AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરુદ્ધ નોંધાઇ એફઆઇઆર, યુવતીનુ શોષણ કરાતુ હોવાની ફરિયાદ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan cricket team) ના કેપ્ટન બાબર આઝમ (Babur Azam) હવે ખરાબ રીતે ફસાઈ જતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની એક કોર્ટે ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA) ને બાબર આઝમ સામે FIR દર્જ કરવા માટે આદેશ આપ્યો હતો.

Pakistan: પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરુદ્ધ નોંધાઇ એફઆઇઆર, યુવતીનુ શોષણ કરાતુ હોવાની ફરિયાદ
Babar Azam
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 19, 2021 | 6:00 PM
Share

પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan cricket team) ના કેપ્ટન બાબર આઝમ (Babur Azam) હવે ખરાબ રીતે ફસાઈ જતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની એક કોર્ટે ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA) ને બાબર આઝમ સામે FIR દર્જ કરવા માટે આદેશ આપ્યો હતો. બાબર આઝમ પર હમીઝા મુખ્તારને બ્લેકમેલ કરવા અને ત્રાસ આપવા બદલ FIA ને આ સંદર્ભે આદેશ કર્યો હતો. હમીજા મુખ્તારે (Hamiza Mukhtar) આ અગાઉ પણ પાકિસ્તાની ક્રિકેટર (Pakistani Cricketer) પર લગ્નના બહાને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનો આરોપ મૂક્યો હતો. એટલું જ નહીં, તેમણે FIA માં ફરિયાદ કરી હતી કે, બાબર આઝમ વિરુદ્ધ કેસ નોંધાવ્યા બાદ, બે અજાણ્યા શખ્શો દ્રારા તેને ધમકી અપાઇ હતી.

લાહોરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજે FIAએ ને નિર્ધારિત સમયમાં બાબર આઝમ પર FIR દાખલ કરવા અને કાનૂની ઔપચારિકતાઓનું પાલન કરવા જણાવ્યું હતું. FIA ની તપાસ દરમ્યાન ચોંકાવનારી વિગત બહાર આવી હતી. હમીજા મુખ્તારને જે બે નંબર પર થી ધમકી આપવામાં આવી હતી, તે નંબર પણ બાબર આઝમ સંબંધીત છે. ધમકી આપનાર મહિલાની ઓળખ મરિયમ અહમદ અને સલેમી બીબી તરીકે થઈ છે. જે અંગે ત્રણ વખત નોટિસ આપ્યા બાદ પણ સલેમી બીબી કોર્ટમાં હાજર થયા ન હતા. જ્યારે મરિયમ એ દાવો કર્યો હતો કે, તે ફરિયાદીને ઓળખતી નથી. દરમ્યાન મરિયમ એ તેના ફોન સાથે કોર્ટમાં શરણાગતી કરવાનુ વચન આપવા છતાં જાન્યુઆરીમાં હાજર થઈ ન હતી.

ગત 18 જાન્યુઆરીએ, બાબર આઝમનો ભાઈ ફૈઝલ કોર્ટમાં હાજર થયો હતો. પરંતુ ત્યાર બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબરને હજુ કોર્ટમાં હાજર થવાવુ બાકી છે. PTI ના અહેવાલ મુજબ, એડિશનલ સેશન્સ જજ નુમાન મહંમદ નઇમે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ નસીરાબાદ પોલીસ સ્ટેશનના SHO ને બાબર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા સૂચના આપી હતી. હમીજાએ પાછળથી પુષ્ટિ પણ કરી હતી કે, એફઆઇઆર નસીરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચુકી છે. અગાઉ પણ અન્ય એડિશનલ સેશન્સ જજ આબીદ રઝાએ બાબર અને તેના પરિવારને હમીજાને ખલેલ નહી પહોંચાડવા આદેશ આપ્યો હતો.

ડિસેમ્બર 2020 માં, બાબર આઝમે આરોપ લગાવ્યો હતો કે, પીડિતા હોવાનો દાવો કરનારી મહિલા તેને બ્લેકમેલ કરી રહી છે. છેતરપિંડી અને પજવણીના આરોપો પાછા ખેંચવા માટે 10 કરોડ રૂપિયાની માંગ કરે છે. જ્યારે પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે, બાબર આઝમે પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવતા પહેલા તેનું અનેકવાર શોષણ કર્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">