CSK vs GT IPL Qualifier 1 Result: ચેન્નાઈ સુપર કિંગ્સની ફાઈનલમાં એન્ટ્રી, ધોની સેના સામે ગુજરાતની કંગાળ બેટિંગ, 157માં સમેટાયુ

Gujarat Titans vs Chennai Super Kings IPL Qualifier 1 Match Result: ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 172 રનનો સ્કોર 7 વિકેટ ગુમાવીને ગુજરાત ટાઈટન્સ સામે નોંધાવ્યો હતો.

CSK vs GT IPL Qualifier 1 Result: ચેન્નાઈ સુપર કિંગ્સની ફાઈનલમાં એન્ટ્રી, ધોની સેના સામે ગુજરાતની કંગાળ બેટિંગ, 157માં સમેટાયુ
CSK vs GT IPL Qualifier 1 Result
Follow Us:
| Updated on: May 23, 2023 | 11:38 PM

IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર ચેપોક સ્ટેડિયમમાં રમાઈ હતી. ગુજરાત સામે ચેન્નાઈએ જીત મેળવીને ફાઈનલમાં સીધી એન્ટ્રી મેળવી લીધી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સ સામે 7 વિકેટના નુક્શાને 173 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. ઋતુરાજ ગાયકવાડે અડધી સદી નોંધાવતા ચેન્નાઈએ પડકાર જનક સ્કોર ખડક્યો હતો. જવાબમાં ગુજરાતની બેટિંગ ઈનીંગ શરુઆતથી જ લડખડાઈ ગઈ હતી. શુભમન ગિલે લડત આપી પરંતુ તે પણ પોતાની અડધી સદીથી દૂર રહી ગયો હતો. ગુજરાત ટાઈટન્સની બેટિંગ લાઈન સંપૂર્ણ ફ્લોપ રહેતા ફાઈનલમાં સીધી એન્ટ્રી ચુકી ગયુ હતુ.

ગુજરાતના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ ટોસ હારીને ચેન્નાઈ પોતાના હોમ ગ્રાઉન્ડમાં પ્રથમ બેટિંગ કરવા માટે ઉતર્યુ હતુ. અહીં હારનારી ટીમ હવે અમદાવાદમાં ક્વોલિફાયર-2 માં રમવા માટે ઉતરશે. લખનૌ અને મુંબઈ વચ્ચે રમાનારી એલિમિનેટર મેચ જીતનારી ટીમ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાતની ટીમ ટકરાશે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

ગુજરાતની કંગાળ રમત

ગુજરાત ટાઈટન્સ માટે જાણે આજે દિવસ મુશ્કેલ હતો. બોલિંગમાં પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. જ્યારે બેટિંગ ઈનીંગમાં પણ શરુઆત ઠીક રહી નહોતી. ઓપનિંગ જોડી ઝડપથી તૂટી ગઈ તો શુભમન ગિલ અડધી સદીથી દૂર રહી ગયો હતો. પાવર પ્લેમાં જ સાહા અને હાર્દિક પંડ્યાની વિકેટ ગુમાવી દીધી હતી. ગુજરાતે પ્રથમ વિકેટ 22 રનના સ્કોર પર જ ગુમાવી હતી. રિદ્ધીમાન સાહા 12 રન 11 બોલનો સામનો કરીને આઉટ થયો હતો. ત્યારબાદ હાર્દિક પંડ્યા 7 બોલનો સામનો કરીને 8 રન નોંધાવી પરત ફર્યો હતો. દાશુન શનાકાના રુપમાં ત્રીજી વિકેટ ટીમના 72 રનના સ્કોર પર ગુમાવી હતી. શનાકાએ 16 બોલમાં 17 રન નોંધાવ્યા હતા. ડેવિડલ મિલર 4 રન નોંધાવીને પરત ફર્યો હતો.

સૌથી વધારે રન શુભમન ગિલે નોંધાવ્યા હતા. ફોર્મ રહેલા યુવા ઓપનર ગિલે 38 બોલનો સામનો કરીને 42 રન નોંધાવ્યા હતા. ગિલે 1 છગ્ગો અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ગિલે એકલા હાથે લડતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને દીપક ચાહરે પોતાનો શિકાર બનાવ્યો હતો. રાહુલ તેવટિયા 3 રન નોંધાવીને બોલ્ડ થયો હતો. વિજય શંકર અને રાશિદ ખાને મેચમાં રોમાંચ અંતમાં લાવી દીધો હતો. પરંતુ વિજય શંકર 14 રન નોંધાવીને મોટા શોટના ચક્કરમાં કેચ આઉટ થયો હતો. અહીંથી પાસુ ફરી ચેન્નાઈ તરફ પલટાયુ હતુ. રાશિદ ખાને 30 રન 16 બોલમાં નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા નોંધાવ્યા હતા. દર્શન નાલકંડે શૂન્યમાં જ રન આઉટ થઈને પરત ફર્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2023 Playoffs: ડોટ બોલ પર જોવા મળી રહ્યા છે ઝાડ! બોલર્સના નામે ગણાઈ રહ્યા છે વૃક્ષ, કારણ જાણીને બોલી ઉઠશો-સલામ BCCI

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">