CWG 2022 Swimming: મેડલની તરસ થશે સમાપ્ત, ભારતીય તરવૈયા લગાવશે ‘ઐતિહાસિક ડૂબકી’, જે અત્યાર સુધી ના થયુ એ બર્મિંગહામમાં થશે

કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) માં ભારતીય તરવૈયાઓનો ઈતિહાસ સારો રહ્યો નથી, પરંતુ આ વખતે આ ઈતિહાસ બદલાશે તેવી આશા છે.

CWG 2022 Swimming: મેડલની તરસ થશે સમાપ્ત, ભારતીય તરવૈયા લગાવશે 'ઐતિહાસિક ડૂબકી', જે અત્યાર સુધી ના થયુ એ બર્મિંગહામમાં થશે
Indian Swimmers સફળ રહેવાની આશા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 7:20 PM

કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games-2022) માં ભારતનો ઇતિહાસ સારો રહ્યો છે. આ ગેમ્સમાં દેશે ઘણા મેડલ જીત્યા છે. ભારતીય ખેલાડીઓ મોટા ભાગના પ્રસંગોએ આ રમતોમાં સારો દેખાવ કરી રહ્યા છે. છેલ્લી વખત આ ગેમ્સ 2018માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાઈ હતી, જેમાં ભારતે કુલ 66 મેડલ જીત્યા હતા. ગત વખતે આ ગેમ્સમાં ભારતે 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ વખતે બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ-2022 માં એવી પણ અપેક્ષા છે કે વધુને વધુ મેડલ ભારતના હિસ્સામાં આવે અને ઈતિહાસ રચાય. ભારત આ વર્ષે આ ગેમ્સમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે. પરંતુ તેની સાથે જ તે રમતોમાં મેડલ જીતવાની પણ અપેક્ષા છે જેણે ભારતને અત્યાર સુધી નિરાશ કર્યું છે. આવી જ એક રમત છે સ્વિમિંગ (Swimming). કોમનવેલ્થ ગેમ્સમાં સ્વિમિંગમાં ભારતનો ઇતિહાસ સારો રહ્યો નથી.

કોમનવેલ્થ ગેમ્સની શરૂઆતથી જ સ્વિમિંગ આ રમતોનો એક ભાગ છે. એટલે કે 1930 થી સ્વિમિંગ આ રમતોનો એક ભાગ છે, પરંતુ ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. આ વખતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતીય તરવૈયાઓ ઈતિહાસ રચશે અને ભારતને ગૌરવ અપાવશે.

હજુ સુધી મેડલ મળ્યો નથી

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મેડલની લાઇન લગાવી છે. કુસ્તી, બોક્સિંગ, શૂટિંગ, બેડમિન્ટન, હોકી અને અન્ય ઘણી રમતોમાં મેડલ જીત્યા છે, પરંતુ સ્વિમિંગમાં હજુ મેડલની ખોટ સાલી રહી છે. કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધી કોઈ ભારતીય સ્વિમરે મેડલ જીત્યો નથી. જોકે, પેરા સ્વિમર પ્રશાંત કર્માકરે 50 મીટર ફ્રીસ્ટાઈલમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. જોકે, આ મેડલ પેરા કોમનવેલ્થ ગેમ્સમાં આવ્યો હતો. દર વખતે આ ગેમ્સમાં ભારતીય તરવૈયાઓ મેડલ લઈને આવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ એવું થતું નથી અને દરેક વખતે ભારતને નિરાશા જ મળે છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

આ ખેલાડીઓ પર રહેશે આધાર

ભારતે બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં તરવૈયાઓની ચાર સભ્યોની ટીમ મોકલી છે અને તે તમામ પુરૂષ સ્વિમર છે. ભારતે સાજન પ્રકાશ, શ્રીહરિ નટરાજ, કુશાગ્ર રાવત અને અદ્વૈત પાજેને આ ગેમ્સ માટે મોકલ્યા છે. સાજન 50 મીટર, 100 મીટર અને 200 મીટર બટરફ્લાયમાં ઉતરશે. નટરાજ 50 મીટર, 100 મીટર, 200 મીટર બેકસ્ટ્રોકમાં ઉતરશે. કુશાગરા 200 મીટર, 400 મીટર અને 1500 મીટર ફ્રી સ્ટાઇલમાં ભાગ લેશે. અદ્વૈત 1500 મીટરમાં કુશાગ્ર સાથે રહેશે. આ વખતે એક પણ મહિલા સ્વિમર આ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોવા મળશે નહીં કારણ કે તે જરૂરી ક્વોટા મેળવી શકી નથી.

નટરાજ અને સાજન પ્રકાશ પાસેથી અપેક્ષાઓ

આ વખતે ભારતને સ્વિમિંગમાં મેડલ મળવાની આશા છે અને તેનું કારણ છે સાજન પ્રકાશ, નટરાજ. સાજન ફીના નો A ઓલિમ્પિક ક્વોલિફિકેશન હાંસલ કરનાર પ્રથમ ભારતીય સ્વિમર બન્યો. નટરાજે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત માટે સતત સારું પ્રદર્શન કર્યું છે અને તેથી તે મેડલનો દાવેદાર પણ છે.

g clip-path="url(#clip0_868_265)">