IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ 97 માં સમેટાઈ જવાને લઈ રૈના સામે યુવરાજ સિંહે ઉડાવી મજાક, વાયરલ થયો Video

|

May 14, 2022 | 11:22 AM

ચેન્નાઈ (Chennai Super Kings) ની ટીમ ગત ગુરુવારે રાત્રે મુંબઈ સામે ટકરાઈ હતી, જેમાં ચેન્નાઈ માત્ર 97 રનમાં સમેટાઈ ગયુ હતુ. મુંબઈ સામે ચેન્નાઈ હારી જતા પ્લેઓફની આશા પણ સમાપ્ત થઇ ગઈ હતી.

IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ 97 માં સમેટાઈ જવાને લઈ રૈના સામે યુવરાજ સિંહે ઉડાવી મજાક, વાયરલ થયો Video
Yuvraj Singh નો રૈના સાથેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે

Follow us on

IPL 2022 ની 59મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ વચ્ચે રમાઈ હતી. આ મેચ લો સ્કોરીંગ મેચ હતી, છતાં પણ એક તબક્કે મેચમાં રોમાંચ છવાઈ ગયો હતો. ઓછા સ્કોરની મેચમાં પણ ક્રિકેટ પ્રેમીઓએ તેનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. કારણ કે બંને ટીમોની શરુઆત એક તબક્કે એક સરખી રહી હતી. બંને ટીમોએ ઓછા સ્કોરમાં પોતાના ટોપ ઓર્ડરને ગુમાવી દીધો હતો. ચેન્નાઈની ટીમ મુંબઈ સામે માત્ર 97 રનમાં જ સમેટાઈ ગઈ હતી. તેની આ રમતને લઈને સુરેશ રૈના (Suresh Raina) ની સામે યુવરાજ સિંહે (Yuvraj Singh) ચેન્નાઈની મજાક ઉડાવી હતી. હવે આ વિડીયો વાયરલ થવા લાગ્યો છે.

મિસ્ટર આઈપીએલ તરીકે ઓળખાતા સુરેશ રૈના આ વખતે મેદાન કે ડગ આઉટમાં હાજર નહી પરંતુ દર્શકના રુપમાં જોવા મળી રહ્યો છે. તે આ સિવાય આઇપીએલમાં કોમેન્ટેટરના રુપમાં પણ જોવા મળ્યો હતો. ચેન્નાઈ અને મુંબઈ વચ્ચેની મેચ દરમિયાન રૈના આવી જ રીતે મેચ ને નિહાળી રહ્યો હતો. તેની જૂની ટીમ એટલે કે ચેન્નાઈની ટીમનો તે ગત સિઝન અને એ પહેલા પણ હિસ્સો રહ્યો હતો તેની મેચ હતી. તો તેની સાથે યુવરાજ સિંહ પણ હાજર હતો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ચેન્નાઈની રમત કંગાળ રહી હતી અને તેની પર યુવરાજ સિંહ મજાક કરી રહ્યો હતો અને આ જ અંદાજમાં તેણે રૈનાને પુછી લીધુ હતુ કે, રૈના તમારી ટીમ તો માત્ર 97 રનમાં જ આઉટ થઈ ગઈ છે. તેના આ સવાલના જવાબમાં રૈનાએ પણ કહ્યુ હતુ કે, પાજી મેં તો મેચ નથી જોઈ. યુવરાજ અને રૈના બંને સવાલ જવાબ બાદ જોર જોર થી હસવા લાગે છે. આ બંને નો આ વિડીયો હવે સોશિયરલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે.

 

રૈનાને આઇપીએલ 2022 ના ઓક્શનમાં કોઈ ખરીદદાર નહોતુ મળ્યુ

ચેન્નાઈની ટીમમાં સુરેશ રૈના લાંબો સમય સુધી જોડાયેલો રહ્યો હતો. પરંતુ વર્ષ 2020 ની સિઝનમાં તે દુબઈથી અંગત કારણોસર સિઝનની શરુઆત પહેલા જ પરત ફર્યો હતો. ત્યાર બાદ 2021 ની સિઝન દરમિયાન તે ફરીથી ટીમનો હિસ્સો રહ્યો હતો પરંતુ તેણે રન બનાવવા માટે ખૂબ સંધર્ષ કરવો પડ્યો હતો. આમ તેના માટે તે સિઝન ખરાબ રહી હતી. આઇપીએલ 2022 ના મેગા ઓક્શનમાં તેને કોઈપણ ટીમે ખરીદ્યો નહતો. જેથી બહાર રહ્યો હતો. જોકે તે કોમેન્ટેટરના રુપમાં જોવા મળી રહ્યો છે.

 

 

 

Published On - 11:20 am, Sat, 14 May 22

Next Article