Cricket: મહિલા ટીમમાં સ્ટાર કલ્ચર અને ઘમંડને ખતમ કરવા ડબલ્યુ વી રમણે સૌરવ ગાંગુલીને લખ્યો પત્ર

|

May 15, 2021 | 8:20 AM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ ડબલ્યુ વી રમણ એ BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને એક પત્ર લખીને કેટલાક આરોપ લગાવ્યા છે.

Cricket: મહિલા ટીમમાં સ્ટાર કલ્ચર અને ઘમંડને ખતમ કરવા ડબલ્યુ વી રમણે સૌરવ ગાંગુલીને લખ્યો પત્ર
WV Raman with Women's Team

Follow us on

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Women’s Cricket Team India) ના પૂર્વ કોચ ડબલ્યુ વી રમણ (WV Raman) એ BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને એક પત્ર લખીને કેટલાક આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ છે કે, રાષ્ટ્રીય ટીમમાં આત્મદંભી સંસ્કૃતીને બદલવાની જરુર છે. રમણ એ ઇમેલ દ્વારા મોકલલે પત્રને રાષ્ટ્રીય ક્રિકેટ એકડમી (NCA) ના પ્રમુખ રાહુલ દ્રાવિડ (Rahul Dravid) ને પણ મોકલ્યો છે. સાથે જ કહ્યુ છે હતું કે, જો તેમનાથી (દ્રાવિડ) સલાહ માંગવામાં આવી શકે તો તે દેશમાં મહિલા ક્રિકેટનુ માળખુ તૈયાર કરી શકે છે.

પૂર્વ ક્રિકેટર મદનલાલની આગેવાની ધરાવતી ક્રિકેટ સલાહકાર સમિતિએ ગત ગુરુવારે એક આશ્વર્ય સર્જતા નિર્ણય સાથે, રાષ્ટ્રીય મહિલા ટીમના કોચ પદે રમણના સ્થાને રમેશ પવારને પસંદ કર્યા હતા. રમણની દેખરેખમાં ગત વર્ષે ટીમ T20 વિશ્વકપમાં ઉપ વિજેતા રહી હતી. રમણના આ પત્ર સંદર્ભે જાણકારી રાખનારા એક સુત્ર એ સમાચાર સંસ્થા સાથે કરેલી વાતચીત મુજબ જ્યાં સુધી મને ખ્યાલ છે, રમણ એ કહ્યુ છે કે, તે હંમેશા ટીમને કોઇનાથી પણ ઉપર રાખવામાં વિશ્વાસ ધરાવે છે. સાથે જ એ વાતમાં પણ ભાર મુકે છે કે, કોઇ પણ વ્યક્તિ હકિકતમાં આત્મદંભી નથી હોઇ શકતો.

રમણના આ પત્રને લઇને વિવાદ પણ સર્જાઇ શકે છે. કારણ કે ખેલાડીઓ સાથે મતભેદ હંમેશા કોચનું બલિદાન લેતું હોય છે. ખાસ કરીને જે પ્રમાણે મિતાલી રાજના મામલામાં થયું હતું. રમણ એ જોકે તેમના પત્રમાં કોઇના નામનો ઉલ્લેખ નથી કર્યો. જોકે પત્રને લઇને સમજી શકાય છે કે, ટીમમાં પ્રસરી રહેલી સ્ટાર સંસ્કૃતીના સંદર્ભમાં વિસ્તૃત વાત કહી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રમણે ગાંગુલીને કહ્યુ હતું કે, જો કોઇ પૂર્વ ખેલાડી આ સંસ્કૃતીથી ગુંગળામણ અનુભવે છે તો, કોઇ પૂર્વ કપ્તાનના રુપમાં તેમણે આ અંગે નિર્ણય કરવો જોઇએ. શું કોચ વધારે કંઇક માંગી રહ્યો છે. રમણે કોચના રુપમાં સક્રિય નહી રહ્યાના આરોપોને પણ ફગાવ્યા હતા. તેમણે યાદ અપાવ્યું હતું કે, ગત ટી20 લીગ દરમ્યાન યુએઇની જે પરિસ્થીતીઓમાં પણ બપોરે એકથી રાત્રીના ત્રણ વાગ્યા સુધી ત્રણેય ટીમોના તાલિમનું નિરીક્ષણ કરતા રહ્યા હતા.

Next Article