ICC T20I Rankings: કોહલી માટે ટી20 વર્લ્ડ કપ (T20 World Cup)સારો રહ્યો ન હતો. તે જ સમયે, તે ન્યુઝીલેન્ડ સામેની દ્વિપક્ષીય શ્રેણીમાં આરામ કરી રહ્યો હતો. બીજી તરફ પાકિસ્તાન (Pakistan)ના ઓપનર મોહમ્મદ રિઝવાન અને ભારતના ઓપનર કેએલ રાહુલને ફાયદો થયો છે.કેએલ રાહુલ (KL Rahul)ગત વખતે જાહેર કરાયેલા રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને સરકી ગયો હતો. ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં તેના શાનદાર પ્રદર્શન બાદ તે ફરી ટોપ-5માં
↗️ Rizwan, Rahul move up one spot
↗️ Guptill back in top 10Some notable changes in this week’s @MRFWorldwide ICC Men’s T20I Player Rankings 👀
Full list: https://t.co/uR3Jx2jJ5V pic.twitter.com/f5JDnWLrFa
— ICC (@ICC) November 24, 2021
રાહુલે બે T20 મેચ (T20 match)માં 80 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 40 હતી અને સ્ટ્રાઈક રેટ 126.98 હતો. બીજી તરફ મોહમ્મદ રિઝવાન (Mohammed Rizwan) ચોથા નંબર પર પહોંચી ગયો છે. તેણે બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની શ્રેણીમાં 90 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની ટીમે શ્રેણી 3-0થી જીતી લીધી હતી. રાહુલ તેનાથી માત્ર 6 રેટિંગ પોઈન્ટ પાછળ છે.
ICC T20I રેન્કિંગ: રેન્કિંગમાં શું ફેરફારો છે?
બોલર રેન્કિંગ
મિશેલ સેન્ટનર ભારત સામેની શ્રેણીમાં ચાર વિકેટ સાથે 13મા સ્થાને પહોંચી ગયો છે. તેણે 10 સ્થાનની છલાંગ લગાવી છે. ભુવનેશ્વર કુમરાને પાંચ સ્થાનનો ફાયદો થયો છે. સિરીઝમાં ત્રણ વિકેટ લીધા બાદ તે 19માં નંબર પર આવી ગયો છે. દીપક ચહર (Deepak Chahar) 19 સ્થાનના ફાયદા સાથે 40માં સ્થાને પહોંચી ગયો છે.
આ યાદીમાં આગળ વધી રહેલા અન્ય લોકોમાં બાંગ્લાદેશના મહેદી હસન (છ સ્થાન ઉપરથી 12માં સ્થાને) અને શોરીફુલ ઈસ્લામ (ત્રણ સ્થાન ઉપરથી 40મા ક્રમે) અને પાકિસ્તાનના શાદાબ ખાન (બે સ્થાન ઉપરથી 14મા સ્થાને) અને હસન અલી (16 સ્થાન ઉપરથી 44મા ક્રમે) સામેલ છે.
આ પણ વાંચો : અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ટીમ પર પથ્થરમારો કરાયો
Published On - 12:52 pm, Thu, 25 November 21