France vs England : ફ્રાન્સે રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું, 13-14 ડિસેમ્બરે રમાશે સેમિફાઈનલ

|

Dec 11, 2022 | 7:41 AM

મોરોક્કોએ ક્વાર્ટર ફાઈનલ મેચમાં પોર્ટુગલને 1-0થી હરાવ્યું હતું. હવે આગામી 14 ડિસેમ્બરે ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે સેમિફાઇનલ મધરાત્રે 12.30 કલાકે રમાશે.

France vs England : ફ્રાન્સે રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને 2-1થી હરાવ્યું, 13-14 ડિસેમ્બરે રમાશે સેમિફાઈનલ
France beat England 2-1 in a thrilling match
Image Credit source: Social Media

Follow us on

FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં, ચોથી અને અંતિમ ક્વાર્ટર ફાઈનલ મેચ શનિવારે મોડી રાત્રે (10 ડિસેમ્બર) ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ફ્રાન્સે શાનદાર પ્રદર્શન કરીને 2-1થી જીત મેળવી હતી. આ સાથે ફ્રાન્સે સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે ફ્રાન્સ મોરોક્કો સાથે સેમિફાઈનલમાં ટકરાશે.

મોરોક્કોએ ક્વાર્ટર ફાઈનલ મેચમાં પોર્ટુગલને 1-0થી હરાવ્યું હતું. હવે આગામી 14 ડિસેમ્બરે ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે સેમિફાઇનલ મધરાત્રે 12.30 કલાકે રમાશે.

FIFA World Cup સેમિફાઇનલનો કાર્યક્રમ

ડિસેમ્બર 13 – ક્રોએશિયા વિરુદ્ધ આર્જેન્ટિના (રાત્રે 12.30)

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

14 ડિસેમ્બર – મોરોક્કો વિરુદ્ધ ફ્રાન્સ (રાત્રે 12.30)

ગિરાડના ગોલથી ફ્રાન્સની સરસાઈ

ફ્રાન્સ વિરુધ્ધ ઈંગ્લેન્ડ વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચના બીજા હાફની શરૂઆત સાથે જ ઈંગ્લેન્ડે આક્રમક રમત રમી હતી, જેનો ફાયદો પણ 54મી મિનિટમાં જ મળ્યો. આ દરમિયાન ફ્રાન્સના ફાઉલ પર ઈંગ્લેન્ડને પેનલ્ટી મળી હતી. આ તક ન ગુમાવતાં ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને ગોલ કરીને મેચને 1-1થી બરાબર કરી દીધી હતી. આ ગોલ સાથે હેરી કેને ઇંગ્લેન્ડ માટે 53 ગોલ સાથે સંયુક્ત રીતે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે.

ફ્રાન્સ 2-1થી જીત્યું

જો કે, ઓલિવિયર ગિરાડે, હેરી કેનની મહેનતને રોળી નાખી હતી. મેચની 78મી મિનિટે એન્ટોઈન ગ્રીઝમેનના સુંદર પાસ ઉપર ગિરાડે ગોલ કરીને ફ્રાન્સને 2-1ની સરસાઈ અપાવી હતી. પહેલા હાફમાં જ ફ્રાન્સે ગોલ કરીને પોતાનો દબદબો ઈગ્લેન્ડ ઉપર બનાવી લીધો હતો. ફ્રાન્સ તરફથી પહેલો ગોલ ઓરેલીયન ચૌમેનીએ 17મી મિનિટે જ કર્યો હતો.

મોરોક્કોએ પોર્ટુગલને 1-0થી હરાવ્યું

અગાઉ, મોરક્કો અને પોર્ટુગલ વચ્ચે રમાયેલી પહેલી કવાર્ટર ફાઈનલ મેચમાં, યુસેફ એન નેસરીના હેડરથી મોરોક્કોએ અંતિમ મિનિટોમાં પોર્ટુગલને 1-0થી હરાવીને 10 ખેલાડી સાથે રમવા છતાં ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકન અને આરબ રાષ્ટ્ર બનવામાં મદદ કરી હતી. બીજા હાફમાં ઈજાના સમયની છેલ્લી છ મિનિટ સુધી મોરોક્કોને 10 ખેલાડીઓ સાથે રમવાની ફરજ પડી હતી, પરંતુ વિશ્વમાં નવમા નંબરની પોર્ટુગલ તેનો લાભ ઉઠાવી શક્યું ન હતું, વિશ્વના 22 નંબરના યુસેફ એન નેસરીએ અલ થુમામા સ્ટેડિયમ ખાતે મેચની 42મી મિનિટમાં જ મોરોક્કો માટે વિજયી ગોલ કર્યો હતો. વર્લ્ડ કપ નોકઆઉટમાં મોરોક્કોનો આ પહેલો ગોલ હતો. કતારમાં અંતિમ આઠમાં પહોંચનારી યુરોપ કે દક્ષિણ અમેરિકાની બહારની એકમાત્ર ટીમ મોરોક્કો છે.

સેમિફાઇનલમાં પહોંચનાર મોરોક્કો પ્રથમ આફ્રિકન દેશ

મોરોક્કો ફૂટબોલ ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ આફ્રિકન દેશ છે. અગાઉ, કેમરૂને 1990માં, સેનેગલ 2002માં અને ઘાનાએ 2010માં અંતિમ આઠમાં સ્થાન મેળવ્યું હતું, પરંતુ ત્રણમાંથી એક પણ ટીમ સેમિફાઇનલમાં પહોંચી શકી નહોતી. મોરક્કો સામે ફિફા 2022 દરમિયાન અત્યાર સુધી માત્ર એક ગોલ થઈ શક્યો છે અને તે પણ કેનેડા સામે પોતાના ખેલાડીની ભૂલથી થયેલ ગોલ હતો. પોર્ટુગલ સામેની ક્વાર્ટર ફાઇનલમાં પણ ટીમનો બચાવ મક્કમ રહ્યો હતો, જેનું નેતૃત્વ ગોલકીપર યાસીન બોન્યુએ કર્યું હતું.

Published On - 7:24 am, Sun, 11 December 22

Next Article