ICC: કોરોનાકાળની કપરી સ્થિતીને લઈ તકલીફ ભોગવતા ક્રિકેટ બોર્ડને ICC આર્થિક સહાય કરશે

|

Apr 03, 2021 | 5:05 PM

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) કોરોના મહામારીને લઈને આર્થિક રીતે પ્રભાવિત થયેલા સભ્ય બોર્ડને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. ICCએ મહત્વના નિર્ણય મુજબ કોરોનાથી અસર પામેલા ક્રિકેટ બોર્ડને આર્થિક સહાય ઉપલબ્ધ થઈ શકશે.

ICC: કોરોનાકાળની કપરી સ્થિતીને લઈ તકલીફ ભોગવતા ક્રિકેટ બોર્ડને ICC આર્થિક સહાય કરશે
International Cricket Council

Follow us on

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) કોરોના મહામારીને લઈને આર્થિક રીતે પ્રભાવિત થયેલા સભ્ય બોર્ડને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. ICCએ મહત્વના નિર્ણય મુજબ કોરોનાથી અસર પામેલા ક્રિકેટ બોર્ડને આર્થિક સહાય ઉપલબ્ધ થઈ શકશે. કોરોના મહામારી દરમ્યાન બાયોબબલ માહોલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આયોજન કરવાને લઈ પરેશાનીઓથી સંઘર્ષ કરી રહેલા સભ્યો માટે સહાયતા ફંડ આવનારા ત્રણ વર્ષ સુધી ઉપલબ્ધ રહેશે. ICCના અધિકારીએ શુક્રવારે એક નિવેદનમાં કહ્યુ હતુ કે, હાલમાં એવા પણ ક્રિકેટ બોર્ડ છે, જે આર્થિક સંઘર્ષ વેઠી રહ્યા છે. એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket)ના આયોજનને લઈને પૈસાની તંગી અનુભવી રહ્યા છે અને યજમાની કરી શકતા નથી.

 

તેમણે આગળ કહ્યુ હતુ કે, ચાર્ટડ યાત્રા, પૂર્ણ રીતે બાયોબબલ સુરક્ષિત હોટલ બુકીંગ અને અન્ય વધારાના ખર્ચાઓ નાના ક્રિકેટ બોર્ડ પર ભારરુપ લાગી રહ્યા છે. જેને લઈને તેમનુ કહેવુ છે કે, તેમને વધારે પૈસા આપવામાં આવે, નહીંતર તેઓ આયોજન નહીં કરી શકે. આ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને જારી રાખવા માટે તેમની મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં સહાયતા ફંડની રકમના આંકડા વિશે ચર્ચા કરવામાં આવી નથી. જોકે, એમ મનાઈ રહ્યુ છે કે, કોઈ પણ બોર્ડને આઈસીસી દ્વારા 50 ટકાથી વધારે રકમની આર્થિક મદદ આપવામાં નહીં આવે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ ઉપરાંત દરેક બોર્ડે આર્થિક મદદ મેળવતા પહેલા ICCએ સ્પષ્ટ રુપથી એ દર્શાવવાનું રહેશે કે, તેમને આર્થિક સહાય શાના માટે જરુર છે. આઈસીસી તરફથી નિર્ણય ગત વર્ષે અનેક બાઈલેટરનલ સિરીઝ રદ થવાની ચિંતાને ધ્યાને રાખીને લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે તે પાછળના વર્ષે T20 વિશ્વકપ પણ સ્થગીત કરી દેવામાં આવ્યો હતો, જે ઓક્ટોમ્બર નવેમ્બર 2020માં ઓસ્ટ્રેલીયામાં રમાનાર હતો. આગામી ઓક્ટોબર નવેમ્બર માસ દરમ્યાન ભારતમાં T20 વિશ્વકપ રમાનાર છે.

 

આ પણ વાંચો: IPL 2021: દિલ્હી કેપિટલ્સની ટીમમાં મચ્યો હડકંપ, સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના સંક્રમિત જણાયો

Next Article