Khelo India University Games: ગુજરાત યુનિવર્સિટીનો ડંકો વાગ્યો, રાઈફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
ખેલો ઈન્ડિયા (Khelo India) એ ભારત સરકારની એક પહેલ છે જેમાં વિવિધ સ્તરો અને શ્રેણીઓની રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.ગુજરાત યુનિવર્સિટીએ રાઈફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે
Khelo India University Games : કોરોના વાયરસ (Corona virus)ના કારણે લગભગ એક વર્ષની લાંબી રાહ જોયા બાદ બેંગ્લોરમાં ખેલો ઈન્ડિયા(Khelo India) યુનિવર્સિટી ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 200 થી વધુ યુનિવર્સિટીઓના 4,000 થી વધુ ખેલાડીઓ 20 રમતોમાં ભાગ લીધો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ ખેલો ઈન્ડિયામાં રાઈફલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ (Bronze medal)જીત્યો છે.ટીમના સભ્યો કેવલ પ્રજાપતિ, રૂષિરાજ જાડેજા, જન્મેશ ગાંધી ગુજરાત યુનિવર્સિટીએ અભિનંદન પાઠવ્યા છે.એશિયન ગેમ્સના મેડલ વિજેતા દોડવીર દુતી ચંદ, સ્વિમર શ્રીહરિ નટરાજ અને શૂટર્સ દિવ્યાંશ સિંહ પંવર અને ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર જેવા ભારતના કેટલાક ટોચના ખેલાડીઓ સામેલ છે.
ખેલો ઈન્ડિયા ગેમ્સ
તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, ફેન્સિંગ, ફૂટબોલ, હોકી, જુડો, કબડ્ડી, શૂટિંગ, સ્વિમિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ, વોલીબોલ, વેઈટલિફ્ટિંગ, કુસ્તી અને કરાટે જેવી રમતોમાં કુલ 257 ગોલ્ડ મેડલ દાવ પર છે. આ વખતે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં સ્વદેશી રમતો મલ્લખંભ અને યોગાસન પણ ઉમેરવામાં આવ્યા છે.
Team Gujarat University has won Bronze Medal in Rifle Shooting at Khelo India. Congratulations to Team members Keval Prajapati, Rushiraj Jadeja, Janmesh Gandhi and Mentor#KheloIndiaUniversityGames#KheloIndia #Rifleshooting pic.twitter.com/5y1P1wsm22
— Gujarat University (@gujuni1949) April 25, 2022
ભારતની બીજી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (Khelo India University Games) રવિવારથી શરૂ થઈ. રમતોના ઉદ્ઘાટન માટે સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ (Venkaiah Naidu) આ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમના સિવાય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં કર્ણાટકના રાજ્યપાલ થાવર ચંદ ગેહલોત પણ હાજર રહ્યા હતા.
2nd edition of #KheloIndia University Games begins in Bengaluru.#TV9News #KIUG2021 pic.twitter.com/80quaauwQU
— Tv9 Gujarati (@tv9gujarati) April 24, 2022
ખેલો ઈન્ડિયા ગેમ્સ ગત વખતે વિજેતા કોણ હતું
અત્યાર સુધી ખેલો યુનિવર્સિટી ગેમ્સ માત્ર એક જ વાર યોજાઈ છે. તે વર્ષ 2020માં પ્રથમ અને માત્ર એક વખત આયોજન કરવામાં આવ્યું હતું. તે જ વર્ષે પંજાબ યુનિવર્સિટીએ સૌથી વધુ 46 મેડલ જીત્યા હતા, જેમાં 17 ગોલ્ડ, 19 સિલ્વર અને 10 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિ રવિવારે ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતુ.
આ પણ વાંચો :
રામનવમી અને હનુમાન જયંતી દરમિયાન થયેલી હિંસાની નિવૃત જ્જના નેતૃત્વમાં તપાસ કરાવવાની માંગ, સુપ્રીમ કોર્ટે રદ કરી અરજી
આ પણ વાંચો :