IND VS WI: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં યશસ્વી જયસ્વાલ-ઋતુરાજ ગાયકવાડનું થશે ડેબ્યૂ, BCCIએ કરી પુષ્ટિ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડ પ્રથમ ટેસ્ટ રમશે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ એ વાતની પુષ્ટિ થઈ છે કે તે બંને BCCI પોડકાસ્ટમાં જરૂર ડેબ્યૂ કરશે.

IND VS WI: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં યશસ્વી જયસ્વાલ-ઋતુરાજ ગાયકવાડનું થશે ડેબ્યૂ, BCCIએ કરી પુષ્ટિ
Yashasvi and Ruturaj
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 6:28 PM

યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) અને ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય છે. આ બંને ખેલાડીઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં પણ સામેલ છે. જો કે આ બંનેમાંથી પહેલા ડેબ્યૂ કરવાની તક કોને મળશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ ટેસ્ટ ડેબ્યૂ પહેલા બંને ખેલાડીઓ BCCIના અલગ પ્રોજેક્ટમાં ડેબ્યૂ અને ઓપન કરશે એ નક્કી થઈ ગયું છે. જેની જાણકારી BCCIએ ટ્વિટ કરીને આપી છે.

BCCI પોડકાસ્ટમાં યશસ્વી-ઋતુરાજ

વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝમાં ડેબ્યૂ કરતા પહેલા આ બંને ખેલાડીઓ BCCIના એક ખાસ પ્રોગ્રામમાં જોવા મળશે. વાસ્તવમાં BCCI તેનું પોડકાસ્ટ શરૂ કરવા જઈ રહ્યું છે અને તેનો પહેલો એપિસોડ ઋતુરાજ ગાયકવાડ અને યશસ્વી જયસ્વાલ કરવાના છે. મતલબ કે આ બંને BCCI પોડકાસ્ટના ડેબ્યુમાં ઓપનિંગ એપિસોડમાં જોવા મળશે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

BCCIએ શેર કર્યો Video

BCCIએ આ અંગે ખાસ વીડિયો શેર કર્યો હતો. BCCIના વીડિયોમાં યશસ્વી અને ગાયકવાડે અદભૂત અભિનય કર્યો હતો. વીડિયોમાં ગાયકવાડ કહે છે- “સાંભળ યશસ્વી, આપણે બંને નવા છીએ, આ દ્રશ્ય પણ આપણા માટે નવું છે અને BCCI પોડકાસ્ટ પણ નવું છે અને આપણા બંનેનો પણ આ પહેલો જ એપિસોડ છે. ચાલો આ પણ કરીએ.”

પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની રેસમાં બંને ખેલાડીઓ

ભારતીય ટીમ 12 જુલાઈથી ડોમિનિકામાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ રમશે. આ મેચમાં યશસ્વી અને ઋતુરાજ બંને પદાર્પણ કરવાની રેસમાં છે. જો કે, યશસ્વી જયસ્વાલના ડેબ્યૂના ચાન્સ વધુ છે કારણ કે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ટીમના રિઝર્વ ખેલાડીઓમાં પણ સામેલ હતો અને સાથે જ સ્થાનિક ક્રિકેટમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

આ પણ વાંચો : Sunil Gavaskar B’day: સચિને જેમને જોઈને પકડ્યુ બેટ, તેમને ખાસ અંદાજમાં જન્મદિવસની આપી શુભકામના

IPL-ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન

જયસ્વાલે અત્યાર સુધી 15 ફર્સ્ટ ક્લાસ મેચમાં 80થી વધુની એવરેજથી 1845 રન બનાવ્યા છે. આ દરમિયાન યશસ્વીના બેટમાંથી 9 સદીઓ નીકળી છે. તાજેતરમાં જ જયસ્વાલે IPLમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ ઋતુરાજ ગાયકવાડની પ્રતિભાથી બધા વાકેફ છે અને તેથી જ તેને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ બેમાંથી કોને તક આપે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">