AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોનીના ફેન્સ માટે મહત્વના સમાચાર, UAEમાં પહોંચ્યા પછી પ્રથમવાર જોવા મળ્યો માહીનો આ અંદાજ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ગત 21 ઓગસ્ટે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે રવાના થયા હતા. આ પછી ધોનીની એક પણ તસ્વીર જોવા મળી ન હતી. ચેન્નાઇથી દુબઈ જતી વખતે એમએસ ધોનીની છેલ્લી તસ્વીર સોશિયલ મીડિયા પર લેવામાં આવી હતી. ધોનીની માફક ઘણા ખેલાડીઓની […]

ધોનીના ફેન્સ માટે મહત્વના સમાચાર, UAEમાં પહોંચ્યા પછી પ્રથમવાર જોવા મળ્યો માહીનો આ અંદાજ
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:36 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની ગત 21 ઓગસ્ટે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે રવાના થયા હતા. આ પછી ધોનીની એક પણ તસ્વીર જોવા મળી ન હતી. ચેન્નાઇથી દુબઈ જતી વખતે એમએસ ધોનીની છેલ્લી તસ્વીર સોશિયલ મીડિયા પર લેવામાં આવી હતી. ધોનીની માફક ઘણા ખેલાડીઓની તસ્વીરો પણ ક્યાય જોવા મળી ન હતી, ખાસ કરીને કે જેઓ સીએસકેના સભ્ય હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે 28 ઓગસ્ટના રોજ પ્રશિક્ષણ અને પ્રેક્ટિસ માટે મેદાન લેવાનું હતું, પરંતુ તે પહેલાં ટીમના બે ખેલાડીઓ અને 11 અન્ય સભ્યો કોરોના વાયરસ પરીક્ષણમાં પોઝિટીવ હોવાનું સામે આવ્યુ હતુ.

https://twitter.com/ChennaiIPL/status/1301776293202219013?s=20

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોરોનાને લઈને પ્રેકટીસ સેશન મોકૂફ રાખવી પડી હતી, પરંતુ હવે ટીમના સભ્યોનો કોરોના રીપોર્ટ નકારાત્મક આવ્યો છે અને ટીમ હવે 4 સપ્ટેમ્બરથી પ્રેકટિસ પર પરત ફરી રહી છે. આઈપીએલને લઈને શરુ થતી પ્રેકટિસ પહેલા જ સીએસકે ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની જોવા મળ્યા છે, જે છેલ્લા બે અઠવાડિયાથી ચાહકોની નજરથી દૂર હતા. દુબઈ પહોંચ્યા પછી, એમએસ ધોનીની એક પણ તસ્વીર સોશિયલ મીડિયા પર જોવા મળી ન હતી કે ન તો ધોનીએ પોતાના સોશિયલ મીડિયા પર પોતાની કોઈ તસવીર શેર કરી હતી અને ન તો સીએસકેએ ધોનીની કોઈપણ તસ્વીર સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી હતી, પરંતુ સીએસકેના કોરોના સંકટ હળવુ થતાં જ એમએસ ધોની સોશિયલ મીડિયા પર દેખાઈ આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સીએસકેએ હવે ટ્વિટર પર એક તસ્વીર શેર કરી છે, જેમાં શેન વોટસન અને ધોની નજરે પડે છે. તેના કેપ્શનમાં સીએસકેએ લખ્યું છે કે, “વોટસન અને ધોની દેખાયા” સીએસકે, એમએસ ધોનીના નેતૃત્વ હેઠળ, 4 સપ્ટેમ્બરથી આઈપીએલને લઇને પ્રેકટીસ શરુ કરશે. આઈપીએલ 2020ની સિઝનમાં સીએસકે એકમાત્ર ટીમ છે કે જેણે યુએઈમાં આવ્યા પછી પ્રેક્ટિસ અને તાલીમ શરૂ કરી નહોતી, કારણ કે ટીમના સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તે પછી મોટાભાગના સભ્યોને ક્વોરન્ટાઈનમાં રહેવું પડ્યું હતુ. જો કે સંક્રમિત થયેલા ખેલાડીઓ અને અન્ય સભ્યો આગામી સપ્તાહથી ટીમમાં જોડાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

'નંદા દેવી''LPG ટેન્કર' જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
'નંદા દેવી''LPG ટેન્કર' જામનગરના વાડીનાર પોર્ટ નજીક પહોંચ્યું
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે, નવી ભાગીદારી ફળદાયી સાબિત થશે
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
g clip-path="url(#clip0_868_265)">