Junior Hockey World Cup: ફ્રાન્સ સામે ભારત અભિયાનની શરૂઆત કરશે, જાણો વર્તમાન ચેમ્પિયનનું સંપૂર્ણ શિડ્યુલ

|

Nov 23, 2021 | 4:29 PM

ભારત આ વખતે જુનિયર હોકી વર્લ્ડ કપનું યજમાન છે. ભારતે વર્ષ 2016માં આયોજિત છેલ્લો જૂનિયર વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો.

Junior Hockey World Cup: ફ્રાન્સ સામે ભારત અભિયાનની શરૂઆત કરશે, જાણો વર્તમાન ચેમ્પિયનનું સંપૂર્ણ શિડ્યુલ
hockey players

Follow us on

Junior Hockey World Cup: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત જુનિયર હોકી વર્લ્ડ કપ (India Junior Hockey World Cup)માં પોતાનું ટાઈટલ બચાવવાના ઈરાદા સાથે પ્રવેશવા જઈ રહ્યું છે. સિનિયર ટીમના તાજેતરમાં જીતેલા બ્રોન્ઝ મેડલ (Bronze medal)બાદ જુનિયર ટીમ ફરીથી વર્લ્ડ ચેમ્પિયન (World Champion) બનીને ચાહકોને વધુ એક ભેટ આપવા માંગશે. જુનિયર ટીમની નજર ત્રીજા વર્લ્ડ કપ પર રહેશે. પ્રથમ ભારતે 2001માં હોબાર્ટ, ઓસ્ટ્રેલિયામાં જુનિયર હોકી વર્લ્ડ કપ જીત્યો અને પછી 2016માં લખનૌમાં ટાઇટલ જીત્યું.

જર્મનીએ છ વખત અને ભારતે બે વખત ખિતાબ જીત્યો છે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાને એક-એક વખત ખિતાબ જીત્યો છે. જુનિયર હોકી વર્લ્ડ કપને સિનિયર હોકી ટીમ (Senior Hockey Team)માં જગ્યા બનાવવા માટે મહત્વની કડી માનવામાં આવે છે. જુનિયર વર્લ્ડ કપ 2016 ની ટીમમાં સામેલ નવ ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)રમ્યા હતા. વિવેક સાગર પ્રસાદની આગેવાની હેઠળની ભારતીય ટીમના સભ્યો તેમના પ્રદર્શનથી વરિષ્ઠ પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે.

યજમાન ભારત પૂલ બીમાં છે

મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ

ભારતને ફ્રાન્સ, કેનેડા અને પોલેન્ડની સાથે પૂલ બીમાં રાખવામાં આવ્યું છે. બેલ્જિયમ, મલેશિયા, ચિલી અને દક્ષિણ આફ્રિકા પૂલ Aમાં છે જ્યારે નેધરલેન્ડ, સ્પેન, કોરિયા અને યુએસએ પૂલ Cમાં છે. જર્મની, પાકિસ્તાન, ઇજિપ્ત અને આર્જેન્ટિના પૂલ ડીમાં છે. દરેક પૂલમાંથી ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઇનલમાં જશે. બેલ્જિયમ, જર્મની અને નેધરલેન્ડની સાથે ભારત ટોચના દાવેદારોમાં સામેલ છે કારણ કે, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે કોરોના સંબંધિત પ્રવાસ પ્રતિબંધોને કારણે પીછેહઠ કરી છે. ભારત તેનું અભિયાન બુધવારથી શરૂ કરશે. આ તમામ મેચો ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને રમાશે. મેચ દરમિયાન ચાહકોને સ્ટેડિયમમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

ભારતનું ગ્રુપ રાઉન્ડ શેડ્યૂલ

24 નવેમ્બર – ભારત વિ ફ્રાન્સ – સાંજે 7:30 કલાકે

25 નવેમ્બર – સાંજે 7:30 વાગ્યે ભારત વિ કેનેડા

27 નવેમ્બર – ભારત વિ પોલેન્ડ – સાંજે 7:30 કલાકે.

નોકઆઉટ તબક્કો ક્વાર્ટર ફાઈનલથી શરૂ થશે

ગ્રુપ રાઉન્ડ પછી, દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો ક્વાર્ટર ફાઇનલમાં જશે જ્યાંથી નોકઆઉટ સ્ટેજ શરૂ થશે. ક્વાર્ટર ફાઈનલ બાદ સેમીફાઈનલ અને ત્યારબાદ ફાઈનલ મેચ 5 ડિસેમ્બરે રમાશે. ભારત ઉપરાંત બેલ્જિયમનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે, મલેશિયાનો સામનો ચિલી સાથે, જર્મનીનો મુકાબલો પાકિસ્તાન અને કેનેડાનો સામનો પોલેન્ડ સામે થશે.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમતા મેદાનમાં ઈજા પામનાર 3 ખેલાડીઓ મોતને ભેટી ચૂક્યા છે, જાણો કયા કયા છે આ ખેલાડીઓ ?

Next Article