Rohit Sharma ને વનડે અને ટી 20 ના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવી શકે છે ! તેણે ટીમ ઇન્ડિયાને 80 ટકા મેચોમાં જીત અપાવી

|

Sep 13, 2021 | 1:18 PM

ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમ ઇન્ડિયાને નવો કેપ્ટન મળી શકે છે. રોહિત શર્માને વનડે અને ટી 20 ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. તેણે ભૂતકાળમાં પણ અનેક વખત ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી અને કેપ્ટન તરીકે 29 માંથી 23 મેચ પણ જીતી છે.

Rohit Sharma ને વનડે અને ટી 20 ના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવી શકે છે ! તેણે ટીમ ઇન્ડિયાને 80 ટકા મેચોમાં જીત અપાવી
Rohit Sharma

Follow us on

Rohit Sharma : ઘણા સમયથી રોહિત શર્માને ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. ટી 20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup) બાદ રોહિત (Rohit Sharma)ને વિરાટ કોહલીને બદલે ટી 20 અને વનડે ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. રોહિતે માત્ર આઈપીએલમાં જ પોતાને કેપ્ટન તરીકે સાબિત નથી કર્યો પરંતુ આંતરરાષ્ટ્રીય મેચો (International Matches)માં પણ, તેણે ટીમ ઇન્ડિયાને 80 ટકા મેચોમાં જીત અપાવી છે. આ કારણોસર તે BCCI (Board of Control for Cricket in India)ના વિશ્વસનીય ખેલાડીઓમાંથી એક છે.

વિરાટ કોહલી (Virat Kohli)ની વાત કરીએ તો તે હજુ સુધી આઈસીસી ટ્રોફી સિવાય આઈપીએલનો ખિતાબ જીતી શક્યો નથી. આ સાથે જ રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)ને 5 વખત આઈપીએલ (IPL)નો ખિતાબ અપાવ્યો છે. રોહિતે ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધી 29 મેચમાં કેપ્ટનશીપ કરી છે. 23 માં ટીમ જીતી છે, જ્યારે માત્ર 6 માં તેઓ હારી છે. રોહિત શર્મા દબાણ હેઠળ પણ સારું પ્રદર્શન કરવા માટે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા છે.

15 ટી -20 મેચ જીતી છે

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રોહિત શર્મા (Rohit Sharma)એ તેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને 15 ટી 20 મેચમાં જીત અપાવી છે. તે ટી 20 માં ભારત માટે ત્રીજા સૌથી સફળ કેપ્ટન છે. એમએસ ધોનીએ 41 અને વિરાટ કોહલીએ 27 ટી 20 મેચ જીતી છે. રોહિતે અત્યાર સુધીમાં 19 ટી 20 મેચમાં કેપ્ટનશિપ કરી છે. તેઓ 4 મેચમાં હાર્યા છે. વનડેની વાત કરીએ તો રોહિતની કેપ્ટનશીપમાં ટીમે 10 માંથી 8 મેચ જીતી છે. માત્ર 2 મેચ હારી.

એશિયા કપનો ખિતાબ જીત્યો

2018 માં ટી-20 એશિયા કપમાં ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં આવી અને ખિતાબ પણ કબજે કર્યો. ટીમે ફાઇનલમાં બાંગ્લાદેશને 3 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 2023 માં ઘર આંગણે વનડે વર્લ્ડ કપ રમવાનો છે. આ પહેલા રોહિતને તેના અનુસાર ખેલાડીઓને તૈયાર કરવાની તક મળશે. તેથી બોર્ડ પણ તેમને તૈયારી માટે પૂરતો સમય આપવા માંગે છે.

રિપોર્ટ અનુસાર, વિરાટ કોહલી (Virat Kohli)એ BCCI (Board of Control for Cricket in India)ને તેના નિર્ણયની જાણકારી આપી છે અને, રોહિત શર્મા (Rohit Sharma)ને પણ આ અંગે સંકેત આપવામાં આવ્યા છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 65 ટેસ્ટ, 95 વનડે અને 45 ટી 20 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આમાં તેણે 38 ટેસ્ટ જીતી છે, 65 વનડે જીતી છે અને 29 ટી 20 મેચ જીતી છે.

અહેવાલ મુજબ, ટૂંક સમયમાં વિરાટ કોહલી (Virat Kohli)ની જગ્યાએ રોહિત શર્મા (Rohit Sharma)ને વનડે અને ટી 20 ના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : T20 world cup પછી વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડશે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી શકે છે

Next Article