IPL 2022 GT v RR ફાઈનલ મેચ, જીતશે કોણ દાલ -બાટી કે દાળ-ભાત? સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ

|

May 29, 2022 | 3:08 PM

IPL 2022 ફાઈનલ મેચને લઈને સોશિયલ મીડિયામાં રમૂજી મેસેજ (Funny message) વાયરલ થઈ રહ્યા છે, બંન્ને પાડોશીઓ ફાઈનલમાં ટક્કરાવવાના છે.

IPL 2022  GT v RR ફાઈનલ મેચ, જીતશે કોણ દાલ -બાટી કે દાળ-ભાત? સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ
IPL 2022 GT v RR Final Match
Image Credit source: PTI

Follow us on

IPL 2022 ની ફાઇનલ મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (GTvRR) વચ્ચે રમાશે. ગુજરાત ટાઇટન્સ (GT) ટીમે આ લીગમાં અત્યાર સુધી કુલ 15 મેચ રમી છે. જેમાં ગુજરાત ટીમે 11 મેચમાં જીત મેળવી છે જે આ લીગમાં સૌથી વધુ છે. તો માત્ર 4 મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. આ ફાઈનલ મેચને લઈને સોશિયલ મીડિયા (Social media)માં રમૂજી મેસેજ વાયરલ થઈ રહ્યા છે, બંન્ને પાડોશીઓ ફાઈનલમાં ટક્કરાવવાના છે, જીતશે કોણ દાલ-બાટી કે દાળ-ભાત?

મેચને લઈને સોશિયલ મીડિયામાં પણ ક્રેઝ

ઈન્ડિયન પ્રિમિયર લીગમાં અનેક પડકારો પાર કરીને ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ આજે ફાઈનલ રમશે. આ મેચને લઈને સોશિયલ મીડિયામાં પણ ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે, યૂઝર્સ રમુજી કટાક્ષ કરી રહ્યા છે. આ રમુજી કટાક્ષ પણ વાયરલ થઈ રહ્યા છે. જેમાં દાલ-બાટી જીતશે કે પછી દાળ-ભાત જીતશે ? રતનપુર બોર્ડર પર ટૉસ થશે, ગરબા v/s ધુમ્મર, સિંહ v/s ઊંટ, ગ્રીન સિટી v/s પિંક સિટી તેમજ એક પીવા વાળા (ગુજરાત) અને વેચવા વાળા (રાજસ્થાન) તેમજ બનાવવાવાળા આરસીબી મેચમાં હારી ગયા છે.

રાજસ્થાન રોયલ્સ ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવા ઈચ્છશે

બે મહિનાના રોમાંચ બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝનનો અંત આવી ગયો છે. 73 મેચોની લડાઈ પછી બે ટીમો નક્કી કરવામાં આવી છે, જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL-2022ની ફાઈનલ (IPL 2022 Final)માં ટકરાશે. આખી દુનિયાની નજર આ મેચ પર રહેશે. IPL ટાઈટલ માટે છેલ્લો સ્પેલ તોડવાની આરે ઉભેલી ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ (GT ​​vs RR) માટે આ મેચમાં ઘણું બધું દાવ પર છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પંદર વર્ષ પહેલા આઈપીએલની પ્રથમ સફરમાં સુવર્ણ શરૂઆત કરનાર રાજસ્થાન રોયલ્સ ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવા ઈચ્છે છે તો તેની પ્રથમ જ સફરમાં જ દિગ્ગજોની આગેવાની લેનાર ગુજરાત ટાઈટન્સ ટાઈટલ જીતવાની તૈયારીમાં હશે. સફળતાનો નવો ઈતિહાસ રચાશે.

IPLની વર્તમાન સિઝન બે મહિના પહેલા શરૂ થઈ હતી, ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે સંજુ સેમસન અને હાર્દિક પંડ્યા ફાઈનલ ટોસ માટે મેદાનમાં ઉતરશે. પોતાની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ જોનાર હાર્દિક અને મુખ્ય કોચ આશિષ નેહરા માટે બે મહિનાની આ સફર એક સ્વપ્ન જેવી રહી.

Next Article