FLASHBACK 2019: ખેલ જગતમાં આ વર્ષે ભારતનો દુનિયાભરમાં ડંકો, આ ટોપ-10 ઘટનાઓ રહી ચર્ચામાં

રમત ગમતમાં આ વખતે ભારતે દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. ભારતીય મહિલા રમતવીરોએ પણ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યુ. જો કે ભારતની સૌથી મનપસંદ રમત ક્રિકેટમાં ભારત વર્લ્ડ કપ ન જીતી શક્યું, પરંતુ 2019માં ભારતનું રમત ગમત ક્ષેત્રે મોટું યોગદાન રહ્યું છે.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય […]

FLASHBACK 2019: ખેલ જગતમાં આ વર્ષે ભારતનો દુનિયાભરમાં ડંકો, આ ટોપ-10 ઘટનાઓ રહી ચર્ચામાં
Follow Us:
| Updated on: Dec 29, 2019 | 2:59 PM

રમત ગમતમાં આ વખતે ભારતે દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. ભારતીય મહિલા રમતવીરોએ પણ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યુ. જો કે ભારતની સૌથી મનપસંદ રમત ક્રિકેટમાં ભારત વર્લ્ડ કપ ન જીતી શક્યું, પરંતુ 2019માં ભારતનું રમત ગમત ક્ષેત્રે મોટું યોગદાન રહ્યું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

1) વર્લ્ડકપ ઈંગ્લેન્ડનો

આ વર્ષ વર્લ્ડ કપનું રહ્યું, ભારત જીતશે તેવી લોકોને આશા હતી, પરંતુ સેમી-ફાઈનલમાં ભારતનો પરાજય થયો અને ન્યૂઝીલેન્ડ-ઈંગ્લેન્ડ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ. ફાઈનલમાં ટાઈ પડી, સુપર ઓવર થઈ, તેમાં પણ ટાઈ થઈ અને વર્લ્ડ ચેમ્પિયનનો નિર્ણય બાઉન્ડ્રીના દમ પર થયો અને ક્રિકેટના મક્કા પર ઈંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બન્યું.

2) ઓવર થ્રો પર વિવાદ

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ગુપ્ટિલના થ્રો પર સૌથી વધુ ચર્ચા થઈ. અંતિમ ઓવરમાં ઓવર થ્રો પર ઈંગ્લેન્ડને 6 રન મળ્યા, જે તેના માટે સંજીવની સાબિત થયા. તેના લીધે જ મેચ ટાઈ પડી અને મેચમાં ઈંગ્લેન્ડ પરત ફર્યું.

3) કોહલી શ્રેષ્ઠ ક્રિકેટર

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, વનડે, ટેસ્ટ અને T-20માં શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે. વને ડેમાં એકમાત્ર ક્રિકેટર જેણે 10 હજારથી વધુ રન કર્યા. 31 વર્ષના કોહલીએ 242 વન-ડે મેચ રમી, જેમાં 69.84ની એવરેજથી 11,609 રન બનાવ્યા. જેમાં 43 સદી અને 55 અડધી સદીનો સમાવેશ થાય છે તો ટેસ્ટ અને ટી-20માં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

4) વિશ્વ ચેમ્પિયન સિંધુ

શટલર સ્ટાર પી.વી.સિંધુએ ગોલ્ડ મેડલ જીતી ભારતીય બેડમિન્ટનમાં એક નવો અધ્યાય જોડી દીધો. છેલ્લા 42 વર્ષમાં જે કોઈ ન કરી શક્યું તે 24 વર્ષીય સિંધુએ કરી બતાવ્યું. ત્રણ વર્ષ પહેલા ઓલમ્પિકમાં રજત જીતનારી સિંધુએ ફરી સુર્વણ અક્ષરોમાં તેનું નામ રોશન કર્યું.

5) હિમા દાસના 5 ગોલ્ડ

ભારતની યુવા એથ્લેટ હિમા દાસે જુલાઈમાં શાનદાર પ્રદર્શન કર્યું. હિમાએ એક મહિનામાં 5 ગોલ્ડ મેડલ જીતી રેકોર્ડ કર્યો. બે જુલાઈએ પોલેન્ડમાં, સાતે કુંટો એથલેટિક્સ મીટમાં, 13 જુલાઈએ ક્લાઈનોમાં, 17 જુલાઈએ ચેક રિપબ્લિકમાં અને 21 જુલાઈએ નોવે મેસ્ટો નાડ મેટુજીમાં ગોલ્ડ મેડલ જીત્યો.

6) રિંગની રાણી મેરી કૉમ

ત્રણ બાળકોની માતા અને રાજ્યસભાની સાંસદ એમસી મેરી કોમે કમાલ કરી દીધો. છ વખત વિશ્વ ચેમ્પિયન રહેલી 35 વર્ષીય મેરી કોમે પ્રતિષ્ઠિત ચેમ્પિયનશીપમાં 8 મેડલ જીત્યા. જેમાં 6 ગોલ્ડ, 1 સિલ્વર અને એક રજતનો સમાવેશ થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

7) ગોલ્ડન ક્વીન સિમોના

અમેરિકાની જિમ્નાસ્ટિક ક્વીન સિમોના બાઈલ્સે 6 વર્ષમાં એટલી સિદ્ધી મેળવી કે કોઈ કલ્પના ન કરી શકે. વિશ્વ ચેમ્પિયનશીપમાં સૌથી વધારે મેડલ મેળવ્યા. ક્વીન સિમોના 25 ગોલ્ડ, 19 સિલ્વર અને 3 રજત જીતનારી દુનિયાની એક માત્ર જિમ્નાસ્ટ બની.

8) બલિદાન ચિહ્ન પર વિવાદ

વર્લ્ડ કપ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથના ગ્લવ્જ પર રહેલા ચિહ્નથી વિવાદ સર્જાયો. જેના પર સેનાનો લોગો લાગેલો હતો. ICCએ પણ તેના પર વાંધો ઉઠાવ્યો, ICC કોઈપણ ઈન્ટરનેશનલ મેચમાં ખેલાડીને તેની ડ્રેસ કે એસેસરીઝ પર સ્પોન્સર લોગોને બાદ કરતાં કોઈ જ પરવાનગી નથી આપતું. વિવાદ વધતા ધોની બીજા ગ્લવ્જ સાથે મેદાનમાં ઉતર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

9) ટેબલ ટેનિસમાં રચાયો ઈતિહાસ

ભારતના યુવા ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે ITTF ચેલેન્જ પ્લસ બેનેક્સ વિર્ગો નોર્થ અમેરિકન ઓપન એવોર્ડ જીતી ઈતિહાસ રચી દીધો. અંડર-21ની ફાઈનલમાં અર્જેટીનાના માર્ટિન બેંટાનકોરને 11-3, 11-5, 11-6થી હરાવી મેચ જીતી. માનવ 2017 બાદ આ સ્પર્ધા જીતનાર પ્રથમ ભારતીય બન્યો.

10) ફુટબોલમાં ભારતનો ડંકો

ભારતીય ફુટબોલ ટીમે બાંગ્લાદેશને હરાવીને સૈફ અંડર-18 ચેમ્પિયનશીપ જીતી. નેપાળમાં રમાઈ રહેલા મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 2-1થી હરાવ્યું. ભારતે પ્રથમ વખત સૈફ અંડર-18 ચેમ્પિયનશીપ જીતી.

આ પણ વાંચો: FLASHBACK 2019: દેશની આ 10 પ્રસિદ્ધ વ્યક્તિઓએ દુનિયાને કહી અલવિદા

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">