લીગ રમતોને લઇ ઇયોન મોર્ગને ભારતીય ક્રિકેટરોની સ્વતંત્રતાને મુદ્દે કહ્યા આકરા વેણ, BCCI અને ICCને પણ ઘેર્યુ

|

Apr 03, 2021 | 8:09 AM

ઇંગ્લેંડ (England) ની વન ડે અને T20 ટીમના કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) એ ભારતીય ક્રિકેટરોને લઇને દાવો કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેમના દેશની મહત્વકાંક્ષી ઘ હન્ડ્રેડ (The Hundred) સહિતની વિશ્વની અન્ય લીગમાં ભારતીય ક્રિકેટર ભાગ લેવા ઇચ્છે છે.

લીગ રમતોને લઇ ઇયોન મોર્ગને ભારતીય ક્રિકેટરોની સ્વતંત્રતાને મુદ્દે કહ્યા આકરા વેણ, BCCI અને ICCને પણ ઘેર્યુ
Eoin Morgan

Follow us on

ઇંગ્લેંડ (England) ની વન ડે અને T20 ટીમના કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) એ ભારતીય ક્રિકેટરોને લઇને દાવો કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેમના દેશની મહત્વકાંક્ષી ઘ હન્ડ્રેડ (The Hundred) સહિતની વિશ્વની અન્ય લીગમાં ભારતીય ક્રિકેટર ભાગ લેવા ઇચ્છે છે. તેણે કહ્યુ હતુ કે, હાલમાં ભારતીય ખેલાડીઓને બીજા દેશોની લીગમાં રમવા માટે અનુમતી નથી. BCCI નુ કહેવુ છે કે, ભારતીય ખેલાડી જો અન્ય લીગમાં રમશે તો IPL પર અસર પડશે. આ કારણથી બીજા દેશોની લીગની રમતમાં ભારતીય પ્લેયર સંન્યાસ બાદ જ જોવા મળતા હોય છે.

IPL માં કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) ની કેપ્ટનશીપ કરનારા ઇયોન મોર્ગનએ રમતમા આયોજકોને આવનારા 10 વર્ષની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા સલાહ આપી છે. જેના થી એ નક્કી થઇ શકે કે, ટોચના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સ્થાને આકર્ષક લીગમાં કેરિયર બનાવવા માટે મજબૂર ના થવુ પડે.

ઇયોન મોર્ગને સ્કાય સ્પોર્ટ્સ સાથે કોઇનુ પણ નામ લીધા વિના કહ્યુ હતુ કે, આપણે અહી ધ હંન્ડ્રેડ વિશે વાત કરી રહ્યા છીએ. જોકે મને ખબર છે કે, એવા અનેક ભારતીય ક્રિકેટર છે જે ધ હંડ્રેડ અને વિશ્વભરની અન્ય ટુર્નામેન્ટમાં રમવાનુ પસંદ કરશે. તેમને યાત્રા કરવી અને નવી પરિસ્થિતીઓ તેમજ સંસ્કૃતીઓનો અનુભવ લેવાનુ પસંદ છે. તેમના આવવા થી આવી ટુર્નામેન્ટોનુ મહત્વ વધી શકશે. ધ હંડ્રેડ ટુર્નામેન્ટ ગત વર્ષે શરુ થનારી હતી. પરંતુ કોરોના મહામારીને લઇને તેને એક વર્ષ માટે મોકુફ કરી દેવામાં આવી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મોર્ગને ICC ને પણ ઘેરી લીધુ
ઇંગ્લેંડને વિશ્વકપ જીતાડનારા ઇયોન મોર્ગન એ કહ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ (ICC) એ દેશો માટે પર્યાપ્ત પગલા નથી ભરી રહ્યુ, જેમના ખેલાડીઓ ખાનગી લીગને પસંદ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, મારી સૌથી મોટી ચિંતા એ છે કે, જે રીતે રમત ઝડપ થી આગળ વધી રહી છે, તેમાં એ ઝડપ થી બદલાવ નથી આવી રહ્યો. આ એક નિશ્વિત રુપ થી ચિંતાનો વિષય છે. હવે તેને સુધારવાની આવશ્યકતા છે, કારણ કે તમે બીજા દેશ સામે રમવા સમયે પોતાની સર્વશ્રેષ્ઠ પ્લેયીંગ ઇલેવન ઉતારવામાં સક્ષમ નથી. કારણ કે તે દુનિયાભરની મોટી લીગ રમી રહ્યા છે.

મોર્ગને ICC ને ચેતવ્યુ હતુ કે, આગળના 10 વર્ષમાં ફેંન્ચાઇઝી ક્રિકેટની સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પાછળ રહી જશે. તેમણે કહ્યુ હતુ કે, જે અત્યારે મુખિયાના રુપે છે તેણે આગળના દશ વર્ષ માટે વિચારવાની જરુરીયાત છે. કારણ તે એમ નહી થાય તો વિશ્વભરમાં આયોજીત થનારી ફેન્ચાઇઝી લીગનો દબદબો વધી જશે. મોર્ગનનુ માનવુ છે કે, રમતની નિતી-નિર્ધારકો એ ક્રિકેટના ત્રણ ફોર્મેટને યોગ્ય રીતે અલગ નથી કર્યા.

Next Article