે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચ બાદ ક્રિકેટથી બ્રેક લીધો હતો. સાથે જ તેણે T20 અને વન ડે સિરીઝમાં રમવાનો નિર્ણય કર્યો હતો. 27 વર્ષીય જસપ્રિત બુમરાહે ભારત માટે અત્યાર સુધીમાં 19 ટેસ્ટ અને 67 વન ડે મેચ રમી છે. ઉપરાંત 50 T20 મેચ રમ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjana Ganesan (@sanjanaganesan)

 

બુમરાહ હવે લગ્ન બાદ સીધો જ આઈપીએલમાં રમતો નજરે આવશે. તે આઈપીએલની 14મી સિઝન માટે પોતાની ટીમ મુંબઈ ઈન્ડીયન્સની સાથે માર્ચના અંત સુધીમાં જોડાઈ જશે. આશા રાખવામાં આવી રહી છે કે, બુમરાહ ટીમની સાથે 26થી 28 માર્ચ વચ્ચે જોડાશે. આ વખતે મુંબઈ ઈન્ડીયન્સ 9 એપ્રિલે પોતાની પ્રથમ મેચ વિરાટ કોહલીની આગેવાની ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રમવાની છે. મુંબઈની ટીમ અત્યાર સુધીમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં 5 વખત આઇપીએલ ટાઇટલ જીતી ચુક્યુ છે.

 

આ પણ વાંચો: Pakistan: પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરુદ્ધ નોંધાઇ એફઆઇઆર, યુવતીનુ શોષણ કરાતુ હોવાની ફરિયાદ