Cricket: રોબિન ઉથપ્પાએ આટલા વર્ષે કહ્યુ, ભારત પાકિસ્તાન સામેની મેચમાં શોએબ અખ્તરે આવી ધમકી આપી હતી

|

May 17, 2021 | 12:30 PM

રાવલપિંડી એક્સપ્રેસથી ઓળખાતા પાકિસ્તાનના ઝડપી બોલર શોએબ અખ્તરને વિશ્વના ખતરનાક બોલરોમાં ગણના કરવામાં આવતી હતી.

Cricket: રોબિન ઉથપ્પાએ આટલા વર્ષે કહ્યુ, ભારત પાકિસ્તાન સામેની મેચમાં શોએબ અખ્તરે આવી ધમકી આપી હતી
Robin Uthappa & Shoaib Akhtar

Follow us on

રાવલપિંડી એક્સપ્રેસથી ઓળખાતા પાકિસ્તાન (Pakistan) ના ઝડપી બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) ને વિશ્વના ખતરનાક બોલરોમાં ગણના કરવામાં આવતી હતી. તે બોલની ઝડપ અને બાઉન્સર વડે બેટ્સમેનો પર પોતોના ખૌફ ચલાવતો હતો. તેણે વિશ્વભરના બેટ્સમેનોને પોતાની બોલીંગ વડે મુશ્કેલીમાં રાખ્યા હતા. ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પા (Robin Uthappa) એ શોએબ અખ્તરે પોતાને કેવી ચેતવણી આપી હતી, તેને લઇને એક કહાની ફેન્સ સામે રજૂ કરી છે.

ઉથપ્પાએ સોશિયલ મીડિયા વિડીયો દ્વારા વાત કરતા કહ્યુ હતું કે, ગુવાહાટીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઇ રહી હતી. ગુવાહાટી એ ભારતના પૂર્વીય ક્ષેત્રમાં આવેલો વિસ્તાર છે. જ્યાં દેશના અન્ય ભાગના પ્રમાણમાં અંધારુ વહેલુ થઇ જતુ હોય છે. તે વખતે અમને વન ડેમાં બે નવા બોલ મળતા હતા. 34 ઓવર બાદ ટીમને બીજો નવો બોલ મળતો હતો. જે બોલ 24 ઓવર જૂનો રહેતો હતો.

જે મેચમાં શોએબ અખ્તર બોલીંગ કરી રહ્યો હતો. હું અને ઇરફાન પઠાણ બેંટીગ કરી રહ્યા હતા. અમારે જીત માટે 25 બોલમાં 12 રનની જરુર હતી. મને યાદ છે કે, જ્યારે બેટીંગ કરી રહ્યો હતો, ત્યારે શોએબ એ મને એક યોર્કર બોલ ફેંક્યો હતો. જોકે તે બોલને રમવાથી ચુકી ગયો પરંતુ, તેને રોકી લેવામાં સફળ રહ્યો હતો. તે બોલની ઝડપ 154 રનની આસપાસની હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ત્યારબાદ આગળના બોલે મે ચોગ્ગો લગાવ્ય હતો. આગળ જતા જીત માટે 3-4 રનની જરુર હતી. આ દરમ્યાન મે ખુદની સાથે વાત કરી કે, શોએબના બોલને તેની નજીક જઇને ફટકારવાનો છે. આવા મોકા કેટલી વાર મળશે. ત્યારબાદ તેણે એક લેન્થ બોલ ફેંક્યો અને મે તેની પર ચોગ્ગો લગાવ્યો હતો. ભારતે તે મેચ જીતી લીધી હતી.

આગળની મેચ ગ્વાલીયરમાં હતી મને યાદ છે કે, અમે ડિનર કરી કોઇના રુમમાં ગયા હતા, જ્યાં શોએબ અખ્તર પણ હાજર હતો. તે મારી પાસે આવ્યો અને મને કહ્યુ કે, રોબીન તે સારી બેટીંગ કરી અને તે મારા બોલને ધોઇ નાંખ્યા. પરંતુ જો આગળની વાર તે આમ કર્યું તો, ખબર નહી શું થશે. જો તુ ફુટ સ્ટેપનો ઉપયોગ કરીશ તો હું બોલ સીધો તારા માથા પર ફેંકી શકુ છું. ત્યારબાદ મે તેની સામે પોતાના ફુટ સ્ટેપનો ઉપયોગ નહોતો કર્યો.

Next Article